Narendrajagtap's Blog

સપ્ટેમ્બર 8, 2013

નચાવી છે

Filed under: ગઝલ — narendrajagtap @ 12:08 પી એમ(pm)

મદારી  થઇ જમાનાએ, ઇશારાથી નચાવી છે
અમારી જાતને પૂછો, પરાણે મે બચાવી છે

જગત જાલીમ છે એ તો, ખબર નો’તી પડી મુજને
પ્રહારો શબ્દના ઝીલી,ખુમારી મે ટકાવી છે

મલાજો મેં નથી લજવ્યો,બનાવ્યો જે જમાનાએ
ધરી ફૂલો,સહી કંટક,સમજદારી નિભાવી છે

પડ્યા પર મારવું પાટું,જગત રીતિ નિરાળી છે
ભરીને વિષ આ દેહે, અમે અમૃત બનાવી છે

સમયના વ્હેણમાં આવ્યાં,ઘણા ફૂલો,ઘણા પથ્થર
કરેલા કર્મ ઝરણામાં,જીવન નૌકા વહાવી છે.

Advertisements

11 ટિપ્પણીઓ »

  1. હવે છોડો તમે આવી બધી ઉલઝન અરે! જગતાપ
    બની આઝાદ જગમાં જોઈ લો કેવી સફર જમાવી છે.

    ટિપ્પણી by સુરેશ જાની — સપ્ટેમ્બર 8, 2013 @ 2:58 પી એમ(pm) | જવાબ આપો

    • નમસ્કાર  સુરેશભાઇ… ખુબ ખુબ આભાર પ્રતિભાવ આપવા બદલ…કુશળ હશો….

      ટિપ્પણી by narendrajagtap — સપ્ટેમ્બર 10, 2013 @ 5:09 પી એમ(pm) | જવાબ આપો

  2. વાહ! બહુ સરસ.
    સરયૂ

    ટિપ્પણી by SARYU PARIKH — સપ્ટેમ્બર 8, 2013 @ 3:22 પી એમ(pm) | જવાબ આપો

  3. મલાજો મેં નથી લજવ્યો,બનાવ્યો જે જમાનાએ
    ધરી ફૂલો,સહી કંટક,સમજદારી નિભાવી છે ખૂબ સરસ રચના નરેન્દ્રભાઈ દેરસે આયે દુરસ્ત આયે

    ટિપ્પણી by sapana53 — સપ્ટેમ્બર 8, 2013 @ 3:52 પી એમ(pm) | જવાબ આપો

  4. “મલાજો મેં નથી લજવ્યો,બનાવ્યો જે જમાનાએ
    ધરી ફૂલો,સહી કંટક,સમજદારી નિભાવી છે”
    સુંદર રીતે આપે આપના મનોભાવો નિરુપ્યા છે, આનંદ!

    ટિપ્પણી by venunad — સપ્ટેમ્બર 8, 2013 @ 5:43 પી એમ(pm) | જવાબ આપો

  5. સમયના વ્હેણમાં આવ્યાં,ઘણા ફૂલો,ઘણા પથ્થર
    કરેલા કર્મ ઝરણામાં,જીવન નૌકા વહાવી છે.
    Khub j saras gazal..

    ટિપ્પણી by Dilip Gajjar — સપ્ટેમ્બર 8, 2013 @ 9:08 પી એમ(pm) | જવાબ આપો

  6. મલાજો મેં નથી લજવ્યો,બનાવ્યો જે જમાનાએ
    ધરી ફૂલો,સહી કંટક,સમજદારી નિભાવી છે..

    આખી ગઝલ સુંદર અને પ્રવાહી બની છે…એક ભૂલ પ્રત્યે ધ્યાન દોરું ?!! ચોથા શે’રમાં અમ્રૃત શબ્દને નારી જાતિનો ગણ્યો છે જે નાન્યતર જાતિનો છે.કોઇ બીજો કાફિયો વાપરી શે’ર મઠારવો પડે.

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — સપ્ટેમ્બર 9, 2013 @ 7:24 એ એમ (am) | જવાબ આપો

    • ખુબ ખુબ આભાર … આવી સૂક્ષ્મ ભૂલ શોધી આપવા બદલ…. પરંતુ આ શબ્દ મને શ્રી નયનભાઇ દેસાઇ એ સુચવ્યો છે..તેથી હુ બેફીકર હતો…

      ટિપ્પણી by narendrajagtap — સપ્ટેમ્બર 10, 2013 @ 5:02 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: