Narendrajagtap's Blog

ડિસેમ્બર 29, 2011

તું છે ગઝલ

Filed under: ગઝલ — narendrajagtap @ 4:51 પી એમ(pm)

આ વાત મારી માન તું કે માનના તું છે ગઝલ
સ્વપ્નો બધાં મારા હરેક અરમાનના તું છે ગઝલ

મારી ગઝલ ત્યારે બને જો શેરમાં બસ તું રમે
પ્રત્યેક મતલામાં મને ઉલઝાવનાં તું છે ગઝલ

થઇ સૈફની ને થઇ અમર ઘાયલ અને આદિલની
સૌ સાધકોની સાધના-આરાધના તું છે ગઝલ

મત્લાથી લઇ મક્તા સુધીની હારમાળા શબ્દની
ગમતી ગઝલ સરજાવ તું અકળાવના તું છે ગઝલ

તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત
હદથી વધારે બસ હવે તડપાવના તું છે ગઝલ

16 ટિપ્પણીઓ »

  1. વાહ નરેન્દ્રભાઈ….
    સરસ ગઝલ બની છે,આ પંક્તિ બહુ ગમી…..
    સૌ સાધકોની સાધના-આરાધના તું છે ગઝલ
    અંતિમ શેરમાં ચારે પ્રહર ની જગ્યાએ આઠે’પ્રહર કરીએ તો?

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — ડિસેમ્બર 29, 2011 @ 6:13 પી એમ(pm) | જવાબ આપો

  2. સરસ રહી ગઝલ.
    થઇ સૈફની ને થઇ અમર ઘાયલ અને આદિલની
    સૌ સાધકોની સાધના-આરાધના તું છે ગઝલ……ક્યા કહી હૈ જનાબ.

    ટિપ્પણી by himanshupatel555 — ડિસેમ્બર 29, 2011 @ 6:17 પી એમ(pm) | જવાબ આપો

  3. તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત
    હદથી વધારે બસ હવે તડપાવના તું છે ગઝલ
    સ રસ
    યાદ્
    ક્યારીઓ સીંચી પુષ્પની, ઉપવનમાં પ્રેમથી
    યાદોની લઈ સુવાસ રહું છું, તું જાણે છે

    બસ તારો છું, તું મારી છે, કેવળ મગન હું એમ,
    બે દિ’ના બારેમાસ રહું છું, તું જાણે છે

    ટિપ્પણી by pragnaju — ડિસેમ્બર 29, 2011 @ 6:57 પી એમ(pm) | જવાબ આપો

  4. તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત
    હદથી વધારે બસ હવે તડપાવ ના, તું છે ગઝલ.
    સરસ ગઝલ …
    લખાણમાં થોડા સુધારાની જરૂર છે. જેમ કે મત્લામાં
    આ વાત મારી માન તું કે માનના તું છે ગઝલ
    ને બદલે
    આ વાત મારી માન તું કે માન ના, તું છે ગઝલ
    એમ કરતાં તમે જે કહેવા માંગો છો તે સ્પષ્ટ થશે. (અકળાવ ના, ઉલઝાવ ના એ જ રીતે સુધારવાની જરૂર છે) ગુજરાતીમાં અલ્પવિરામ કે બે શબ્દ જોડવા, છૂટા પાડવા વિગેરે પર ધ્યાન ન આપીએ તો અર્થનો અનર્થ થાય એથી જાગૃતિ માટે લખ્યું છે. ખોટું ન લગાડશો.

    ટિપ્પણી by Daxesh Contractor — ડિસેમ્બર 29, 2011 @ 7:28 પી એમ(pm) | જવાબ આપો

  5. શ્રીમાન. નરેન્દ્રભાઈ

    શું આપે ગઝલ બનાવી છે સાહેબ

    મજા પડી ગઈ

    તેમાય આ પંક્તિ તો ખુબ જ ગમી ગઈ

    ” તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત

    હદથી વધારે બસ હવે તડપાવના તું છે ગઝલ.”

    બસ એટલુ જ કહેવું છે કે આપ તો ” શબ્દના મહારથી ” છો.

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ડિસેમ્બર 29, 2011 @ 11:24 પી એમ(pm) | જવાબ આપો

  6. મિત્ર જગતાપ

    મને યાદ કર્યો અને વિસરાયો નથી તે મારા માટે બહુજ મોટી વાત છે !

    દર્દ પણ ક્યારે ઘોડે ચડી ને આવે છે
    વિસરાયેલા અતીત ને મધુરો બનાવી લાવે છે

    વચ્ચે થોડો ગાળો એવો ગયો..હવે સ્વસ્થતા તરફ પ્રયાણ કરી રહીઓ છું
    વાત રહી તમારી ગઝલ ની…જેણે મને સવાર માં ઓક્સીજેન આપ્યો..
    ગઝલ અને તમે ઓતપ્રોત થયેલા છો અને કેટલી હદે તે વણાયેલી છે
    તેનો ક્યાસ કાઢી સકાય છે..સુન્દેર રચના..જીવંત રચના..પ્રેરક રચના ..

    ડો.હેમેન્દ્ર

    ટિપ્પણી by dr hemendra — ડિસેમ્બર 30, 2011 @ 3:09 એ એમ (am) | જવાબ આપો

  7. દક્ષેશભાઈની વાત સો ટકા સાચી છે.

    માનના
    અરમાનના
    ઉલઝાવનાં
    અકળાવના
    તડપાવના

    – આ બધાની જગ્યાએ –

    માન ના
    અરમાન ના
    ઉલઝાવ ના
    અકળાવ ના
    તડપાવ ના

    – આ રીતે જ લખી શકાય…

    ટિપ્પણી by વિવેક ટેલર — ડિસેમ્બર 30, 2011 @ 6:14 એ એમ (am) | જવાબ આપો

  8. ખુબ સુંદર,’ગઝલ’ વિષેની ગઝલ…ગઝલ વિષે મજાની અભિવ્યક્તિ.

    દક્ષેશભાઈ એ કહ્યું એ પ્રમાણે વિરામ ચિન્હો યોગ્ય સ્થળે મુકવા ખુબ જરૂરી હોય છે સાથે
    બે શબ્દો વચ્ચે જગ્યા છોડવી પણ, મારા હિસાબે તડાપાવ, ઉલઝાવ વિ. કાફિયા છે, અને
    ‘ના તું છે ગઝલ’ રદીફ. અહીં આરાધના સિવાય દરેક કાફિયામાં ‘ના’ ને છૂટો પડવો જરૂરી
    લાગે છે. ‘ ના’ તમે નકારાર્થે વાપર્યો છે.

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — ડિસેમ્બર 30, 2011 @ 6:29 એ એમ (am) | જવાબ આપો

  9. VERY NICE UNCLE YOU ARE GREAT

    ટિપ્પણી by mukesh — ડિસેમ્બર 30, 2011 @ 9:03 એ એમ (am) | જવાબ આપો

  10. શ્રીમાન આદરણીય નરેન્દ્રભાઈ,
    ખૂબ સરસ ગઝલ છે.
    આ વાત મારી માન તું કે માનના તું છે ગઝલ

    ટિપ્પણી by Kiran Soni — ડિસેમ્બર 30, 2011 @ 9:16 એ એમ (am) | જવાબ આપો

  11. સરસ.

    ટિપ્પણી by પંચમ શુક્લ — ડિસેમ્બર 30, 2011 @ 10:59 એ એમ (am) | જવાબ આપો

  12. નરેન્દ્રભાઈ સરસ ગઝલ બની ..પન દ્ક્ષેશભાઈ સાથે સહમત છું ..ભાવ ખૂબ સરસછે …..
    સપના

    ટિપ્પણી by sapana — ડિસેમ્બર 30, 2011 @ 5:11 પી એમ(pm) | જવાબ આપો

  13. क्या बात हे……….सोचा इश ग़ज़ल को तो हिंदी के लब्जो से ही नवाजू………મારી ગઝલ ત્યારે બને જો શેરમાં બસ તું રમે
    પ્રત્યેક મતલામાં મને ઉલઝાવનાં તું છે ગઝલ.

    ટિપ્પણી by mehul — ડિસેમ્બર 31, 2011 @ 5:16 પી એમ(pm) | જવાબ આપો

  14. મારી ગઝલ ત્યારે બને જો શેરમાં બસ તું રમે
    પ્રત્યેક મતલામાં મને ઉલઝાવનાં તું છે ગઝલ
    ગઝલના ઝબકારને આપે સુંદર સજાવી દીધો. નૂતન વર્ષષે આવી
    ગઝલ સાથે વિતે એવી મંગલ કામના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by nabhakashdeep — જાન્યુઆરી 1, 2012 @ 8:08 પી એમ(pm) | જવાબ આપો

  15. All of your GAZALs are enjoyable, you seem to be living in Gazal, nice it is.

    ટિપ્પણી by Dr P A Mevada — માર્ચ 6, 2012 @ 3:14 પી એમ(pm) | જવાબ આપો

  16. ati sundar

    ટિપ્પણી by piyu palanpuri — મે 19, 2012 @ 12:46 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to Daxesh Contractor જવાબ રદ કરો

Create a free website or blog at WordPress.com.