Narendrajagtap's Blog

સપ્ટેમ્બર 4, 2011

કેમ કરી ભીંજાવું

Filed under: ગઝલ — narendrajagtap @ 11:46 એ એમ (am)
Tags:

શ્રાવણ બેઠો,…વરસાદ છેટો…
કેમ કરી ભીજાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
ભાળ રાખીને બેઠી હું તો
ઝરમર આવે વ્હેલા
ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું
બોલરે સખી મારે કરી ભીંજાવું

વ્હેલો આવીશ કહીને, પ્રિતમ ગ્યાં પરદેશ
ઉભી ઉભી ઝુરી મરું હું
ક્યારે આવશે એ દેશ
ઉંડા શ્વાસે દુર દેશે હું,અંગ ફોરમ રેલાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

20 ટિપ્પણીઓ »

  1. સરસ ગીત થયું …આ વિરહીનીનું ગીત મે પણ બનાવ્યુ છે મૂકિશ …તમારૂં ખૂબ લયબધ્ધ થયું છે…
    કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
    ભાળ રાખીને બેઠી હું તો
    ઝરમર આવે વ્હેલા
    ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું
    સપના

    ટિપ્પણી by sapana — સપ્ટેમ્બર 4, 2011 @ 1:07 પી એમ(pm) | જવાબ આપો

  2. ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું .. સુંદર ભાવો ..

    ટિપ્પણી by Daxesh Contractor — સપ્ટેમ્બર 4, 2011 @ 3:51 પી એમ(pm) | જવાબ આપો

  3. હળવો હળવો બિંજાયો હું ગમ્યું….

    ટિપ્પણી by himanshupatel555 — સપ્ટેમ્બર 5, 2011 @ 12:34 એ એમ (am) | જવાબ આપો

  4. લય અને પ્રાસબધ્ધ ભાવવાહી રચના.ખૂબ જ સુંદર.

    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — સપ્ટેમ્બર 5, 2011 @ 4:51 એ એમ (am) | જવાબ આપો

  5. સુંદર, વિરહણના ભાવને પ્રયોજતું ગીત, ગમ્યું…
    જોકે લયનું જુદાપણું જરાક ખટક્યું..

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — સપ્ટેમ્બર 5, 2011 @ 5:06 એ એમ (am) | જવાબ આપો

  6. very nice,good……………

    ટિપ્પણી by mukesh — સપ્ટેમ્બર 5, 2011 @ 10:03 એ એમ (am) | જવાબ આપો

  7. એકદમ લયબધ્ધ અને સુંદર ગીત બન્યું છે નરેન્દ્રભાઈ. તરન્નુમમાં રજુઆત થાય તો મજા આવી જાય. આવું જ એક સુંદર આષાઢી ગીત તમારા પડોશ કલોલના શ્રી. વિરાજ અવકાશનું છે જેને શ્રી. નયનેશ જાનીએ સ્વરબધ્ધ કરીને ગાયું છે. બે દિવસથી વિચારતો હતો કે બ્લોગ પર મૂકું તો બધા મિત્રો માણી શકે. હવે તો મૂકવું જ પડશે.

    ટિપ્પણી by Jagadish Christian — સપ્ટેમ્બર 5, 2011 @ 12:46 પી એમ(pm) | જવાબ આપો

  8. क्या बात हे ,ग़ज़ल को भी पीछे छोड़ दिया इश कविताने तो………आप कविता ही लिखो………मजा आ गया……….

    ટિપ્પણી by mehul — સપ્ટેમ્બર 5, 2011 @ 4:15 પી એમ(pm) | જવાબ આપો

  9. Enjoy your nice Geet with wonderful expression!
    Sudhir Patel.

    ટિપ્પણી by sudhir patel — સપ્ટેમ્બર 5, 2011 @ 5:22 પી એમ(pm) | જવાબ આપો

  10. […] એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ […]

    પિંગબેક by હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દ — સપ્ટેમ્બર 6, 2011 @ 5:17 એ એમ (am) | જવાબ આપો

  11. […] એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ […]

    પિંગબેક by હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દ — સપ્ટેમ્બર 6, 2011 @ 5:50 એ એમ (am) | જવાબ આપો

  12. ભીજાવાની રાહ જોતી અભિસારિકાની લાગણીઓનું સુંદર આલેખન .
    નરેન્દ્રભાઈ, ભગવાને તમારી આ અભિસારિકાની લાગણીઓ ધ્યાનમાં લઈને ભરપુર વરસાદ મોકલી આપ્યો, નાહવું હોય એટલું નાહી લો.

    ટિપ્પણી by MANHAR MODY — સપ્ટેમ્બર 6, 2011 @ 8:43 એ એમ (am) | જવાબ આપો

  13. saras geet. tamaru geet vanchi mane maru geet yad aavi gayu.
    bolne sakhi man ne mara kem kari samjavu,
    aavti eni yadne sakhi kem kari atkavu ?
    zarmar thaine aankh thi varse
    eni yadnu re chomasu,
    sajan vina kem kari
    sakhi gaashu pritnu gaanu.
    virahni aa vyatha sakhi kone re sambhlavu
    bolne sakhi man ne mara kem kari samjavu ?
    aambadale bethibethi
    koyladi geet gaati,
    umbare ubhi jota vtyu
    aankhaldi bhinjati.
    sahyba vina bolne sakhi sidne re harkhvu,
    bolne sakhi man ne mara kem kari samjavu ?
    khetare bolya mor ne
    ena kalaje tahuka vagya,
    varsadi maholna sakhi
    divaso vasma lagya,
    vahalbhari ae bath vina to kem kari bhinjavu,
    bolne sakhi man ne mara kem kari samjavu ?
    -Varsha Barot

    ટિપ્પણી by vikash — સપ્ટેમ્બર 6, 2011 @ 10:13 એ એમ (am) | જવાબ આપો

  14. પ્રોષિતભર્તૃકાનો ઝુરાપો વ્યક્ત કરતું સુંદર ગીત.

    ટિપ્પણી by devika dhruva — સપ્ટેમ્બર 6, 2011 @ 3:29 પી એમ(pm) | જવાબ આપો

  15. Excellent. Portrayal of nice emotions in a few lines in anticipation of rain and loved one.

    ટિપ્પણી by venunad — સપ્ટેમ્બર 6, 2011 @ 3:45 પી એમ(pm) | જવાબ આપો

  16. ખૂબ જ સુંદર ,ભાવવાહી રચના.ખૂબ જ ગમ્યું…!

    ટિપ્પણી by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) — સપ્ટેમ્બર 7, 2011 @ 8:30 એ એમ (am) | જવાબ આપો

  17. કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
    ભાળ રાખીને બેઠી હું તો
    Sunder geet Narendrabhai..
    lakhta trahejo..

    ટિપ્પણી by Dilip Gajjar — સપ્ટેમ્બર 7, 2011 @ 9:51 એ એમ (am) | જવાબ આપો

  18. मस्त………….

    ટિપ્પણી by મેહુલ જોષી — સપ્ટેમ્બર 9, 2011 @ 4:55 પી એમ(pm) | જવાબ આપો

  19. શ્રીમાન. નરેન્દ્રભાઈ

    ખુબ જ સરસ રચના વાહ સાહેબ વાહ…..!

    સુંદર પંક્તિઓ

    ” બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું.”

    કિશોરભાઈ પટેલ

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ — સપ્ટેમ્બર 14, 2011 @ 5:36 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Create a free website or blog at WordPress.com.