Narendrajagtap's Blog

જુલાઇ 23, 2011

મૃગજળ

Filed under: achhandas rachanao — narendrajagtap @ 4:17 પી એમ(pm)

કેમ દોડતો રહ્યો મૃગજળને જળ માની
તરસ્યો થયો ત્યારે જાણ્યું કે નથી પાણી
ગુલાબ ને રણમાં જોવાના શમણાં સેવ્યાંતાં
કુદરતનાં કોઇ નિયમોની રીત ન’તી જાણી.

ભરોસો સમયનો કરવો કે પોતાની તકદીરનો
વર્ષાના એંધાણ હતા ને પવન વાઇ ગયો,
મેં તો નિશ્ચિત ડગલે જ પગ માંડેલા
પણ ખેલ નસીબે અલગ જ ખેલેલા.

એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની

જેણે ભૂલ કરી છે મૃગજળને પાણી માનવાની
જેમ શત્રુના જ ઘરમાં તેને લલકારવાની
ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

Advertisements

14 ટિપ્પણીઓ »

  1. અછાન્દસ કરતા અંત્યાનુપ્રાસને કારણે ગઝલ જેવી વધારે સંભળાય છે અને…ગંભીર પણ.
    “સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની…

    ટિપ્પણી by himanshupatel555 — જુલાઇ 23, 2011 @ 4:39 પી એમ(pm) | જવાબ આપો

  2. સરસ અભિવ્યક્તિ….
    -અભિનંદન.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — જુલાઇ 23, 2011 @ 5:02 પી એમ(pm) | જવાબ આપો

  3. કેમ દોડતો રહ્યો મૃગજળને જળ માની
    તરસ્યો થયો ત્યારે જાણ્યું કે નથી પાણી…………….bahu mast.

    ટિપ્પણી by mehul — જુલાઇ 23, 2011 @ 5:21 પી એમ(pm) | જવાબ આપો

  4. સુંદર કલ્પના સાથે ગંભીર ભાવાભિવ્યક્તિ..!!!!

    સ-રસ રચના…

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ ' — જુલાઇ 24, 2011 @ 1:12 એ એમ (am) | જવાબ આપો

  5. જેણે ભૂલ કરી છે મૃગજળને પાણી માનવાની
    જેમ શત્રુના જ ઘરમાં તેને લલકારવાની
    ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
    સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

    મને તો ગંમી ગઈ આ રચના..નરેન્દ્રભાઈ મૃગજળ પાછળ દોડી હરણ પ્રાણ ગુમાવે છે એમ દુન્યવી પ્રેમમાં અંધ થઈ લોકો જીવન ગુમાવી દે છે અને જ્યારે જીવનનૉ છે ડો આવે ત્યારે ઠોકર ખાવાનો સમય આવે છે

    ટિપ્પણી by sapana — જુલાઇ 24, 2011 @ 11:59 પી એમ(pm) | જવાબ આપો

  6. એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
    ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
    આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
    હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની …..

    Khub Saras…

    ટિપ્પણી by Anil Limbachiya — જુલાઇ 25, 2011 @ 11:08 એ એમ (am) | જવાબ આપો

  7. શ્રી નરેન્દ્રભાઈ

    ખૂબ સરસ…

    ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
    સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

    – કિરણ સોની

    ટિપ્પણી by Kiran Soni — જુલાઇ 27, 2011 @ 4:37 એ એમ (am) | જવાબ આપો

  8. Saras a6andash.
    Ropi didhi me taras ne
    Ran ma
    lyo
    zanzava pan aave chhe
    have dodata
    jal banine
    -Varsha Barot

    ટિપ્પણી by vikash — જુલાઇ 27, 2011 @ 1:20 પી એમ(pm) | જવાબ આપો

  9. ye a6aanadas ki kya taarif karu, ku6 kahete huye bhi darta hu, kahi bhulse koi samaj baithe ki main dost ko maskaa maartaa hun.

    ટિપ્પણી by MANHAR MODY — જુલાઇ 28, 2011 @ 11:06 એ એમ (am) | જવાબ આપો

  10. Saras Rachna Chhe

    ટિપ્પણી by ભરત ચૌહાણ — જુલાઇ 29, 2011 @ 2:11 પી એમ(pm) | જવાબ આપો

  11. આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
    હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની
    …………………………….
    શ્રી નરેન્દ્રભાઈ એકએક શેરમાં હીર ઝબકે છે. ધારદાર સુંદર અભિવ્યક્તિ.કઈંક કહેવા થનગનતી કૃતિ.
    રમેશ પટેલ (આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — ઓગસ્ટ 8, 2011 @ 4:48 એ એમ (am) | જવાબ આપો

  12. એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
    ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
    આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
    હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની
    Narendrabhai, sunder rachana ane meaningful expression..lakhta rahejo..

    ટિપ્પણી by Dilip Gajjar — ઓગસ્ટ 15, 2011 @ 10:51 એ એમ (am) | જવાબ આપો

  13. આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    ખુબજ સરસ રચના

    સુંદર પંક્તિઓ દિલને અડી ગઈ સાહેબ

    ” ભરોસો સમયનો કરવો કે પોતાની તકદીરનો
    વર્ષાના એંધાણ હતા ને પવન વાઇ ગયો,
    મેં તો નિશ્ચિત ડગલે જ પગ માંડેલા
    પણ ખેલ નસીબે અલગ જ ખેલેલા.”

    કિશોર પટેલ

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ — ઓગસ્ટ 21, 2011 @ 4:46 પી એમ(pm) | જવાબ આપો

  14. સમયને પારખીને ચાલનારને મૃગજળ કે પાણી એ સમજાય, પણ એમ નથી બનતું. સરસ ભાવવાહી રચના.

    ટિપ્પણી by venunad — સપ્ટેમ્બર 3, 2011 @ 5:18 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: