Narendrajagtap's Blog

ઓગસ્ટ 15, 2010

સાજન નહીં હોય

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:21 પી એમ(pm)

લખશો શેમાં ગઝલ,કાગળ નહીં હોય
રડશો તમે સનમ,સાજન નહી હોય

સમ્રુધ્ધિની છોળો કદી,આગળ નહીં હોય
જીવન બનશે ગમગીન,સાજન નહીં હોય

ગામનુ ઘેલું રહેશે નહીં,ભાગળ નહીં હોય
સાદુ સીધું જીવવું પડશે,સાજન નહીં હોય

ભૂલુ પડી રડશે બાળક,આંગળ નહીં હોય
બોદા સૂરમાં ગાશે જીવન,સાજન નહીં હોય

ઘાસ સૂકુ ભઠ્ઠ બનશે,ઝાકળ નહીં હોય
શમણાં સૂના સૂના બનશે, સાજન નહીં હોય્

ઓગસ્ટ 14, 2010

તો ગમે છે

Filed under: ગઝલ — narendrajagtap @ 5:25 પી એમ(pm)

આમ અણધાર્યા પધારો તો ગમે છે
આમ રોજીંદો સહારો તો ગમે છે

રોજ મળીયે ચાંદની રાતે છતાં પણ
યાદથી ઝૂરતી સવારો તો ગમે છે

ઝુલ્ફની કાલી ઘટામાં કેદ ચહેરો
ને લટકતી લટ સવારો તો ગમે છે

આમ તો મદહોશ છું હરરોજ તુજમાં
હરક્ષણે તારા વિચારો તો ગમે છે

વિશ્વ આખાને મહોબત હું કરું છું
પણ બને તું પ્રાણ મારો તો ગમે છે

ઓગસ્ટ 1, 2010

પ્રેમની ગરિમા

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:02 પી એમ(pm)

પ્રહારો નેણના ના મારો
ગરિમા પ્રેમની જરા રાખો
કરી લો કેદ પલકમાં અમને
જમાનો જાણી જશે તમને

ફુલોની વાત કરી ના મુરજાવો
શમણાં યાદ કરી ના શરમાવો
ઝબકી જો નેણ જશે ખુલી
યાદોની ડગર બનશે સુની

કુમળી પાપણના પ્રહારો નહિ ખમીએ
નેણના હુલાળાના મારથી નહી શમીએ
આવો હ્રદયના સ્પંદનોથી રમીએ
કદાચ જાલીમ જમાનાને જો ગમીએ

ઇશ્વરીય અનુભૂતિ તમારી લાગણીમાં છે
મન દોડતુ રહે છે સદા તમારા આંગણમાં છે
દર્પણ ના નિહાળો છબી મારા આતમમાં છે
તમારામાં છે શ્રધ્ધા જેટલી પરમાત્મામાં છે.

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: