Narendrajagtap's Blog

જુલાઇ 3, 2011

અવતાર જેવું જોઇએ

Filed under: ગઝલ — narendrajagtap @ 9:09 એ એમ (am)

કલયુગે અવતાર જેવું જોઇએ
ગાંધી કે સરદાર જેવું જોઇએ

સાચને સીધેસીધું મૂકી શકો
જૂઠને શણગાર જેવું જોઇએ

જો કલંકિત એમ કરવા જગ મથે
દ્રષ્ટિમાં પણ ધાર જેવું જોઇએ

થાય જો મુકાબલો સામે ખરો
યુધ્ધમાં લલકાર જેવું જોઇએ

હર વખત શું કામ સમ ખાવા પડે
પ્રેમમાં રણકાર જેવું જોઇએ

વ્હાલ મડદાને કરું પણ ક્યાં સુધી
લાશમાં ધબકાર જેવું જોઇએ

Advertisements

17 ટિપ્પણીઓ »

  1. આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    સુંદર રચના

    તેથી મારે કહેવું પડે કે…,

    ” માનવ અવતારને નવું કાંઈક મળે તેવું લખાણ જોઈએ,

    આપણી રચનાને વધુ વેગ મળે તેવા વખાણ જોઈએ.”

    આપ સાહેબ ખુબજ સારૂ લખો છો આવું કાંઈક નવુ લખો

    તો મને જરૂર મોકલતા રહેશોજી.

    સમયની અનુકૂળતા કરી અભિપ્રાય આપવાનો મારો નમ્ર પ્રયાસ રહ્શે.

    ડૉ. કિશોરભાઈ પટેલ

    ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ — જુલાઇ 3, 2011 @ 11:28 એ એમ (am) | જવાબ આપો

  2. bahu j srs , sundar ,nice

    વ્હાલ મડદાને કરું પણ ક્યાં સુધી
    લાશમાં ધબકાર જેવું જોઇએ

    ટિપ્પણી by praheladprajapatipraheladbhai — જુલાઇ 3, 2011 @ 12:41 પી એમ(pm) | જવાબ આપો

  3. વાહ…બધા શેર સારા બન્યા છે. મક્તાનો શેર એકદમ સરસ.
    પણ “જૂઠને શણગાર જેવું જોઇએ” એ લાઇન કઈં જચતી નથી,ગળે ઉતરતી નથી.જૂઠ જોઇએ જ નહિ એ્વો કંઇક ભાવ હોય તો વધુ ગમે.

    ટિપ્પણી by devikadhruvaDevika Dhruva — જુલાઇ 3, 2011 @ 1:59 પી એમ(pm) | જવાબ આપો

  4. સુંદર રચના, સરસ રજુઆત.
    સરયૂ પરીખ

    ટિપ્પણી by SARYU PARIKH — જુલાઇ 3, 2011 @ 2:55 પી એમ(pm) | જવાબ આપો

  5. નરેન્દ્રભાઈ,
    મત્લા અને મક્તા- બંને સરસ થયા છે. તે ઉપરાંત આ શેર પણ ગમ્યો ..
    સાચને સીધેસીધું મૂકી શકો
    જૂઠને શણગાર જેવું જોઇએ..
    જો કે આજના યુગમાં એથી ઉંધુ છે .. 🙂

    ટિપ્પણી by Daxesh Contractor — જુલાઇ 3, 2011 @ 3:35 પી એમ(pm) | જવાબ આપો

  6. સરસ ગઝલ નરેન્દ્રભાઈ….
    રદિફ અને કાફિયા બન્ને ગમ્યા.
    અભિનંદન.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — જુલાઇ 3, 2011 @ 4:50 પી એમ(pm) | જવાબ આપો

  7. એકદમ સરસ ગઝલ સરળ પણ…મકતાનો શેર ગમ્યો સપના

    ટિપ્પણી by sapana — જુલાઇ 3, 2011 @ 9:49 પી એમ(pm) | જવાબ આપો

  8. વાહ નરેન્દ્રભાઈ, ખુબ ચોટદાર વાતો કહી છે તમે આ ગઝલમાં..

    સાચને સીધેસીધું મૂકી શકો
    જૂઠને શણગાર જેવું જોઇએ

    હર વખત શું કામ સમ ખાવા પડે
    પ્રેમમાં રણકાર જેવું જોઇએ
    ગમ્યું..

    ટિપ્પણી by ashok jani 'anand' — જુલાઇ 4, 2011 @ 12:39 એ એમ (am) | જવાબ આપો

  9. સુંદર વિષય ને એટલી જ સશક્ત મનનીય ગઝલ.
    શ્રી જગદીપભાઈ દરેક શેરમાં ચમક છે..અભિનંદન.
    રમેશ પતેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — જુલાઇ 4, 2011 @ 4:25 એ એમ (am) | જવાબ આપો

  10. સાચને સીધેસીધું મૂકી શકો
    જૂઠને શણગાર જેવું જોઇએ
    – સુંદર શેર !

    ટિપ્પણી by વિવેક ટેલર — જુલાઇ 4, 2011 @ 6:59 એ એમ (am) | જવાબ આપો

  11. ટૂંકી બહેરની સરસ-સરળ અને સહજ રચના.

    આ શેર ખૂબ જ અસરદાર અને ચોટદાર બન્યો છે.

    હર વખત શું કામ સમ ખાવા પડે
    પ્રેમમાં રણકાર જેવું જોઇએ

    અભિનંદન.

    ટિપ્પણી by manharmody — જુલાઇ 4, 2011 @ 7:21 એ એમ (am) | જવાબ આપો

  12. વ્હાલ મડદાને કરું પણ ક્યાં સુધી
    લાશમાં ધબકાર જેવું જોઇએ
    very fine lines…………..

    ટિપ્પણી by mukesh — જુલાઇ 4, 2011 @ 8:26 એ એમ (am) | જવાબ આપો

  13. શ્રી નરેન્દ્રભાઈ
    ખૂબ સરસ ગઝલ છે.

    હર વખત શું કામ સમ ખાવા પડે
    પ્રેમમાં રણકાર જેવું જોઇએ.

    આપનો પ્રેમ સદા બની રહે.

    કિરણ સોની.

    ટિપ્પણી by Kiran Soni — જુલાઇ 4, 2011 @ 9:46 એ એમ (am) | જવાબ આપો

  14. બહુજ મસ્ત,,,,,,,,,,,,,,,,,, ,સાચને સીધેસીધું મૂકી શકો
    જૂઠને શણગાર જેવું જોઇએ……………ને આ શેર નો તો અંદાજ કઈ ઓર જ છે………………..હર વખત શું કામ સમ ખાવા પડે
    પ્રેમમાં રણકાર જેવું જોઇએ………..

    ટિપ્પણી by mehul — જુલાઇ 4, 2011 @ 5:14 પી એમ(pm) | જવાબ આપો

  15. જૂઠને શણગાર જેવું જોઇએ..

    સુંદર ગઝલ નરેન્દ્રભાઈ
    અભિનંદન !

    ટિપ્પણી by P Shah — જુલાઇ 5, 2011 @ 1:17 એ એમ (am) | જવાબ આપો

  16. કલયુગે અવતાર જેવું જોઇએ
    ગાંધી કે સરદાર જેવું જોઇએ
    sunder…gazal..
    asatyam sat iva bhasate…
    biju shu joiye..

    ટિપ્પણી by Dilip Gajjar — જુલાઇ 10, 2011 @ 10:48 પી એમ(pm) | જવાબ આપો

  17. Nice expressions. Good gazal

    ટિપ્પણી by Tejas Shah — જુલાઇ 24, 2011 @ 4:43 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: