Narendrajagtap's Blog

November 26, 2009

Filed under: ગઝલ — narendrajagtap @ 5:27 pm

૨૬/૧૧/૨૦૦૮ ના રોજ મુંબઇમાં થયેલાઆતંકી હુમલાને લઇને લોકોમાં એક નવો જોમ નવી ચેતના જગાવવા ઠેર ઠેર કાર્યક્રમો થયેલાં …. પાલનપુર માં પણ શબ્દ સાધના પરિવારે ‘આતંકવાદ વિરોધી મુશાયરો ‘યોજેલો  અને તેમાં નગરના 25 કવિઓએ ભાગ લીધેલો.. અને મા.કલેક્ટ્રર શ્રી ના અધ્યક્ષસ્થાને આ મુંશાયરો યોજાયેલો અને તે વખતે પ્રસ્તુત કરેલી રચના આજે અહી રજુ કરી શહીદો ને મારી શ્રધ્ધાજલી અર્પુ છું.

દ્રવી ઉઠ્યું, ચિત્કારી ઉઠ્યું હ્રદય મારું,
આઘાતથી થઇ ગયું સૂમ હ્રદય મારું
એ દ્રશ્ય હટ્તું નથી મુજ દ્રષ્ટિથી અકારું ,
એ લોહી ભીની લાશો જોઇ હું ચિત્કારું.

કરીશ ના ક્યારેય હે પ્રભુ ! માફ તેમને
શું કરીશ આનો ઇંસાફ એ તો કહેને .
ક્રોધિત બનું છું વિચારી ,રહી રહીને,
માનવીની શું છે કિંમત આતંકીઓને.

ફલીત તો થયું છે કે તેમના ઇરાદા છે નાપાક,
આ સર્વનાશની પાછળ છે આપણો પડોશી પાક.
જગતના લોકોને કહો કે પાકને સીધો ન આંક,
હવે રગદોળી, રાખીએ જગતમાં ભારતનું નાક.

ક્યાં સુધીના આટાપાટા, હવે કંઇના કરશો સાટા,
દેખાય ત્યાં ગોળી ધરબી દો, જગ છો પાડે ઘાંટા.
જરુર છે મિત્રો એક મજબૂત વળતા પ્રહારની,
જાણી જશે દુનિયા, અમને આદત નથી નરસંહારની

November 15, 2009

કવિતાના દ્વારે

Filed under: ગઝલ — narendrajagtap @ 12:39 pm

desert-travel-walkભલે તું મને ફક્ત રણ આપજે,
મનોબળ મને તું કઠણ આપજે.

ધબકતું મજાનું સ્મરણ આપજે,
મને હરઘડી મુંઝવણ આપજે.

હું બોલું પછી હોઠ ખોલું પછી,
રહે તુજ તરફ તે વલણ આપજે.

પરમ તત્વને હું ય પામી શકું,
પ્રભુ ! તું મને આચરણ આપજે.

કવિતાના દ્વારે ઊભો રહી શકું
અડીખમ મને એ ચરણ આપજે.

November 13, 2009

શું થશે ?

Filed under: ગઝલ — narendrajagtap @ 7:25 am

2181_n

અનહદ ગરમી નું પ્રમાણ હતું અને વરસાદ ના ક્યાંય એંધાણ ન હતા ત્યારે આ ગઝલ સ્ફુરેલી..

ધોમધખતી આ ધરાનું શું થશે ?
માનવીના આશરાનું શું થશે ?

આજ પણ વર્ષા તારા એંધાણ ક્યાં
પ્રાર્થનાને માનતાનું શું થશે ?

દાખવે છે કોપ શાને ઓ પ્રભું
ત્રસ્તમનના પારખાનું શું થશે ?

આ ધરાનો તું જ બસ છે સારથી
વાત મારી માનવાનુ શું થશે ?

લે કસોટી હરપળે શું કામ તું
આમ શ્રધ્ધા રાખવાનું શું થશે ?

October 18, 2009

વાત પૂછશો ના હવે

Filed under: ગઝલ, મારી રચનાઓ — narendrajagtap @ 10:19 am

graphic_girl_birds_sun1

સઁવેદનાની વાત પૂછશો ના હવે
પથ્થર બની ગઇ જાત પૂછશો ના હવે

આવા અધૂરા છે પ્રયાસો પણ હવે
ન્યારી ગઝલની વાત પૂછશો ના હવે

બેશક સતાવ્યો છે મને વ્યથિત છુઁ
કેવી દીધી સોગાત પૂછશો ના હવે

આપે સુવાળા ઘા તમારા ખઁજનો
કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે

ડરતો નથી હુઁ મોત થી પણ શુઁ કરુ
લાગે ભયાનક રાત પૂછશો ના હવે

October 4, 2009

આભાસ લાગે છે મને

346698184_1ddeb31a7c

સાચું કહું આ પ્રેમ તો આકાશ લાગે છે મને.
જાણે કહું શું ઉડવાની આશ લાગે છે મને.

મનથી જરા જો દેખશો તો છે જ કયાં અંતર હવે,
હરપળ હયાતી આપની તો પાસ લાગે છે મને.

આખો દિવસ યાદો તમારી પ્રેમથી મંમળાવતો,
સામે જ છો ઉભા છતાં આભાસ લાગે છે મને.

હું એકલો અટવાયેલો ફાંફા તિમીરે મારતો,
સ્મરણ તમારું માત્ર બસ અજવાસ લાગે છે મને.

આ પ્રેમ સરવાણી મને શું તારશે કે મારશે,
તારી કૃપાથી સદનશીબ ચોપાસ લાગે છે મને.

Blog at WordPress.com.