Narendrajagtap's Blog

જુલાઇ 25, 2010

સિરસ્તો

Filed under: achhandas rachanao — narendrajagtap @ 2:54 પી એમ(pm)

સિરસ્તો છે- આ સંસારનો
               ઉગતાને જ પૂજે છે
પણ મઝા લે છે આ સંસાર પણ
               જોવા આથમતાને
છે તેને ધિરે છે
               ના હોય ધૂતકારે છે
માંગો – ના આપે
               છીનવે તે ફાવે
               આ પણ સિરસ્તો સંસારનો

ભાનુ દઝાડે,શશી શાતા આપે
               બન્ને વગર ના ચાલે
નિર્ભર જગત છે આ બંન્નેની ઉપર
               પણ ટિકાનો સિરસ્તો પુરાણો

અધ:પતનને કળીયુગ કહે છે
               કાં સીતા લૂટાંણી સતયુગમાં
લૂટીને લઇ જાય, મારીને લાવો
               સિરસ્તો જુનો આ સંસારનો…..

Advertisements

જુલાઇ 20, 2010

શા માટે

Filed under: achhandas rachanao — narendrajagtap @ 4:26 પી એમ(pm)

હ્રદયનું દ્વાર રોજેરોજ ખખડાવો છો શા માટે
અને એકેક ધબકારાથી ટકરાવો છો શા માટે

ખૂશામત કે પ્રશંસા આપની મેં તો કરી છે ક્યાં
હરખને આમ આંખે તોય ઉભરાવો છો શા માટે

કહો છો પ્રેમ જેવુ કઇ નથી આ તો અમસ્થું છે
બતાવો, તો પછી મળતાં જ શરમાવો છો શા માટે

જમાનાએ જરા કતરાઇને જોયું અમસ્તું જ્યાં
કદમ પાછા હટાવી આમ ગભરાવો છો શા માટે

નથી હોતી કદી સાચી જમાનાની બધી વાતો
નકામી વાત કાને લઇને ભરમાવો છો શા માટે

બધા કરતાં અલગ છું પણ, નથી સહેજે ઉતરતો હું
બધા સાથે ‘નરેન’ને ખાલી સરખાવો છો શા માટે

જુલાઇ 16, 2010

જીવતર ખૂટી ગયું

Filed under: ગઝલ — narendrajagtap @ 1:54 એ એમ (am)

આ પાનખરમાં ડાળ પરથી પાન પણ તુટી ગયું
વળગણ તમારું છેવટે એ રીતસર છૂટી ગયું

તસ્વીર તારી દર્પણે હું રોજ કૈ જોતો હતો
મારી હથેલીથી અરે! ચૂકી નજર ફુટી ગયું

જે નામ લખતો સ્વપ્નમાં ને કર પછી પસવારતો
એ નામ કોઇ નિંદમાંથી બેકદર લૂંટી ગયું

સઘળો વખત બસ પ્રેમમાં મશગુલ ના કઇ ભાન પણ
ફેલાવવી’તી પ્રેમ સોડમ જીવતર ખુટી ગયું

છંદ…ગાગાલગા..ગાગાલગા..ગાગાલગા..ગાગાલગા.

જુલાઇ 4, 2010

જગત ક્યાં જાણે છે

Filed under: achhandas rachanao — narendrajagtap @ 3:23 પી એમ(pm)

 બે દિલ રોજ મળે છે… જગત ક્યાં જાણે છે

કરોળીયાં જેમ રચવામાં… આઘાત પામે છે

પ્રહારો શબ્દોના માત્ર… હું એકલો જ જાણું છું

ઝલક બસ મુલાકાતની … હજી, જગત ક્યાં જાણે છે.

પ્રભુએ રાખ્યાં અલગ… વિહવળ હૈયા પામે છે

કદમ મંઝીલે જાય છે… તે,જગત ક્યાં જાણે છે.

પામવા મથુ હું પ્રેમને… હૈયે સૂર-તાલ વાગે છે

હવે છેડી દીધુ છે સંગીત… પણ,જગત ક્યાં જાણે છે

Blog at WordPress.com.

%d bloggers like this: