Narendrajagtap's Blog

મે 8, 2011

સાગરસમાં સંસારમાં

Filed under: ગઝલ — narendrajagtap @ 8:56 એ એમ (am)

સાગરસમાં સંસારમાં કઇ કેટલા છે સ્વાર્થી
ના ઓળખો તેને જગતમાં સૌ કહે છે અજનબી

આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ
જો થાય પૂજા આરતી ઢોંગીજનો છે તરકટી

ડર આજ ક્યાં છે માનવીને પાપના બોજાતણો
ભગવાન કેરા ન્યાયની તલવાર ત્યાં છે ઝૂલતી

ધરતી હજી જોતી રહી આકાશ કેરા ઢંગને
જનજન થકી મનવેધતી સંવેદના છે દેખતી

ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
આતંક કેરા બોમ્બથી ધરતી ધુણે છે ધગધગી

Advertisements

17 ટિપ્પણીઓ »

 1. ડર આજ ક્યાં છે માનવીને પાપના બોજાતણો
  ભગવાન કેરા ન્યાયની તલવાર ત્યાં છે લટકતી

  બસ જો આ દર માનવીમાં પેસી જાય તો કદાચ તે ઈશ્વરનાં માર્ગને પસંદ તૂરત કરી લેશે… પરંતુ તે ક્યા છે?
  સુંદર રચના !

  ધન્યવાદ !

  ટિપ્પણી by અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' — મે 8, 2011 @ 10:20 એ એમ (am) | જવાબ આપો

 2. વાસ્તવિકતાનું લયસભર નિરૂપણ. શબ્દલાલિત્ય પણ સુંદર ગોઠવાયું છે.
  માટે જ અંતરની યાત્રા જરૂરી.

  ટિપ્પણી by સુરેશ જાની — મે 8, 2011 @ 12:59 પી એમ(pm) | જવાબ આપો

 3. સુંદર રચના
  ધરતી હજી જોતી રહી આકાશ કેરા ઢંગને
  જનજન થકી મનવેધતી સંવેદના છે કણસતી

  ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
  આતંક કેરા બોમ્બથી ધરતી ધણે છે ધડકતી
  સુંદર

  ટિપ્પણી by pragnaju — મે 8, 2011 @ 1:19 પી એમ(pm) | જવાબ આપો

 4. ધરતી હજી જોતી રહી આકાશ કેરા ઢંગને
  જનજન થકી મનવેધતી સંવેદના છે કણસતી

  ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
  આતંક કેરા બોમ્બથી ધરતી ધણે છે ધડકતી
  ખૂબ જ સુંદર અને વેધક રીતે કહેવામાં આ રચના આગવી છાપ છોડે છે….શ્રી નરેન્દ્રભાઈ ..ખૂબ જ સરસ લાગી આ કૃતિ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  ટિપ્પણી by Ramesh Patel — મે 8, 2011 @ 4:36 પી એમ(pm) | જવાબ આપો

 5. સરસ રચના

  ટિપ્પણી by MANHAR MODY — મે 8, 2011 @ 4:38 પી એમ(pm) | જવાબ આપો

 6. સરસ રચના અને સુંદર પંક્તિઓ

  અભિનંદન સાહેબ

  આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ
  ઢોંગી જનોની થાય પૂજા આરતી છે ઉતરતી

  કિશોરભાઈ પટેલ

  ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ — મે 8, 2011 @ 5:32 પી એમ(pm) | જવાબ આપો

 7. શ્રી નરેન્દ્રભાઈ,
  પ્રસ્તુત ગઝલમાં ભાવનિરૂપણ સુંદર થયું છે -સરસ.
  પણ એક વાત ધ્યાને પડી, મિત્રભાવે જણાવવી જરૂરી લાગી કે,
  પ્રથમ શેરમાં (તમે ઈ-મેઇલમાં જણાવેલ ગાગાલગા ના ૪ આવર્તન મુજબ)મતલબી અને અજનબી શબ્દો, બરોબર ઉચ્ચારથી મત લ બી, અજ ન બી બંધબેસી શક્યું પણ પછી,
  એ મુજબ
  ઉતરતી,લટકતી,કણસતી વિ શબ્દોનો ઉચ્ચાર ગરબડ ઊભી કરી રહ્યાં છે…. ઉત ર તી, કણ સ તી વિ.
  જરા જોઇ લેશો પ્લીઝ…

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — મે 8, 2011 @ 5:41 પી એમ(pm) | જવાબ આપો

 8. sanatan saty , really nice

  ડર આજ ક્યાં છે માનવીને પાપના બોજાતણો
  ભગવાન કેરા ન્યાયની તલવાર ત્યાં છે લટકતી

  ટિપ્પણી by praheladprajapati — મે 9, 2011 @ 12:33 એ એમ (am) | જવાબ આપો

 9. good uncle

  ટિપ્પણી by mukesh — મે 9, 2011 @ 3:01 એ એમ (am) | જવાબ આપો

 10. સરસ . વાસ્તવિકતા રચના

  ટિપ્પણી by Hitesh joshi — મે 9, 2011 @ 2:07 પી એમ(pm) | જવાબ આપો

 11. સાંપ્રત જમાનાની તાશીર પર સારી ગઝલ,
  ડો. મહેશભાઈ ની વાત સાથે હું સહમત છું, બલકે ગઈકાલે આ વાત તમને લખવી કે નહિ તેની અવઢવમાં હતો, પણ આજે તેમનો પ્રતિભાવ વાંચી એ ઉમેરવાનું મન થયું કે ગઝલમાં છંદ મહદઅંશે ઉચ્ચારણ પર નિર્ભર છે અને લટકતી , ઉતરતી વિ. કાફિયાનું વજન લલલગા થશે મતલબી કે અજનબી ની જેમ ગાલગા નહીં. તેથી અહી વજન તૂટે છે.

  ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — મે 10, 2011 @ 6:14 એ એમ (am) | જવાબ આપો

 12. સરસ વ્યંગાત્મક રચના! હું પણ મહેશભાઈ સાથે સહમત છું.ઉ.તર તી બોલાય લ ટ્ક તી બોલાય તો એ એ લગાગા થાય અને અજ ન બી ગાલગા થશે ઉતરતી લલલગા પણ થાય પન ગાલગા નહી થાય,,,મિત્રભાવે કહ્યુ…
  સપના

  ટિપ્પણી by sapana — મે 10, 2011 @ 12:02 પી એમ(pm) | જવાબ આપો

 13. wah…….dr uncle vicharo saras chhe pan……aavrtan mujab bandharan ma kaiyk xti malum thay chhe…
  mate ahi ilme-uruz pramane i meant pinghal mujab, baher ma, wajan ma, tatha qafiya nu selection pan ek sarkhu nathi….

  આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ…..aa baher chhe aapni……

  qafiya ma joiye to……..ajnabi matlbi…….utarti ane latkti nu bandharan alag alag chhe

  dr mahesh sir ni vaat sachi chhe.pls dnt mind pan jan karvi jaruri chhe….baki aaj khayalo ne baher ma lavsho to ghazal nu uthav kahrekhar khub j saras aavshe……….pls dnt mind.m sry sir……..

  ટિપ્પણી by Asal palanpuri — મે 24, 2011 @ 2:10 પી એમ(pm) | જવાબ આપો

 14. સરસ ગઝલ
  ‘મને મારી ભૂલ બતાવશો તો જ હુ ગઝલ પરત્વે મારી પકડ મેળવી શકીશ
  આપ સૌનો અંત:કરણ પૂર્વક ખુબ ખુબ આભાર ..
  .આજ ગઝલને ફરી મઠારીને મૂકી છે’
  આ વાત ખૂબ ગમી
  ધન્યવાદ

  ટિપ્પણી by pragnaju — મે 30, 2011 @ 7:45 પી એમ(pm) | જવાબ આપો

 15. નરેન્દભાઈ..કાફિયા પ્રમાણે બરાબર ગોઠવાઈ છે..અભિનંદન!!
  સપના

  ટિપ્પણી by sapana — મે 30, 2011 @ 7:48 પી એમ(pm) | જવાબ આપો

 16. હમ રદીફ કાફિયા હવે બરાબર જમ્યા, જરા પણ વજન દોષ વિના.
  જો કે એ માટે તમારે ગઝલના શે’રમાં કેટલાંક ફેરફાર કરવા
  પડ્યા પણ છતાં તમારો ભાવ સમગ્રતયા જળવાઈ રહ્યો છે.
  આ શે’ર વધુ ઉલ્લેખનીય લાગ્યા,
  આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ
  જો થાય પૂજા આરતી ઢોંગીજનો છે તરકટી
  ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
  આતંક કેરા બોમ્બથી ધરતી ધુણે છે ધગધગી

  ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — મે 31, 2011 @ 11:34 પી એમ(pm) | જવાબ આપો

 17. ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
  આતંક કેરા બોમ્બથી ધરતી ધુણે છે ધગધગી
  Sunder gazal narendrabhai..Matlo ane makto jordaar chhe..

  ટિપ્પણી by Dilip Gajjar — જૂન 1, 2011 @ 8:37 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: