Narendrajagtap's Blog

માર્ચ 21, 2010

એમની મગરૂરતાં

Filed under: ગઝલ — narendrajagtap @ 10:13 એ એમ (am)

પાયો ઘણો ઊંડો હતો સંબંધનો
લાગી છતાં ના વાર એને વણસતાં

કરતાં હતાં જે મેઘ કાળી ગર્જનો
અટકી ગયા કોના ઇશારે વરસતાં

અઘરો બન્યો’તો પંથ પણ જીવનતણો
બક્ષી તમારા પ્રેમને અગ્રીમતાં

ઊભો છું ઝાલી હાથ હું મંઝીલનો
ક્યાં વાર લાગી જીંદગીને સરકતાં

કેવો ફરી ગ્યો માર્ગ વ્હેતાં પવનનો
સમજાઇ ગઇ છે એમની મગરૂરતાં

માર્ચ 1, 2010

મતલબી સંસારમાં

Filed under: ગઝલ — narendrajagtap @ 6:06 પી એમ(pm)

ડગતી નથી શીલા કદી સાગરતણાં તોફાનમાં
ચાહે પછી સંસારમાં જીવનતણાં સોપાનમાં

મથતો રહું ધૂપદિપથી ઇશ્વ્રર તને સમજાવવાં
જાણે પ્રભુને રસ નથી ગૂગળ અને લોબાનમાં

વકરી રહ્યો છે રોગ રોજે રોજ મારા દેહમાં
પાગલ બની ઝૂઝી રહ્યો, તારામયી સંધાનમાં

શું આજ છે કાલે નથી, કોને ખબર છે ભાવિની
વાવો તમો તે ઓછું છે,જીવનતણાં રોકાણમાં

કારણ વગર કરતો રહું છું પ્રેમ આખા વિશ્વને
તડજોડવાળી છે રસમ,આ મતલબી સંસારમાં

Blog at WordPress.com.

%d bloggers like this: