Narendrajagtap's Blog

માર્ચ 10, 2013

સૂરજમુખી

Filed under: achhandas rachanao — narendrajagtap @ 10:02 એ એમ (am)

તમો સૂરજ, અમે સૂરજમુખી
તમોને સદા નિરખ્યાં કરીએ રે !

વચ્ચે આવે જો કાળી વાદલડી
વિરહમાં ઝૂરી મરીએ રે !

હરખાતા ભાળીએ વહેલી સવારે
થનગની થનગની ઉઠીએ રે !

સાંજ પડે જ્યાં આથમવા ટાણે
નિરાશ મુરજાઇ પડીએ રે !

તમારા સાનિધ્યે, કપાઇ જાય દાડો
રાતે નિસાસા નાખી, જાગી મરીએ રે !

તમારા અજવાળે પોષણ પામી અમે
પ્રભુ મસ્તક શોભાવીએ રે !

જઇને બેઠા પ્રભુ ચરણીએ પણ
છાનાછપના તમને નિરખ્યાં કરીએ રે !

માળી આવી જે દિ ચૂટે ડાળેથી
કાળો દાડો અમ કેરો,મરણ જાણે સમજો રે!

Advertisements

જાન્યુઆરી 19, 2012

શમણા ના વાવેતર

Filed under: achhandas rachanao — narendrajagtap @ 8:29 એ એમ (am)

શમણાના વાવેતરની ફસલ હવે રંગ લાવી
પ્રતિકૂળ રસમોને સાથે રાખી ખુબ ખુબ મનાવી
દિલના ઉમંગની હવે વાત દઉં જણાવી
ભાવનાના બિંદુઓનું ઝરણું હવે દઉં વહાવી

કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી
અમે તો મૂક ખેડૂ માત્ર આદેશો ચડાયા
નવી મોસમની હવે શું છે ફસલ, દો જણાવી

ઝેરના પારખાં કરી,સ્વાદ કહેવા કોણ રહ્યો
પરાયાની શું આશ,સ્વજન જો તારો ના થયો
પરખવા કઇ રીતે મૃગજળ,જળ માનીને
મૌન ના શબ્દો એને સબંધ શું વાણીને

સિતારાના ચળકાટે અંજાઇ,ફાણસ ના ફગાવાય
વિપરીત દિશાના વાયરે,પતંગ ના ચગાવાય
બાકી ખેલ છે નસીબના,પડે છે કેમ વાંકું
સંજોગોના વાંકે નિર્દોષ માણસ ના વગોવાય.

જુલાઇ 23, 2011

મૃગજળ

Filed under: achhandas rachanao — narendrajagtap @ 4:17 પી એમ(pm)

કેમ દોડતો રહ્યો મૃગજળને જળ માની
તરસ્યો થયો ત્યારે જાણ્યું કે નથી પાણી
ગુલાબ ને રણમાં જોવાના શમણાં સેવ્યાંતાં
કુદરતનાં કોઇ નિયમોની રીત ન’તી જાણી.

ભરોસો સમયનો કરવો કે પોતાની તકદીરનો
વર્ષાના એંધાણ હતા ને પવન વાઇ ગયો,
મેં તો નિશ્ચિત ડગલે જ પગ માંડેલા
પણ ખેલ નસીબે અલગ જ ખેલેલા.

એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની

જેણે ભૂલ કરી છે મૃગજળને પાણી માનવાની
જેમ શત્રુના જ ઘરમાં તેને લલકારવાની
ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

ફેબ્રુવારી 12, 2011

પાલનપુર

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:41 પી એમ(pm)

મારુ મૂળ સમજો કે મારુ ઉર
                 મારુ વતન છે પાલનપુર
વિચરુ ભલે આખા જગતમાં
                 ઉમટે જો યાદોનું ઘોડાપુર
સો સાજ છોડીને પછી વાગે એક સૂર
                 હવે જાવું છે પાલંનપુર

રોજી રોટી કાજે ગયો છું ઘણે દુર
                નસીબ અજમાવી ફ્ળ પામ્યો સુમધુર
પણ દીલનો અજંપો કળી ગયો મારી ધૂન
                 વળીને પાછો આવી ગયો પાલનપુર

મારુ બચપન, ભણતર, જવાની ને સન્માન
                 કરી પ્રવ્રુતિ પામ્યો ,થયુ નવ નિર્માણ
મસ્તકમાં ,ને છે મારા રક્તમાં અણુ અણુ
                 ગૌરવ મારા પાલનપુર તણું

નવાબી રાજ ને સિધ્ધરાજની ભૂમિ
                  મીઠીવાવ ને કીર્તીસ્થંભ ગગનચૂમિ
પાલનપુરીની મહેંક પ્રસરી છે દૂર દૂર
                  મારી અત્તરની નગરી પાલનપુર,પાલનપુર

જાન્યુઆરી 29, 2011

કંપન ધરતીનું

Filed under: achhandas rachanao — narendrajagtap @ 3:53 પી એમ(pm)

આજ થી 10 વર્ષ પહેલા ધરતીકંપ આવ્યો અને કચ્છ આખું ધ્રુજી ઉઠ્યું અને તબાહી સર્જાઇ તેને શબ્દો દ્વારા વાચા આપવાનો પ્રયાસ માત્ર….

કંપન ધરતીનું,આજ અનુકંપા વિશ્વને
ડોલાવી ગયો સુત્રધાર ,નિરાધાર કરી જગતને
આંદોલનોનો થડકાર,મીટાવી ગયો ધબકાર
ત્રસ્ત બનાવી ગયો જીવનને,મચ્યો હાહાકાર
નામશેષ કર્યા કુટુંબ, ક્યાંક નિરાધાર એક સંતાન
બાવીસ દિવસનો કૂળદિપક,વંચિત થયો સ્તનપાન
લાખો લોકોની કુંડળી,શું ઠગારી નિવડી આજ
કે ઘૂટણ ટેકવો જ્યોતિષી,ઇશ્વરે કર્યા નિરાધાર
ઇશ્વરીય શક્તિએ કસકસતી મારી છે આજ થપાટ
જણાવી દીધુ જગતને ,હું છું હજી, આતમ આજ જગાડ
કોણ શું લઇને ગયું સાથે, મડદાં આજ ગંધાય
તારા-મારાના ચક્કરમાં,બે ભાઇમાં શું શું રંધાય
કુબેરનગરી ભૂજને પળમાં કરી દીધું રાખ
જાગી સફાળા થઇ ગયાં, મચી ભાગં ભાગ
અશ્રુઓનો છુટ્યો ધોધ,વિસરાયાં જાતી ભેદભાવ
કોંક્રેટોના ખંડેરોમાં,લાખો  ચીસો છે ગરકાવ
સામૂહીક સ્મશાનભૂમિ બની કાલની મહેલાતો
26મીનો ગણતંત્ર, કાળો દિવસ હવે કહેવાતો
જીવનના શું પારખાં,કોનું કેટ્લું શું કહેવાય ?
કંપનનો આ ત્રસ્ત વિચાર, હવે વધુ નહી સહેવાય

જાન્યુઆરી 17, 2011

સમય બલીહારી ! સમય બલીહારી !

Filed under: achhandas rachanao,ગઝલ — narendrajagtap @ 5:01 પી એમ(pm)

સમયના કેવાં વહેણ
ના આવે કદી કહેણ
ના કોઇ સગુ શેણ
           સમય બલીહારી ! સમય બલીહારી !
સહુ સમયના આભારી
થયું તેનું નિરધારી
અંતે તો ગિરીધારી
            સમય બલીહારી ! સમય બલીહારી !
પ્રિત બધાને પ્યારી
સગાની રીત રહે ન્યારી
કર્મોની ગતિ સ્વીકારી
             સમય બલીહારી ! સમય બલીહારી !
દ્વેષભાવની ભાવના
લાલસા મનોકામના
ના રહી રાષ્ટ્રવંદના
              સમય બલીહારી ! સમય બલીહારી !
સંજોગોને સમર્પીત
માનસ થયા વિચલીત
ખેવના અસ્ખલીત
               સમય બલીહારી ! સમય બલીહારી !
સમયનો કોણ સુકાની
ચાલી કોની આનાકાની
જીંદગી તો જવાની
                સમય બલીહારી ! સમય બલીહારી !

ડિસેમ્બર 31, 2010

આશિયાના

Filed under: achhandas rachanao,ગઝલ — narendrajagtap @ 5:46 પી એમ(pm)

તિનકે તિનકે સે બનતા હૈ ઘોસલા ઉનકા
ઘરૌદા બનતા હૈ કઇ પસીનોસે હમારા
મુકામ નહીં આતા કભી જીંદગીમેં ચલનેસે
લેકીન આદમી કહી ભી બસા લેતા હૈ આશિયાના

કીસે ખબર ક્યા લીખા હૈ હાથોકી લકીરોમેં
કૌન મીટા સકતા હૈ ‘અમીરી’ ફકીરોકી
ધન-દૌલતકો માની હૈ અગર અમીરી
તો ચૈન-વો નીંદ લાદે ફકીર કી અમીરીમેં

ઐસે તો સુકુન કબ્રસ્તામેં પાતા હૈ આદમી
તિનકે તિનકે પાનેમેં સુકુન ખોતા હૈ આદમી
સામ ઢલે થકકે જબ આશિયા યાદ આતા હૈ
ઉડ પડતા હૈ પર ફેલાયે ઘરકી ઔર આદમી

અપના મુકામ આખીર અપના હોતા હૈ
આશિયાના ઇસે કહેતે હૈ જહાં ચેન હોતા હૈ
દુનિયાકી ઉલઝને અગર જો આ ગઇ ઘરમે
વો ઘરમેં હરદમ ઉધમ મચા હોતા હૈ

નવેમ્બર 14, 2010

દિવાળી આવી.. દિવાળી આવી..

Filed under: achhandas rachanao — narendrajagtap @ 2:55 પી એમ(pm)

મોઘવારીના જમાનામાં જ્યારે બધુ જ મોઘું હોય અને છતાં દિવાળી ઉજવવાની હોય…લોકલાજે પણ તણાવવું પડતું હોય ત્યારે સ્થિતિ કફોડી બને છે…મોઘવારીને ભાંડતી આ રચના કટાક્ષરૂપે રજુ કરુ છું

દિવાળી આવી,દિવાળી આવી
દી-વાળીદે તેવી દિવાળી આવી
મોઘવારીની તો નવી સોગાદો લાવી
લો આ સદીની નવી દિવાળી આવી

દિવાળી કહે ભઇ હવે જનતા ફાવી
હુ તો નવીનવી ભેટ્સોગાદો લાવી
ડીઝલ મોઘુ-ટ્રક હડતાલો લાવી..
સપ્તાહનું ડીઝલ બચાવી દિવાળી આવી

સોનિયા-મનમોહન કુટે છે ભાલ
મોઘવારીના છૂટાદોરનો સૌ દેખે છે તાલ
વીતે છે લોકોના દિવસો,માની સુધરશે કાલ
મોઘવારીને ભૂલી મને ઉજવો,હું દિવાળી આવી

ભાવતાલની માઝાએ ઠર્યા છે ગાત્ર
ચિંતા નહી,માનવીની કીંમત ઘટી માત્ર
કેવા ભાઇ ભત્રીજા ભાણા સબંધ નામના
કામ આવોતો કામના,બાકી સબંધ શા કામના
રાવણ રોળી દિવાળી ઉજવી’તી રામે
સૂર-અસૂર સંહારી રાસ રમ્યોતો શ્યામે
ભુખ-ભયને ભ્રષ્ટાચારની શાને
મને ઉજવો હું દિવાળી આવી
હું દિવાળી આવી….

સપ્ટેમ્બર 9, 2010

ખમાખમા

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:54 પી એમ(pm)

એક ઘંણી જ જુની 1998 ની એક રચના રજુ કરુ છું તે વખતે ભારતના વડાપ્રધાન પદે શ્રી અટલબિહારી બાજપાઇ હતાં… ભારત માટેની મારી મનોવ્યથા મે આમા વ્યક્ત કરી છે…. આપને સૌને ગમશે….
ચિંતાના બિંદુઓથી ઘેરાયો છે
સમસ્યાની રેખાઓથી ગભરાયો છે
કોમ-વાડાના ષટકોણો રચાયા છે
ભારત ઘણા વર્તુળોમાં વહેચાયો છે

શું છે વ્યાધિ,તેનો કોઇ ના જાણે અક્ષર
મટશે દવાથી કે પછી ખપશે નસ્તર
વર્ષોથી ચાલે છે આની બાયોપ્સી
સર્જન અટલ પણ આજે અટવાયો છે

દેશનો જણ જણ કેમ રઘવાયો છે
આશ્ચ્રર્ય જ છે દેશ શેનાથી સચવાયો છે
અમારા તો પ્રાણથી લાડકવાયો છે
પરંવૈભવેથી ગર્તામાં પટકાયો છે

સુકાની ઘણા આવી ગયાં આ મનવારના
ગજ-ઘર ભર્યા કર્યુ કાંઇ સિવાયના
દેશ-ભક્તિની વાતો કામે કેમ લાગીના
નહી તો મારો અટલ કદી અટવાય ના

સસ્તી શહીદીની વાતો હવે ઘણીખમા
વચન-લ્હાણીની જયાફત હવે ઘણીખમા
સસ્તુ શું ? પ્રજાના સંયમને ઘણીખમા
રોજીરોટી ને સલામતી મળેતો ખમાખમા

ઓગસ્ટ 15, 2010

સાજન નહીં હોય

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:21 પી એમ(pm)

લખશો શેમાં ગઝલ,કાગળ નહીં હોય
રડશો તમે સનમ,સાજન નહી હોય

સમ્રુધ્ધિની છોળો કદી,આગળ નહીં હોય
જીવન બનશે ગમગીન,સાજન નહીં હોય

ગામનુ ઘેલું રહેશે નહીં,ભાગળ નહીં હોય
સાદુ સીધું જીવવું પડશે,સાજન નહીં હોય

ભૂલુ પડી રડશે બાળક,આંગળ નહીં હોય
બોદા સૂરમાં ગાશે જીવન,સાજન નહીં હોય

ઘાસ સૂકુ ભઠ્ઠ બનશે,ઝાકળ નહીં હોય
શમણાં સૂના સૂના બનશે, સાજન નહીં હોય્

આગામી પૃષ્ઠ »

Blog at WordPress.com.

%d bloggers like this: