Narendrajagtap's Blog

પ્રસ્તાવના

કાવ્ય,ગીત, ગઝલની કેડીએ ધીમા પગલે ચાલતાં ચાલતાં એક નવા સોપાનમાં પદાર્પણ કરી રહ્યો છું જે ખરેખર સ્વપ્નવત લાગે છે. મારા પોતાના બ્લોગ દ્વારા એક વિશાળ ફલકને આંબવા જઈ રહ્યો છું ત્યારે મનમાં થોડો ગભરાટ છે અને તે પણ ખાસ કરીને એવું વિચારીને કે કેવી comments મળશે? કેમ કે છંદ્દોબધ્ધ ગઝલમાં હું હજી નવો નિશાળીયો છું પણ મને વિશ્વાસ છે કે મારા વડીલો,મારા મિત્રો કે જેઓ મારી ગઝલો ,કાવ્યો ,ગીતો જોશે વાંચશે અને તેના ઉપર comments કરશે તેઓ મને એક રાહ પણ બતાવશે અને મારી દરેક ભૂલોને ચકાસીને ,પારખીને તેમાં રહેલ ક્ષતીઓને દૂર કરવા મને યોગ્ય માર્ગદર્શન આપશે તેવી પુરી શ્રધ્ધા છે

છેલ્લા સાડા ત્રણ વર્ષથી શબ્દ સાધના પરિવાર બનાસકાંઠા દ્વારા અમે ગઝલરાણીની સેવામાં ખડે પગે છીએ અને શબ્દ સાધના પરિવાર ખુબજ સુંદર રીતે આયોજનપુર્વક ચલાવવા હું સદાય તત્પર રહું છૂં અને મારા મિત્રોનો તેમાં પૂરો સહકાર પણ છે.પાલનપુરમાં દર પંદર દિવસે રવિવારે રવિસભા દ્વારા અમે સૌ કવિઓ મળીએ છીએ અને ‘ગઝલ’ને સાકાર કરવાના પ્રયત્ન કરીએ છીએ આજે આ બ્લોગ દ્વારા હું મારા સ્વજન જેવા સ્નેહીમિત્રો જેમકે રજ્યા રમેશભાઈ ‘ઈશ્ક’પાલનપુરી,શ્રી મન પાલનપુરી,શ્રી પ્રો.મહેશભાઈ મકવાણા શ્રી સમીઉલ્લાભાઈ’શેષ’પાલનપુરી, શ્રી શરદ ત્રિવેદી,શ્રી અબરાર શેખ ,મેહુલ જોષી,શ્રી જગદીશભાઈ ઉપાધ્યાય ,શ્રી નરોતમ પરમાર’,શ્રી મનોજ જોષી, શ્રી દિપકભાઈ જોષી’ઝંખન’,કુ.વર્ષા બારોટ ,રોશનબેન હસન ,અનીલ લીંબાચીયા,કિરણ સોની,અને મારા પ્રિય મિત્ર નેમચંદભાઈ ત્રિવેદી આ બધાનો અંતઃકરણપૂર્વક આભારી છું કેમ કે તેઓએ મને હિંમત પુરી પાડી છે. ખાસ કરીને બ્લો વિશે તથા બ્લોગની દુનિયામાં મારી આંગળી પકડીને જેઓ મને હાલ શીખવી રહ્યા છે તેવા શ્રી રમેશ રજ્યા ‘ઈશ્ક’પાલનપુરી તેમના ઘેર બેઠા બેઠા મને આ અંગે માર્ગદર્શન આપીને મને પા.પા પગલી કરાવી રહ્યા છે તેમનો પણ ફરીથી આભારી છું .

સૌ વાંચકો ને મારું નમ્ર નિવેદન છે કે મારે શીખવું છે તો મારી ભુલોન છાવરસો નહીં પરંતું યોગ્ય રાહ ચીધશો ,મારી ધગશને ડામશો નહીં પણ તેમાં ઉત્સાહ ભરશો આપ સૌ તરફ આશાભરી મીટ માંડી હું આપ સૌની કંડારેલી કેડીએ ચાલવા,મથવા જઈ રહ્યો છું મને યોગ્ય રાહ ચિંધશો તે અપેક્ષા સહ…. સસ્નેહ વંદન,નમસ્કાર…

આપનો નરેન્દ્ જગતાપ

Advertisements

11 ટિપ્પણીઓ »

 1. નરેન્દ્રભાઈ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત.

  દિવાળી અને નવા વર્ષની સાથે સાથે બ્લોગ જીવન માટે પણ અમારી લાખ લાખ શુભકામનાઓ.

  -‘મન’ પાલનપુરી

  ટિપ્પણી by manhar m.mody ('મન' પાલનપુરી) — ઓક્ટોબર 15, 2009 @ 8:49 પી એમ(pm) | જવાબ આપો

 2. નરેન્દ્રભાઇ ,ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે
  તમારી આ નવા વર્ષની ભેટ ગમી !
  આ પ્રસંગે અભિનંદન અને શુભેચ્છાઓ !

  ટિપ્પણી by ઇશ્ક પાલનપુરી — ઓક્ટોબર 16, 2009 @ 5:27 એ એમ (am) | જવાબ આપો

 3. નરેન્દ્રભાઈ ભલે પધાર્યા આ બ્લોગ જગતમાં
  હવે બસ અમનો રાહ હશે શું મળશે વિગતમાં

  શુભેચ્છા અમારી છે હંમેશ આપની સાથે સાથે
  બસ તમો તો વિશ્વાસ રાખશો આપના સ્વગતમાં

  ટિપ્પણી by નટવર મહેતા — ઓક્ટોબર 21, 2009 @ 1:09 એ એમ (am) | જવાબ આપો

 4. મા ગુર્જરીના અનેક બ્લોગર્સ સંતાનોની હારમાળામાં એક નવો મણકો ભળી રહ્યાનો આનંદ છે.
  પધારો દોસ્ત!,
  હાર્દિક સ્વાગત છે.

  http://www.drmahesh.rawal.us
  http://www.navesar.wordpress.com
  http://www.shabdaswar.blogspot.com

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — નવેમ્બર 3, 2009 @ 4:56 પી એમ(pm) | જવાબ આપો

 5. કાવ્ય,ગીત, ગઝલની કેડીએ ધીમા પગલે ચાલતાં ચાલતાં એક નવા સોપાનમાં પદાર્પણ કરી રહ્યો છું જે ખરેખર સ્વપ્નવત લાગે છે. મારા પોતાના બ્લોગ દ્વારા એક વિશાળ ફલકને આંબવા જઈ રહ્યો છું ત્યારે મનમાં થોડો ગભરાટ છે અને તે પણ ખાસ કરીને એવું વિચારીને કે કેવી comments મળશે?
  ———–
  આમ કેમ? શું પ્રતિભાવ મળશે? સાવ નબળો વિચાર. પોતાની દુનિયાના શહેનશાહ છો. બસ લખ્યે જ રાખો . ધ્યાન કરતાં પણ વધુ આનંદ આવશે.

  આભાર માનો બ્લોગ મફત બનાવવા દેતી આ કમ્પનીઓનો..પોતાના વિચારોની બિન રોક ટોક અભિવ્યક્તિનું આ માધ્યમ તમને મળ્યું છે. એને માણો.

  બ્લોગર વિશે મારા વિચારો

  http://gadyasoor.wordpress.com/2009/09/20/blogger/

  ટિપ્પણી by સુરેશ જાની — નવેમ્બર 14, 2009 @ 1:46 એ એમ (am) | જવાબ આપો

 6. તમને એક વિનંતી ..
  શ્રી. રજની પાલનપુરીન્પ પરિચય મેળવી આપશો? સારસ્વત પરિચય માટે?

  શૂન્ય પાલનપુરી …

  http://sureshbjani.wordpress.com/2006/06/17/shunya/

  ટિપ્પણી by સુરેશ જાની — નવેમ્બર 14, 2009 @ 1:51 એ એમ (am) | જવાબ આપો

 7. શ્રી નરેન્દ્રભાઈ,

  આભાર, મારા ‘About’ પેજ ઉપર સારા શબ્દો બદલ. મારા બ્લોગ ઉપર ગયા હશો તો જાણ્યું હશે કે મારો દ્વિભાષી બ્લોગ છે. વિશાળ ફલક ઉપર પહોંચવા અંગ્રેજીનો પાલવ પકડ્યો છે. તમારા જેવી જ વિમાસણ સૌ કોઈ નવા બ્લોગરને થાય તે સ્વાભાવિક છે. લખવાનું તમારું કામ, ટેકનિકલ બાબતો તો ભૂલો થતાં થતાં શિખાતી જ રહેશે. આપના જમાઈશ્રીને ઓળખવા Linkedin’ ઉપર ‘google serach’ ના માધ્યમથી જઈ આવ્યો. નસીબદાર છો. હું નિખાલસભાવે કહું તો ગઝલ મારા ગજા બહારની વાત છે; ગઝલને માણી શકું, જાણી શકું, અનુભવી શકું, ખૂબીઓ વિષે એ શબ્દો લખી પણ શકું – પણ તેથી વિશેષ કંઈ નહિ. સૂંઠના કાંકરે ગાંધી થવાના મારા રમૂજી પ્રયત્નને તમે મારા ‘Art of Balanced Exaggeration in Conversation’ Part:1-2 માં માણી શકશો.

  ભલે, ગઝલના બંધારણ વિષે તો ખાસ નહિ; પણ હા, તેની ‘Content’ વિષે કોઈકવાર કંઈક અવશ્ય લખતો રહીશ. કવિ કલાપી જેવા સિદ્ધહસ્ત કવિઓને પણ સમકાલીન મિત્રો પાસે કૃતિઓને મઠારી આપવાની સેવાઓ લેવી પડી હતી. તમારી ખુલ્લા મને કોમેન્ટ્સ મેળવવાની તૈયારી તમને ખૂબ જ લાભદાયી બની રહેશે.

  મારી દિલી શુભેચ્છાઓસહ,
  વલીભાઈ મુસ

  ટિપ્પણી by Valibhai Musa — નવેમ્બર 15, 2009 @ 3:36 પી એમ(pm) | જવાબ આપો

 8. શ્રી નરેન્દ્રભાઈ,

  આભાર, મારા ‘About’ પેજ ઉપર સારા શબ્દો બદલ. મારા બ્લોગ ઉપર ગયા હશો તો જાણ્યું હશે કે મારો દ્વિભાષી બ્લોગ છે. વિશાળ ફલક ઉપર પહોંચવા અંગ્રેજીનો પાલવ પકડ્યો છે. તમારા જેવી જ વિમાસણ સૌ કોઈ નવા બ્લોગરને થાય તે સ્વાભાવિક છે. લખવાનું તમારું કામ, ટેકનિકલ બાબતો તો ભૂલો થતાં થતાં શિખાતી જ રહેશે. આપના જમાઈશ્રીને ઓળખવા Linkedin’ ઉપર ‘google serach’ ના માધ્યમથી જઈ આવ્યો. નસીબદાર છો. હું નિખાલસભાવે કહું તો ગઝલ મારા ગજા બહારની વાત છે; ગઝલને માણી શકું, જાણી શકું, અનુભવી શકું, ખૂબીઓ વિષે બે શબ્દો લખી પણ શકું – પણ તેથી વિશેષ કંઈ નહિ. સૂંઠના કાંકરે ગાંધી થવાના મારા રમૂજી પ્રયત્નને તમે મારા ‘Art of Balanced Exaggeration in Conversation’ Part:1-2 માં માણી શકશો.

  ભલે, ગઝલના બંધારણ વિષે તો ખાસ નહિ; પણ હા, તેની ‘Content’ વિષે કોઈકવાર કંઈક અવશ્ય લખતો રહીશ. કવિ કલાપી જેવા સિદ્ધહસ્ત કવિઓને પણ સમકાલીન મિત્રો પાસે કૃતિઓને મઠારી આપવાની સેવાઓ લેવી પડી હતી. તમારી ખુલ્લા મને કોમેન્ટ્સ મેળવવાની તૈયારી તમને ખૂબ જ લાભદાયી બની રહેશે.

  મારી દિલી શુભેચ્છાઓસહ,
  વલીભાઈ મુસા

  ટિપ્પણી by Valibhai Musa — નવેમ્બર 16, 2009 @ 3:28 પી એમ(pm) | જવાબ આપો

 9. નરોમાં ઈન્દ્ર એટલે ‘નરેન્દ્ર’. અને પાછા આ તો ‘જગતાપ’… ઈન્દ્ર જ જગતને તપાવે… ભાઈ વાહ… ધન્ય છે આપની ફોઈબાને…
  આપની આજની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છા.
  સર્વ દિશાઓમાંથી આપને સુખ, શાંતિ, સંતોષ અને ત્મ્દુરસ્તી પ્રાપ્ત થાઓ અને આપનું કલ્યાણ થાઓ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

  ટિપ્પણી by નટવર મહેતા — ડિસેમ્બર 5, 2009 @ 11:50 એ એમ (am) | જવાબ આપો

 10. નરેન્દ્રભાઈ,
  તમારો બ્લોગ જોઈ આનંદ થયો. કોઈ સિદ્ધહસ્ત કવિ તરીકે જન્મતા નથી હોતા. શીખવાની, ભૂલોને સુધારતા રહેવાની કળા જ એને પૂર્ણતા સુધી લઈ જાય છે. તમારી એ ધગશ જોઈ આનંદ થયો. તમારા શબ્દોમાં જ કહું તો
  કવિતાના દ્વારે ઊભો રહી શકું
  અડીખમ મને એ ચરણ આપજે.
  લોકોની ખોટી વાહ વાહ અડીખમ ચરણ માટે હાનિકારક છે એવું કહેવાની જરૂર ખરી ?
  બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત અને સુંદર સર્જનો માટે અંતરથી શુભેચ્છા.

  ટિપ્પણી by Daxesh Contractor — માર્ચ 6, 2010 @ 3:40 એ એમ (am) | જવાબ આપો

 11. Visited your blog for the first time…. nice liked it……!
  There’s quite a lot to catchup on ….
  Shall keep in touch.
  You are heartily welcomed on “Piyuni no Pamrat”
  Paru Krishnakant”Piyuni”
  http://piyuninopamrat.wordpress.com/

  ટિપ્પણી by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) — જાન્યુઆરી 7, 2011 @ 1:07 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: