Narendrajagtap's Blog

ઓક્ટોબર 7, 2012

સજાવી છે

Filed under: ગઝલ — narendrajagtap @ 11:55 એ એમ (am)

લઘુગુરુ ની કેડીએ ,ગઝલશેરી સજાવી છે
સુમેળે શબ્દના સાથે ,કવનપ્રીતિ સજાવી છે

હવે તો સાથ છે છંદો,અને સાથે પરમમિત્રો
અને તેથી જ તો આ મે ,ગઝલ લગની સજાવી છે

અભિનંદન ખરા એને , મને લાયક બનાવ્યો છે
ગઝલના રુપ ને રંગો, બધા શીખવી સજાવી છે

ભલામણ એક છે મારી, પકડ્જો હાથ બસ તેનો
ગઝલરાણીની સેવામાં, દિવસ-રજની સજાવી છે

અભિલાષા મને એવી, બનાવું ગ્રંથ સુંદર હું
કરીને સ્વપ્ન હું પુરું , ઉમેદ મનની સજાવી  છે

Advertisements

7 ટિપ્પણીઓ »

  1. બહુ સમય પછી તમે બ્લોગ ઉપર દેખા દીધી,નરેન્દ્રભાઈ.બહુ મજાની ગઝલ લઈને આવ્યા.

    આ બે શેર તો બહુ જ સરસ થયા છે.

    લઘુગુરુ ની કેડીએ ,ગઝલશેરી સજાવી છે
    સુમેળે શબ્દના સાથે ,કવનપ્રીતિ સજાવી છે

    હવે તો સાથ છે છંદો,અને સાથે પરમમિત્રો
    અને તેથી જ તો આ મે ,ગઝલ લગની સજાવી છે

    ટિપ્પણી by MANHAR M.MODY ('મન' પાલનપુરી) — ઓક્ટોબર 7, 2012 @ 12:21 પી એમ(pm) | જવાબ આપો

  2. બહુ સરસ. ગઝલના પુસ્તકની પ્રસ્તાવના માટે સુયોગ્ય. સરયૂ

    ટિપ્પણી by SARYU PARIKH — ઓક્ટોબર 7, 2012 @ 2:16 પી એમ(pm) | જવાબ આપો

  3. વાહ સરસ ગઝલસૃષ્ટી સજાવી છે ભાવવાહી ગઝલ…

    હવે તો સાથ છે છંદો,અને સાથે પરમમિત્રો
    અને તેથી જ તો આ મે ,ગઝલ લગની સજાવી છે સરસ પંક્તિઓ

    ટિપ્પણી by sapana53 — ઓક્ટોબર 7, 2012 @ 4:09 પી એમ(pm) | જવાબ આપો

  4. સુંદર ગઝલ…!! ‘સજાવી છે’ રદિફ રાખી છે તેની જ્ગ્યાએ સજાવી, બતાવી, મનાવી, જેવા કાફિયા રાખી માત્ર ‘છે’ રદીફ રાખી ગઝલ લખાઇ હોત તો અર્થ ઉઘાડ વધુ સારો થાત એવું મારું મંતવ્ય છે…..

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — ઓક્ટોબર 8, 2012 @ 6:50 એ એમ (am) | જવાબ આપો

  5. આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    ” ખુબ જ મજાની ગઝલ ખુદાએ રચાવી છે,

    ચારેકોર આપની કલમે ધુમ મચાવી છે,

    આપની ગઝલને સ્વપ્નમાં સમાવી છે,

    સુંદર ગઝલની જ્યોત જલાવી છે. “

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ઓક્ટોબર 8, 2012 @ 8:43 એ એમ (am) | જવાબ આપો

  6. શ્રી નરેન્દ્રભાઇ,
    પ્રસ્તુત રચનામાં આપે વણેલા ભાવ ઉમદા છે – ગમ્યું.
    શ્રી અશોકભાઇ જાની સાથે હું પણ સહમત.
    અભિવ્યક્તિને બોલચાલની સહજ અને સરળ લયનો ટચ મળે ત્યારે એ સુંદર વાત વધુ સુંદર રીતે નિખરે…..અંગત રીતે મારૂં એવું માનવું છે.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — ઓક્ટોબર 11, 2012 @ 6:51 એ એમ (am) | જવાબ આપો

  7. શ્રી. નરેન્દ્રભાઈ

    ખુબ જ સરસ

    મજા પડી ગઈ સાહેબ

    ” આજને માણો-મનાવો પ્રેમથી
    ક્યાં રહી છે હરડગર પર જિંદગી.”

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ડિસેમ્બર 2, 2012 @ 4:31 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: