Narendrajagtap's Blog

ફેબ્રુવારી 14, 2010

શ્રધ્ધા

Filed under: ગઝલ — narendrajagtap @ 9:49 એ એમ (am)

બે આંખ મળે સ્પંદન જાગે
            શું પ્રણય તેને કહે છે !
યાદ આવે ને આસું વહે જો
            વિરહ તેને કહે છે !

પરિભાષા, તમે પ્રેમની જાણો
ના સંબોધન તમે વચ્ચે આણો
હ્રુદયાની વાત તમે આંખોથી જાણો
             પ્રેમાલાપ તેને કહે છે

જાતીવાડા કે દીવારથી
મૂક્ત છે પ્રેમ તણી સરવાણી
કોઇ તો રોકીને જાણો
            સરિતા જેમ વહે છે

મીરાં,ક્રુષ્ણ ,સબરી જાણે સ્નેહને
મજનું-લૈલાએ કેવો માણ્યો પ્રેમને
પ્રેમ જલનીધીને માણો તો જાણો
             શ્રધ્ધા કેવી ફળે છે.

Advertisements

Blog at WordPress.com.

%d bloggers like this: