Narendrajagtap's Blog

મે 29, 2011

દવા બસ તમે છો

Filed under: ગઝલ — narendrajagtap @ 12:13 પી એમ(pm)

બતાવું તમોને દરદ જો અમારા
રડી ઉઠશે આ નયન પણ તમારા

સરોવર ખિલે છે કમળ ના પ્રતાપે
નયન ને ગમે છે ફુલોના નજારા

કદમ તો અમારા તમારી તરફ છે
તમારા વગર ક્યાં અમારા પનારા

અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા

હવે તો અમારા કદમ ડગમગે છે
પહોચી જવું તો તમે છો કિનારા

Advertisements

19 ટિપ્પણીઓ »

  1. બહુ સરસ ગઝલ !! એકલા કાફિયા જોડે પણ સરસ કામ લીધું છે !!

    અમારા દરદની દવા બસ તમે છો
    તમે તો અમારા જીવનના સહારા

    આ શેર બહુ મસ્ત છે !!

    ટિપ્પણી by ઇશ્ક પાલનપુરી — મે 29, 2011 @ 1:21 પી એમ(pm) | જવાબ આપો

  2. ———–
    અને વાસ્તવમાં….
    એ મળી જાય, અને પછી બીજા જ વરસે તલાક થઈ જાય

    એમ પણ બને.
    બધું પરિવર્તનશીલ છે – દિલના ભાવો પણ.

    માટે જ.

    જેની દવા ન હો બસ. એવું દરદ મળે.
    ————
    પરિવર્તન.. પરિવર્તન..પરિવર્તન..

    કશું શાશ્વત જ નહીં. કિમત બદલાય, વપરાશ બદલાય, રૂચિ બદલાય, ચીજો બદલાય.

    અને આપણે પણ ક્યાં એવાં ને એવાં?

    http://gadyasoor.wordpress.com/2011/05/29/garage_sale/

    ટિપ્પણી by સુરેશ જાની — મે 29, 2011 @ 1:33 પી એમ(pm) | જવાબ આપો

  3. બહુ સરસ ગઝલ

    ટિપ્પણી by Hitesh joshi — મે 29, 2011 @ 2:16 પી એમ(pm) | જવાબ આપો

  4. પ્રેમની ઉત્કટતાથી તરબતર ખીલેલી લાગણીથી મહોરતી ગઝલ ગમી.
    હવે તો અમારા કદમ ડગમગે છે
    પહોચી જવું તો તમે છો કિનારા

    ટિપ્પણી by himanshupatel555 — મે 29, 2011 @ 2:24 પી એમ(pm) | જવાબ આપો

  5. પરંપરાના ઢાળમાં ઢળેલી ભાવવાહી અભિવ્યક્તિ.
    સરસ.

    ટિપ્પણી by ડૉ. મહેશ રાવલ — મે 29, 2011 @ 3:53 પી એમ(pm) | જવાબ આપો

  6. સરોવર ખીલે છે કમળ ના પ્રતાપે … વાહ મજાની ગઝલ

    ટિપ્પણી by Daxesh Contractor — મે 29, 2011 @ 4:44 પી એમ(pm) | જવાબ આપો

  7. હરદમ તનેજ યાદ કરું એ દશા મળે,એવું દરદ ના આપ કે જેની દવા મળે…દરદ ની પણ આગવી મજા હોય છે..ને દવા મળી જાય એવા ભાગ્ય હોય તો એની એ મજા ઓર હોય છે……………….અમારા દરદની દવા બસ તમે છો
    તમે તો અમારા જીવનના સહારા.બહુ મસ્ત …………

    ટિપ્પણી by mehul — મે 29, 2011 @ 6:04 પી એમ(pm) | જવાબ આપો

  8. Enjoyed your nice Ghazal!
    Sudhir Patel.

    ટિપ્પણી by Sudhir Patel — મે 29, 2011 @ 7:31 પી એમ(pm) | જવાબ આપો

  9. સરોવર ખિલે છે કમળ ના પ્રતાપે
    નયન ને ગમે છે ફુલોના નજારા ખૂબ સરસ ગઝલ…
    સપના

    ટિપ્પણી by sapana — મે 29, 2011 @ 9:09 પી એમ(pm) | જવાબ આપો

  10. સરસ લગાગાની છદોબદ્ધ ગઝલ..ઇશ્વરનો ઇશારો હોય તો સાચું છે..બાકી ઇન્સાન તો….!!

    ટિપ્પણી by devikadhruva — મે 30, 2011 @ 4:07 એ એમ (am) | જવાબ આપો

  11. પરંપરાગત શૈલીની લયબદ્ધ વહેતી ગઝલ. જૂના જમાનાના શાયરો શયદા,કંથારીયા સાહેબ વગેરેની યાદ અપાવી ગઈ તમારી ગઝલ.

    ટિપ્પણી by MANHAR MODY — મે 30, 2011 @ 4:22 એ એમ (am) | જવાબ આપો

  12. ખૂબ સરસ ગઝલ…Shri Narendrabhai
    અમારા દરદની દવા બસ તમે છો
    તમે તો અમારા જીવનના સહારા

    હવે તો અમારા કદમ ડગમગે છે
    પહોચી જવું તો તમે છો કિનારા
    …………………………………
    સરસ લગાગાની લયબદ્ધ વહેતી ગઝલ છદોબદ્ધ ગઝલ.
    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel — મે 30, 2011 @ 5:20 એ એમ (am) | જવાબ આપો

  13. અમારા દરદની દવા બસ તમે છો
    તમે તો અમારા જીવનના સહારા

    ખૂબ સરસ ગઝલ…

    ટિપ્પણી by Anil Limbachiya — મે 30, 2011 @ 2:39 પી એમ(pm) | જવાબ આપો

  14. Nice gazal.

    ટિપ્પણી by પંચમ શુક્લ — મે 30, 2011 @ 5:33 પી એમ(pm) | જવાબ આપો

  15. સરસ ગઝલ
    ‘મને મારી ભૂલ બતાવશો તો જ હુ ગઝલ પરત્વે મારી પકડ મેળવી શકીશ
    આપ સૌનો અંત:કરણ પૂર્વક ખુબ ખુબ આભાર ..
    .આજ ગઝલને ફરી મઠારીને મૂકી છે’
    આ વાત ખૂબ ગમી
    ધન્યવાદ

    ટિપ્પણી by pragnaju — મે 30, 2011 @ 7:43 પી એમ(pm) | જવાબ આપો

  16. અમારા દરદની દવા બસ તમે છો
    તમે તો અમારા જીવનના સહારા…………………
    Nice Gazal !
    Enjoyed !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to my Blog Chandrapukar !

    ટિપ્પણી by chandravadan — મે 31, 2011 @ 1:00 એ એમ (am) | જવાબ આપો

  17. GOOD

    ટિપ્પણી by mukesh — મે 31, 2011 @ 4:08 એ એમ (am) | જવાબ આપો

  18. ખૂબ સરસ ગઝલ…
    અમારા દરદની દવા બસ તમે છો
    તમે તો અમારા જીવનના સહારા
    ખૂબ સરસ…

    ટિપ્પણી by Anil Limbachiya — જૂન 7, 2011 @ 5:26 એ એમ (am) | જવાબ આપો

  19. ખુબજ સરસ ગઝલ છે, સાહેબ

    સાહેબ રવિવારની રજામાં મજા પડી ગઈ

    ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ — જુલાઇ 3, 2011 @ 7:01 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: