Narendrajagtap's Blog

ડિસેમ્બર 18, 2009

યાદોના સપના

Filed under: ગઝલ — narendrajagtap @ 2:20 પી એમ(pm)
પ્રિય બ્લોગ મિત્રો…સાદર નમસ્કાર…
આજે હું જે રજુ કરવા જઇ રહ્યો છું તે રજુ કરતાં રોમાંચ અનુભવું છું કેમકે આ રચના મારી “સર્વપ્રથમ” રચના છે.તે વખતે મને કાવ્ય-ગીત -ગઝલ વિષેની કોઇ જ સમજણ ન હતી. પરંતુ વિરહના આવેગમાં લખાયેલી આ રચનામાં મે મારી લાગણી અને રોષ ઠાલવ્યા છે. રચનાનું નામ છે “યાદોના સપનાં”
12 માર્ચ 1976 ના રોજ તત્કાલિન વડાપ્રધાન સ્વ.ઇન્દીરા ગાંધીના કાળમાં કટોકટી લાદવામાં આવી ત્યારે રાજકીય કેદી તરીકે નજરકેદ કરવા પાલનપુર માંથી મારી સૌ પ્રથમ ધરપકડ થઇ અને આજ છુટીશું કાલ છુટીશું ની દ્વિધામાં છ થી સાત માસ વીતી ગયાં ત્યારે મારી તે વખતની પ્રેમિકા અને હાલની પત્નિને ઉદ્દેશીને લખાયેલું આ કાવ્ય તે વખતની દ્વિધા,મારો રોષ વગેરે પ્રગટ કરે છે આપને આજથી 33 વર્ષ પાછળ લઇ જઇને મારું દીલ ખોલી રહ્યો છું … મેં તે વખતે લગભગ 1 વર્ષ જેલમાં વિતાવ્યું હતું. મારી જીંદગીનું તે અવિસ્મરણિય સંભારણું છે તે વખતે ઉદભવેલા સબંધો આજે પણ ધણા મિત્રો સાથે અકબંધ છે.સાબરમતી સેંટ્રલ જેલમાં અમે 200 જેટલા જુદાજુદા ક્ષેત્રમાંથી આવતાં મિત્રો સાથે રહેતા હતાં.આજે પણ  આપણાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી “લોકસાહીના પ્રહરીનું અભિવાદન”કાર્યક્રમ હેઠળ મિસાવાસીઓનું બહુમાન કરે છે તે પ્રસંશનીય છે…
 
યાદ તો આવતી હશે પ્રીતુ કેરી
કરી હશે ધણીએ કલ્પનાઓ અનેરી
વાટ જોતા હશો સોનેરી પળોની
શીદને ભૂલાશે,ક્રૂરક્ષણો આ અણીની
 
આંખો મીંચી તમે ઝુલ્યાં સ્વપ્ન હીંડોળે,
સ્વપ્નમાં વાતો કરી હશે અબોલે
એતો કહો?શું અનુભવ્યું’તું એ પળે
મને તો શીદને એ અહીયાં કળે.
 
ભૂતકાળ યાદ કરવાનો કરું છું યત્ન
મનમાં વાગોળું છું એ જુના નિરુંપણ
હે!શું તુ પણ કરે છે મારું અનુકરણ
પણ હું તો હાલ કરું છું પ્રભુ સ્મરણ
 
હવે તો ગણાઇ રહ્યા છે આ દિવસો
ના,આપો ખોટો તમારા દીલને દીલાસો
જો તમે નહી માનો તો અંતે પશ્તાસો
અરે! જુઓ આવ્યો આ માસ આસો
 
જાણું છું,ધણી છે સમસ્યાં સાંપ્રત
જીવનમાં રહેવાની છે તે શાશ્વત
પહેલા સહ્યી,હવે થોડી સહ્યી લો આફત
વધું તો ના કહું, માત્ર આ તો છે ઇશારત
 
દબાવીને બેઠો છું મળવાનો ઉન્માદ
હર ક્ષણે રહે છે તમારી લલિત યાદ
એકલો છું,કોને કરું  આ ફરીયાદ
મન તન્મય, છતાં છે તનમનાટ
 
લઇશું એક દિ’,આ દિવસોનો બદલો
હાલ તો તમે બાંધી રાખો સ્વપ્ન હિંડોળો
દિલકેરા તાર તૂટીજશે,તો વગોવશે વગો,
હવે ના રહેશો, ખાવા ક્યાંય પોરો
દિવસ આવ્યો છે એ મળવાનો ઓરો
તે દિ’જ અમે લેશું આનંદ હિલોળો
Advertisements

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: