Narendrajagtap's Blog

ડિસેમ્બર 18, 2009

યાદોના સપના

Filed under: ગઝલ — narendrajagtap @ 2:20 પી એમ(pm)
પ્રિય બ્લોગ મિત્રો…સાદર નમસ્કાર…
આજે હું જે રજુ કરવા જઇ રહ્યો છું તે રજુ કરતાં રોમાંચ અનુભવું છું કેમકે આ રચના મારી “સર્વપ્રથમ” રચના છે.તે વખતે મને કાવ્ય-ગીત -ગઝલ વિષેની કોઇ જ સમજણ ન હતી. પરંતુ વિરહના આવેગમાં લખાયેલી આ રચનામાં મે મારી લાગણી અને રોષ ઠાલવ્યા છે. રચનાનું નામ છે “યાદોના સપનાં”
12 માર્ચ 1976 ના રોજ તત્કાલિન વડાપ્રધાન સ્વ.ઇન્દીરા ગાંધીના કાળમાં કટોકટી લાદવામાં આવી ત્યારે રાજકીય કેદી તરીકે નજરકેદ કરવા પાલનપુર માંથી મારી સૌ પ્રથમ ધરપકડ થઇ અને આજ છુટીશું કાલ છુટીશું ની દ્વિધામાં છ થી સાત માસ વીતી ગયાં ત્યારે મારી તે વખતની પ્રેમિકા અને હાલની પત્નિને ઉદ્દેશીને લખાયેલું આ કાવ્ય તે વખતની દ્વિધા,મારો રોષ વગેરે પ્રગટ કરે છે આપને આજથી 33 વર્ષ પાછળ લઇ જઇને મારું દીલ ખોલી રહ્યો છું … મેં તે વખતે લગભગ 1 વર્ષ જેલમાં વિતાવ્યું હતું. મારી જીંદગીનું તે અવિસ્મરણિય સંભારણું છે તે વખતે ઉદભવેલા સબંધો આજે પણ ધણા મિત્રો સાથે અકબંધ છે.સાબરમતી સેંટ્રલ જેલમાં અમે 200 જેટલા જુદાજુદા ક્ષેત્રમાંથી આવતાં મિત્રો સાથે રહેતા હતાં.આજે પણ  આપણાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી “લોકસાહીના પ્રહરીનું અભિવાદન”કાર્યક્રમ હેઠળ મિસાવાસીઓનું બહુમાન કરે છે તે પ્રસંશનીય છે…
 
યાદ તો આવતી હશે પ્રીતુ કેરી
કરી હશે ધણીએ કલ્પનાઓ અનેરી
વાટ જોતા હશો સોનેરી પળોની
શીદને ભૂલાશે,ક્રૂરક્ષણો આ અણીની
 
આંખો મીંચી તમે ઝુલ્યાં સ્વપ્ન હીંડોળે,
સ્વપ્નમાં વાતો કરી હશે અબોલે
એતો કહો?શું અનુભવ્યું’તું એ પળે
મને તો શીદને એ અહીયાં કળે.
 
ભૂતકાળ યાદ કરવાનો કરું છું યત્ન
મનમાં વાગોળું છું એ જુના નિરુંપણ
હે!શું તુ પણ કરે છે મારું અનુકરણ
પણ હું તો હાલ કરું છું પ્રભુ સ્મરણ
 
હવે તો ગણાઇ રહ્યા છે આ દિવસો
ના,આપો ખોટો તમારા દીલને દીલાસો
જો તમે નહી માનો તો અંતે પશ્તાસો
અરે! જુઓ આવ્યો આ માસ આસો
 
જાણું છું,ધણી છે સમસ્યાં સાંપ્રત
જીવનમાં રહેવાની છે તે શાશ્વત
પહેલા સહ્યી,હવે થોડી સહ્યી લો આફત
વધું તો ના કહું, માત્ર આ તો છે ઇશારત
 
દબાવીને બેઠો છું મળવાનો ઉન્માદ
હર ક્ષણે રહે છે તમારી લલિત યાદ
એકલો છું,કોને કરું  આ ફરીયાદ
મન તન્મય, છતાં છે તનમનાટ
 
લઇશું એક દિ’,આ દિવસોનો બદલો
હાલ તો તમે બાંધી રાખો સ્વપ્ન હિંડોળો
દિલકેરા તાર તૂટીજશે,તો વગોવશે વગો,
હવે ના રહેશો, ખાવા ક્યાંય પોરો
દિવસ આવ્યો છે એ મળવાનો ઓરો
તે દિ’જ અમે લેશું આનંદ હિલોળો

16 ટિપ્પણીઓ »

  1. 12 માર્ચ 1976 ના રોજ તત્કાલિન વડાપ્રધાન સ્વ.ઇન્દીરા ગાંધીના કાળમાં કટોકટી લાદવામાં આવી ત્યારે રાજકીય કેદી તરીકે નજરકેદ કરવા પાલનપુર માંથી મારી સૌ પ્રથમ ધરપકડ થઇ અને આજ છુટીશું કાલ છુટીશું ની દ્વિધામાં છ થી સાત માસ વીતી ગયાં
    ——————
    આ અનુભવ લેવા માટે ધન્યવાદ ..

    સરસ રચના …

    ટિપ્પણી by સુરેશ જાની — ડિસેમ્બર 18, 2009 @ 4:00 પી એમ(pm) | જવાબ આપો

  2. dear Narendra

    I have virtually found a treasure of sentiments and feelings in your poetry wherein you have poured your heart.

    I can visulise the samvedna behind those vivacious words with the aid you have composed the lovely live and brio poetry which made missed my heart beats frequently while going through word by word!!

    dear narendra. Almighty has filled the diversities in you and bestowed upon her bliss which have made u an automobile expert-law fellow and still bearing the heart of a poet..!!

    I wish you good luck!!

    Hemendra.

    ટિપ્પણી by hemendra — ડિસેમ્બર 19, 2009 @ 3:35 એ એમ (am) | જવાબ આપો

  3. દબાવીને બેઠો છું મળવાનો ઉન્માદ
    આપે લખ્યું છે જગતાપજી આબાદ…

    કટોકટીને એ ઘડીઓ આજે ય યાદ
    લોકશાહી ત્યારે થઈ હતી બરબાદ.

    મિસાની ન હતી કોઈ દિશા ત્યારે
    ઠોકશાહીનો સર્વે કડવો હતો સ્વાદ..

    ટિપ્પણી by નટવર મહેતા — ડિસેમ્બર 19, 2009 @ 10:56 એ એમ (am) | જવાબ આપો

  4. દબાવીને બેઠો છું મળવાનો ઉન્માદ
    હર ક્ષણે રહે છે તમારી લલિત યાદ
    એકલો છું,કોને કરું આ ફરીયાદ
    મન તન્મય, છતાં છે તનમનાટ
    Very Nice Narendrbhai,this poem from your
    deep true experience so wonderful.Kewep it up

    ટિપ્પણી by Dilip Gajjar — ડિસેમ્બર 19, 2009 @ 11:04 એ એમ (am) | જવાબ આપો

  5. Khub j saras rachana chhe kaka.

    ટિપ્પણી by Mukesh S.Modh — ડિસેમ્બર 21, 2009 @ 8:38 એ એમ (am) | જવાબ આપો

  6. નરેન્દ્રભાઈની આ રચના એમના સ્વમુખે સાંભળતાં વખતે એમના ચહેરા ઉપર લાગણીઓની જે ભરમાર જોવા મળી હતી તે આજે આ વાંચતાં નજર સમક્ષ તાદ્ર્શ થઈ ગઈ.વિરહની વેદના નું હ્રદય-વિદારક વર્ણન….!!!!!

    ટિપ્પણી by manhar m.mody ('mann' palanpuri ) — ડિસેમ્બર 22, 2009 @ 3:04 પી એમ(pm) | જવાબ આપો

  7. નરેન્દ્ર ભાઇ ખુબ જ ભીની સંવેદનાઓ છે.
    તમે મને મારો ભુતકાળ યાદ કરાવી દિધો જે તમારી સાથે Share કર્યા વગર રહેવાશે નહીં.
    ૧૯૭૬ માં હું અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ઘણો એક્ટીવ સ્વયં-સેવક હતો અને એક આદેશ પ્રમાણે અમારે બાર બાર લોકોના ગ્રુપમાં અમદાવાદમાં ભદ્ર પાસે
    આવેલ પ્રિ-સેન્સસર શીપ સરકારી અધિકારીની ઓફીસે સમુહમાં ધરણા અને સ્વેચ્છાએ ધરપકડ વહોરીને વિરોધ પ્રગટ કરવાનો હતો.ઘણી મોટી સંખ્યામાં લોકો અમને ભદ્રની ઓફીસ સુધી સાથ આપવા આવેલા. પોલીસ અમારી ધરપકડ કરીને અમને સમુહમાં સાબરમતી જેલમાં રાજકીય કેદી તરીકે પકડીને લઇ ગઇ હતી.બાબુ ભાઇની જનતા સરકાર હતી એટલે ત્રણ દિવસ સાબરમતી જેલમાં રાખ્યા પછી ઘી-કાંટા રોડ પર આવેલી કોર્ટમાં કેસ ચાલેલો અને તે વખતના પ્રખ્યાત વકીલ શ્રી શાન્તીલાલ દરુએ આ કેસ હેન્ડલ કરીને “લોક શાહીમાં વિચાર વ્યક્ત કરવાનો સૌને અધીકાર છે” તેવા તર્કો સાથે બે ત્રણ કલાક કેસ ચાલ્યા પછી છોડી દેવામાં આવ્યા હતાં. ત્રણ દિવસ જેલની હવા મે પણ ખાધી છે એટલે તમારી ભાવનાને કદાચ સૌથી વધારે હું સમજી શકું એવું મને લાગે છે.

    ટિપ્પણી by દિનકર ભટ્ટ — ડિસેમ્બર 25, 2009 @ 10:48 એ એમ (am) | જવાબ આપો

  8. સરસ રચના અને એમાં સચ્ચાઈ પણ દેખાય છે.પ્રેમ નીજી છે એટલે તેમાં લાલિત્ય છે.
    http://himanshupatel555.wordpress.com

    ટિપ્પણી by himanshupatel555 — જાન્યુઆરી 4, 2010 @ 2:29 એ એમ (am) | જવાબ આપો

  9. યાદ તો આવતી હશે પ્રીતુ કેરી
    કરી હશે ધણીએ કલ્પનાઓ અનેરી
    વાટ જોતા હશો સોનેરી પળોની
    શીદને ભૂલાશે,ક્રૂરક્ષણો આ અણીની

    wonderful beginning and ful lwith feelings.
    Congratulation.

    વસંત પંચમી
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel — જાન્યુઆરી 10, 2010 @ 6:11 એ એમ (am) | જવાબ આપો

  10. Good Gazal
    Bahu Saras 6
    Aavu ne aavu lakhata raho avi amari subhechha.

    ટિપ્પણી by Anil Limbachiya & Kiran — જાન્યુઆરી 13, 2010 @ 11:22 એ એમ (am) | જવાબ આપો

  11. જાણું છું,ધણી છે સમસ્યાં સાંપ્રત
    જીવનમાં રહેવાની છે તે શાશ્વત
    શાશ્વત વાત કહેતી પંક્તિઓ.

    સુંદર કવન અભિનંદન.

    શુભ મકર સંક્રાન્તિ.

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel — જાન્યુઆરી 14, 2010 @ 5:16 પી એમ(pm) | જવાબ આપો

  12. Dear Nabdu,

    wonderful Gazal with full of sentiments.
    Congratulation.

    ટિપ્પણી by HP Rathod — જાન્યુઆરી 15, 2010 @ 6:37 એ એમ (am) | જવાબ આપો

  13. જાણું છું,ધણી છે સમસ્યાં સાંપ્રત
    જીવનમાં રહેવાની છે તે શાશ્વત
    પહેલા સહ્યી,હવે થોડી સહ્યી લો આફત
    વધું તો ના કહું, માત્ર આ તો છે ઇશારત
    ….
    આપના કાવ્ય દ્વારા આપે ઐતિહાસિક ક્ષણો ઉજાગર કરી,

    સ્વતંત્રતા માટે લડનાર નું ખમીર પ્રગટ કરી દીધું.

    એક નવો જ અનુભવ અને આવડા મોટા લોકશાહી

    દેશને સાત માસ માટે કારાગર બનાવી દીધો.

    પછીના ઈલેક્શનમાં પ્રજાનૉ અને લીડરોનો જુસ્સો

    જોયેલો. શ્રીમોરારજીભાઈ,શ્રીબાજપાયજીઅનેશ્રી જયપ્રકાશજી

    જેવા નેતા સાથે આપ જેવા મહાનુભાવોને ધન્યવાદાઅપીએ

    ઍટલા ઑછા પડે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    ચંદન સ્નેહ – રમેશ પટેલ(આકાશદીપ)
    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel — જાન્યુઆરી 20, 2010 @ 3:04 એ એમ (am) | જવાબ આપો

  14. Misa Jevi Sarmukhtaryni Kayre pan Sarahna Nahinj Karay.
    Biji Baju Joiae.
    Ae Divasoma Sarkari Daftaroman Lokona Kamno Nikal, Samaysar Hajar Rhevu,
    Ane Aaje ???
    Kon Kone Layak ???

    ટિપ્પણી by Patel Popatbhai — ફેબ્રુવારી 5, 2010 @ 11:21 એ એમ (am) | જવાબ આપો

  15. Misa Jevi Sarmukhtaryni Kayre pan Sarahna Nahinj Karay.
    Biji Baju Joiae.
    Ae Divasoma Sarkari Daftaroman Lokona Kamno Nikal, Samaysar Hajar Rhevu,
    Ane Aaje ???
    Kon Kone Layak ???

    Tamne Bija Sathione vityun Ae Kalpanaj A-sahya chhe j.

    ટિપ્પણી by Patel Popatbhai — ફેબ્રુવારી 5, 2010 @ 11:24 એ એમ (am) | જવાબ આપો

  16. ભાઈશ્રી. નરેન્દ્રભાઈ

    સુંદર પંક્તિઓ

    દબાવીને બેઠો છું મળવાનો ઉન્માદ
    હર ક્ષણે રહે છે તમારી લલિત યાદ
    એકલો છું,કોને કરું આ ફરીયાદ
    મન તન્મય, છતાં છે તનમનાટ

    વાહ …સાહેબ…વાહ…..!

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ડિસેમ્બર 29, 2011 @ 11:30 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to Ramesh Patel જવાબ રદ કરો

Blog at WordPress.com.