Narendrajagtap's Blog

એપ્રિલ 29, 2011

આ ઉનાળો આયો

Filed under: ગઝલ — narendrajagtap @ 4:18 પી એમ(pm)

કહો શીતલતાને જલ્દી પાળ બાંધી દે
જુઓ…સામે ત્રસ્ત આ ઉનાળો આયો

કહો વ્રુક્ષોને પોતાની શાખાઓ સજાવી લે
કોઇ પથિકને ઉગારવા…આ ઉનાળો આયો

તપે મધ્યાહન,રાત તપે,તપે જગ સારુ
ડામર પીગળે,બાષ્પ નિકળે…આ ઉનાળો આયો

પંખીના કલરવ સંતાયા,ગગન ભાસે ખાલી
ઠંડો ખુણો શોધતા સૌ…આ ઉનાળો આયો

બપોર બને સુમસામ,સૂજે નહી કોઇ કામ
આળસ કરે ઇશારા…આ ઉનાળો આયો

લૂ લાગેને પાણી માંગે,મનને મૂંઝવણ લાગે
મનડાને અકારો લાગે ધોમધખતો…આ ઉનાળો આયો

વૈશાખી વાયરાને ઉનીઉની ડમરી
ગરમીની ભમરી આવે…આ ઉનાળો આયો

ધરા ગરમ,દેહ ગરમ,ગરમ સૌ ઉપવન
બાષ્પ બનાવી વર્ષાને રીઝવવા…આ ઉનાળો આયો

એપ્રિલ 16, 2011

થંભી….ગયા કદમ

Filed under: ગઝલ — narendrajagtap @ 4:22 પી એમ(pm)

શું કામની છે આ જગતની મોહની
શું કામની સંવેદના પણ ક્રોધની

તારી સનમ યાદો ભરી છે એ હદે
પરવા મને ક્યાં છે કશાઅવરોધની

પાંપણ ખુલે યાદો તરે તારી જ બસ
આદત પડી છે શું કરું હરરોજની

આવાસ માં ને યાદમાં બસ એક તું
અંધાર માં ઊજાશ તારી રોશની

થંભી ગયા કેવા કદમ તારા સુધી
સાચે જ થઇ પુરી તરસ મુજ શોધની

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: