Narendrajagtap's Blog

જુલાઇ 7, 2012

જીવું છું

Filed under: ગઝલ — narendrajagtap @ 1:47 એ એમ (am)

વરસો જુના હું દાયરામાં જીવું છું
ખખડી ગયેલા ખોરડામાં જીવું છું

ક્યાં જિંદગીનો કોઇ હલ ઉપલબ્ધ છે,
ઉત્તર વગરના કોયડામાં જીવું છું

શું આ જ છે જીવતર ખરેખર? ક્યોં મને
આડંબરોના નેસડામાં જીવું છું

સગપણ ખરા સમજાય છે ક્યાં કોઇને
તડકા ભરેલા છાંયડામાં જીવું છું

ભય મૃત્યુનો,નિર્ધાર નહીં બદલી શકે
બે ખોફ,મારા આયખામાં જીવું છું

Advertisements

10 ટિપ્પણીઓ »

  1. બહુ સરસ લખાઈ છે.
    સરયૂ પરીખ

    ટિપ્પણી by SARYU PARIKH — જુલાઇ 7, 2012 @ 2:04 એ એમ (am) | જવાબ આપો

  2. વાહ….નરેન્દ્રભાઇ,
    સરસ ગઝલ મળી આપના તરફથી.
    ઉત્તરવગરના કોયડા અને આડંબરોના નેસડામાં જીવવાનું કલ્પન સશક્ત લાગ્યું. – અભિનંદન.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — જુલાઇ 7, 2012 @ 3:20 એ એમ (am) | જવાબ આપો

  3. તડકા ભરેલા છાંયડામાં જીવું છું

    Sundar…..

    ટિપ્પણી by Anil Chavda — જુલાઇ 7, 2012 @ 4:18 એ એમ (am) | જવાબ આપો

  4. સગપણ ખરા સમજાય છે ક્યાં કોઇને
    તડકા ભરેલા છાંયડામાં જીવું છું…..
    વાહ સુન્દર અભિવ્યક્તિ..!! મજાની ગઝલ….

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — જુલાઇ 7, 2012 @ 5:00 એ એમ (am) | જવાબ આપો

  5. વાહદોસ્ત, મસ્ત ગઝલ લખી છે. બહુ જ સરસ. આ બે શેર તો ખુબ જબરજસ્ત છે.

    ક્યાં જિંદગીનો કોઇ હલ ઉપલબ્ધ છે,
    ઉત્તર વગરના કોયડામાં જીવું છું

    સગપણ ખરા સમજાય છે ક્યાં કોઇને
    તડકા ભરેલા છાંયડામાં જીવું છું

    ટિપ્પણી by 'મન' પાલનપુરી (મનહર એમ.મોદી) — જુલાઇ 7, 2012 @ 6:34 એ એમ (am) | જવાબ આપો

  6. સરસ ગઝલ. દરેક શેર ગમ્યાં..

    ખાસ કરીને…

    ક્યાં જિંદગીનો કોઇ હલ ઉપલબ્ધ છે,
    ઉત્તર વગરના કોયડામાં જીવું છું

    વાહ

    ટિપ્પણી by Tejas Shah — જુલાઇ 7, 2012 @ 8:27 એ એમ (am) | જવાબ આપો

  7. બહુજ સરસ ગઝલ,સુંદર અભિવ્યક્તિ.

    ટિપ્પણી by hemapatel — જુલાઇ 7, 2012 @ 12:08 પી એમ(pm) | જવાબ આપો

  8. સગપણ ખરા સમજાય છે ક્યાં કોઇને
    તડકા ભરેલા છાંયડામાં જીવું છું
    Sunder gazal…enjoyed.

    ટિપ્પણી by Dilip Gajjar — જુલાઇ 8, 2012 @ 6:00 પી એમ(pm) | જવાબ આપો

  9. ભય મૃત્યુનો,નિર્ધાર નહીં બદલી શકે
    બે ખોફ,મારા આયખામાં જીવું છું વાહ નરેન્દ્રભાઈ કલમે બરાબર જોર પકડ્યુ છે…..ખૂબ સરસ ગઝલ બની

    ટિપ્પણી by sapana — જુલાઇ 10, 2012 @ 12:04 પી એમ(pm) | જવાબ આપો

  10. પ્રિય નરેન્દ્રભાઈ,

    ખૂબ જ સરસ

    દાયરા, ખોરડા, કોયડા, નેસડા,છાંયડા, આયખા

    જીવું છું

    આપની દરેક રચનામાં નવીનતા જોવા મળે છે.

    આભાર…

    ટિપ્પણી by Kiran Soni — જુલાઇ 11, 2012 @ 9:21 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: