Narendrajagtap's Blog

ઓક્ટોબર 18, 2009

વાત પૂછશો ના હવે

Filed under: ગઝલ,મારી રચનાઓ — narendrajagtap @ 10:19 એ એમ (am)

graphic_girl_birds_sun1

સઁવેદનાની વાત પૂછશો ના હવે
પથ્થર બની ગઇ જાત પૂછશો ના હવે

આવા અધૂરા છે પ્રયાસો પણ હવે
ન્યારી ગઝલની વાત પૂછશો ના હવે

બેશક સતાવ્યો છે મને વ્યથિત છુઁ
કેવી દીધી સોગાત પૂછશો ના હવે

આપે સુવાળા ઘા તમારા ખઁજનો
કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે

ડરતો નથી હુઁ મોત થી પણ શુઁ કરુ
લાગે ભયાનક રાત પૂછશો ના હવે

Advertisements

ઓક્ટોબર 4, 2009

આભાસ લાગે છે મને

Filed under: ગઝલ,પ્રકાશિત રચનાઓ,મારી રચનાઓ — narendrajagtap @ 9:00 એ એમ (am)

346698184_1ddeb31a7c

સાચું કહું આ પ્રેમ તો આકાશ લાગે છે મને.
જાણે કહું શું ઉડવાની આશ લાગે છે મને.

મનથી જરા જો દેખશો તો છે જ કયાં અંતર હવે,
હરપળ હયાતી આપની તો પાસ લાગે છે મને.

આખો દિવસ યાદો તમારી પ્રેમથી મંમળાવતો,
સામે જ છો ઉભા છતાં આભાસ લાગે છે મને.

હું એકલો અટવાયેલો ફાંફા તિમીરે મારતો,
સ્મરણ તમારું માત્ર બસ અજવાસ લાગે છે મને.

આ પ્રેમ સરવાણી મને શું તારશે કે મારશે,
તારી કૃપાથી સદનશીબ ચોપાસ લાગે છે મને.

Blog at WordPress.com.

%d bloggers like this: