Narendrajagtap's Blog

ફેબ્રુવારી 29, 2012

પણ ના ડગે

Filed under: ગઝલ — narendrajagtap @ 8:44 એ એમ (am)

શૂરા ખરા એ માનવી,તલવારથી પણ ના ડગે
આવે કદી જો મોતના, અણસારથી પણ ના ડગે

વિચલીત મન વિચર્યા કરે ,એને બીજુ શું કામ છે
સંકલ્પ જે પાષાણવત, નિર્ધારથી પણ ના ડગે

આધાર જેનો ધર્મ છે,ને પથિક છે જે સત્યનો
પાંડવતણા ગાંડીવના, ટંકારથી પણ ના ડગે

પાવનસદા મન જે રહે,ઇચ્છાથકી જે પર રહે
કપટીજનોના આકરા,ફિટકારથી પણ ના ડગે

આ શબ્દકેરી સાધના, એકાગ્રચિત્તે જે કરે
દંભી સુધારાવાદીની,તકરારથી પણ ના ડગે

Advertisements

11 ટિપ્પણીઓ »

  1. Nice. Enjoyed.

    ટિપ્પણી by પંચમ શુક્લ — ફેબ્રુવારી 29, 2012 @ 8:53 એ એમ (am) | જવાબ આપો

  2. મક્કમતાની ગઝલ..સુંદર અભિવ્યક્તિ, સરળ પણ ગમી જાય તેવી રચના..
    વિચલીત મન વિચર્યા કરે ,એને બીજુ શું કામ છે
    સંકલ્પ જે પાષાણવત, નિર્ધારથી પણ ના ડગે
    વાહ..

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — ફેબ્રુવારી 29, 2012 @ 10:11 એ એમ (am) | જવાબ આપો

  3. સારા વિચારો..મત્લાનો શેર સુંદર..

    ટિપ્પણી by devikadhruva — ફેબ્રુવારી 29, 2012 @ 1:15 પી એમ(pm) | જવાબ આપો

  4. વિષયથી ન ડગીને સરસ રીતે ચાલતી મજાની ગઝલ ..

    ટિપ્પણી by દક્ષેશ કોન્ટ્રાકટર — ફેબ્રુવારી 29, 2012 @ 4:34 પી એમ(pm) | જવાબ આપો

  5. પાવનસદા મન જે રહે,ઇચ્છાથકી જે પર રહે
    કપટીજનોના આકરા,ફિટકારથી પણ ના ડગે

    આ શબ્દકેરી સાધના, એકાગ્રચિત્તે જે કરે
    દંભી સુધારાવાદીની,તકરારથી પણ ના ડગે
    Jagtaapbhai, Khub j sunder message aapti gazal..prerak..

    ટિપ્પણી by Dilip Gajjar — ફેબ્રુવારી 29, 2012 @ 10:32 પી એમ(pm) | જવાબ આપો

  6. સરસ ગઝલ થઈ રદિફ ગમી ગયો… આ શેર વિષશ ગમ્યો…
    વિચલીત મન વિચર્યા કરે ,એને બીજુ શું કામ છે
    સંકલ્પ જે પાષાણવત, નિર્ધારથી પણ ના ડગે

    ટિપ્પણી by sapana — ફેબ્રુવારી 29, 2012 @ 10:54 પી એમ(pm) | જવાબ આપો

  7. ખુમારીને બહુજ સરસ ભાવથી પ્રસ્તુત કરી નરેન્દ્રભાઇ….
    ખાસ અંતિમ શેરનો ગર્ભિત કટાક્ષ ગમ્યો….
    આ શબ્દકેરી સાધના, એકાગ્રચિત્તે જે કરે
    દંભી સુધારાવાદીની,તકરારથી પણ ના ડગે
    -અભિનંદન.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — માર્ચ 1, 2012 @ 5:41 પી એમ(pm) | જવાબ આપો

  8. kya bat he,bahu mast gazal bani che,aa khash gamyu…………વિચલીત મન વિચર્યા કરે ,એને બીજુ શું કામ છે
    સંકલ્પ જે પાષાણવત, નિર્ધારથી પણ ના ડગે

    ટિપ્પણી by mehul — માર્ચ 3, 2012 @ 4:39 પી એમ(pm) | જવાબ આપો

  9. ખુમારીના બહુજ સરસ ભાવ. ..સરસ ગઝલ

    આધાર જેનો ધર્મ છે,ને પથિક છે જે સત્યનો
    પાંડવતણા ગાંડીવના, ટંકારથી પણ ના ડગે
    Enjoyed.

    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by nabhakashdeep — માર્ચ 4, 2012 @ 9:20 પી એમ(pm) | જવાબ આપો

  10. Dagi n jaay Tevi Gazal…!

    SUndar Blog Banavyo chhe. Sughad, svachchh ane aakarshak

    ટિપ્પણી by Anil Chavda — માર્ચ 7, 2012 @ 3:21 એ એમ (am) | જવાબ આપો

  11. શ્રી નરેન્દ્રભાઈ
    હોળીની શુભેચ્છાઓ..

    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by nabhakashdeep — માર્ચ 7, 2012 @ 7:20 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: