Narendrajagtap's Blog

મે 6, 2012

અભિયાનમાં

Filed under: ગઝલ — narendrajagtap @ 12:01 પી એમ(pm)

વ્યસન તજી સ્વસ્થ રહો,આવો તમે અભિયાનમાં
થાપણસમો આ દેહ છે,મનડું ભમે અભિયાનમાં

માનવમટી ભરખાઇને,દોઝખભર્યા નરકાલયે
સમજે મને જે સાનમાં,માણસ ખપે અભિયાનમાં

મક્કમબની વ્યસન તજી,સમજાવતો જે અન્યને
પ્રેમે કરી અપનાવતાં,સૌને ગમે અભિયાનમાં

દૂષણબની રોગો કરી,બંધાણમાં તાણી જશે
તેથી જ તો બોલાવીએ, સૌને અમે અભિયાનમાં

સરકારની પણ છે ફરજ,આપો તમે પણ સાથ જો
ભારત બને સ્વસ્થ સરસ,નજરે તરે અભિયાનમાં

15 ટિપ્પણીઓ »

  1. સાચી વાત છે પણ
    સરકારની પણ છે ફરજ,આપો તમે પણ સાથ જો
    ભારત બને સ્વસ્થ સરસ,નજરે તરે અભિયાનમાં
    સરકારની આશા ન રાખશો…આપણે સૌ જન સામાન્યએ સફળ કરવાનું છે અભિયાન.

    ટિપ્પણી by pragnaju — મે 6, 2012 @ 12:30 પી એમ(pm) | જવાબ આપો

  2. અભિયાનમાં radif saras chhe… maja padi

    ટિપ્પણી by Anil Chavda — મે 8, 2012 @ 4:18 એ એમ (am) | જવાબ આપો

  3. સુંદર ગઝલ, વ્યસન હટાવ ઝુંબેશને સાર્થક કરે છે…

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — મે 8, 2012 @ 6:50 એ એમ (am) | જવાબ આપો

  4. સરસ રચનાઓને પ્રકાશિત કરતું અભિયાન ! ધન્યવાદ.

    ટિપ્પણી by jjkishor — મે 9, 2012 @ 1:30 એ એમ (am) | જવાબ આપો

  5. સુંદર ગઝલ ને સુંદર અભિયાન

    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by nabhakashdeep — મે 9, 2012 @ 4:58 એ એમ (am) | જવાબ આપો

  6. વ્યસન મુક્તિ માટે નો આ અભિયાન ગઝલ સ્વરૂપે ખૂબજ ઉત્તમ અને સુંદર છે. જે સમાજ માટે ઉત્તમ કાર્ય નો એક ભાગ છે.

    ધન્યવાદ !

    ટિપ્પણી by અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' — મે 9, 2012 @ 12:13 પી એમ(pm) | જવાબ આપો

  7. Sunder gazal vyasanmukti mate..abhiyaan ni..

    ટિપ્પણી by Dilip Gajjar — મે 10, 2012 @ 5:28 પી એમ(pm) | જવાબ આપો

  8. મજાનું !

    કાવ્યમાં અભિયાન અને અભિયાનમાં કાવ્ય !!

    ટિપ્પણી by jjkishor — મે 18, 2012 @ 12:54 એ એમ (am) | જવાબ આપો

  9. વ્સયસનમુક્તિ નું સરસ અભિયાન …કાશ, સૌને એ વાંચી જાગૃતિની ભેટ મળે

    ટિપ્પણી by Daxesh Contractor — જૂન 19, 2012 @ 6:13 એ એમ (am) | જવાબ આપો

  10. વ્યસનમુક્તિનું અભિયાન ગઝલ દ્વારા ! નવો જ પ્રયોગ ! સરસ…લોકજાગ્રુતિની નવતર ઢબમાં ઝુંબેશ

    ટિપ્પણી by Tejas Shah — જૂન 26, 2012 @ 10:40 એ એમ (am) | જવાબ આપો

  11. માનવમટી ભરખાઇને,દોઝખભર્યા નરકાલયે
    સમજે મને જે સાનમાં,માણસ ખપે અભિયાનમાં
    sunder…abhiyaan..maate saras gazal..enjoyed.

    ટિપ્પણી by Dilip Gajjar — જૂન 26, 2012 @ 10:16 પી એમ(pm) | જવાબ આપો

  12. સરકારની પણ છે ફરજ,આપો તમે પણ સાથ જો
    ભારત બને સ્વસ્થ સરસ,નજરે તરે અભિયાનમાં વાહ નરેન્દ્રભાઈ આટળી સરસ ગઝલ બની અભિયાનમાં !!!!કાશ આપના જેવાં વધારે કવિઓ દેશ દાજ રાખીને યુવાનોને બચાવવામાં મદદ કરે તો!!! કહે છેને કે જે ધાર તલવારમાં નથી તે શબ્દમાં છે…

    ટિપ્પણી by sapana — જુલાઇ 2, 2012 @ 9:13 એ એમ (am) | જવાબ આપો

    • વ્યસન તજી સ્વસ્થ રહો,આવો તમે અભિયાનમાં
      થાપણસમો આ દેહ છે,મનડું ભમે અભિયાનમાં
      થાપણ સમો આ દેહ વાહ..શું કદર એન મુલ્યવાન વાત તમે આ શબ્દથી કહી… ..કશો જવાબ ન આપે ત્યારે એમ લાગે કે કેવું મૌન વ્રત છે પણ હકીકતમાં મોંમાં તમાકુ ભર્યું હોય છે..સાંભળ્યું છે કે બધા ખેતરના પાકા ને સાચવવા વાળ જરૂરી પણ તમાકુ ના ખેતરને વાડ નહીં કેમ કે ગધેડા પણ તંબાકુ થી દુર રહે છે ખાતા નથી..અને આ દોડાહ્દાહ્યો માનવ ! એક આવો જ સબંધી મને ભારતથી પડીકી લાવવા કહેતો હતો.તેને કશું ન મળ્યું મારા તરફથી..વ્યાસની સદગુણો ને સમજે આદર કરે તો વ્યાસન ન રહે..દેહ મારો નથી માટે મને ગમે તે ખાવો વાપરવાનો અધિકાર નથી .

      ટૂંકી ટચરક વાત, કબીરા Video

      ટિપ્પણી by Dilip Gajjar — જુલાઇ 2, 2012 @ 3:26 પી એમ(pm) | જવાબ આપો

  13. good message in gazal.

    ટિપ્પણી by 'મન' પાલનપુરી (મનહર એમ.મોદી) — જુલાઇ 7, 2012 @ 6:29 એ એમ (am) | જવાબ આપો

  14. ganu ja saras

    ટિપ્પણી by lalit — સપ્ટેમ્બર 21, 2012 @ 4:50 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to jjkishor જવાબ રદ કરો

Blog at WordPress.com.