Narendrajagtap's Blog

એપ્રિલ 29, 2011

આ ઉનાળો આયો

Filed under: ગઝલ — narendrajagtap @ 4:18 પી એમ(pm)

કહો શીતલતાને જલ્દી પાળ બાંધી દે
જુઓ…સામે ત્રસ્ત આ ઉનાળો આયો

કહો વ્રુક્ષોને પોતાની શાખાઓ સજાવી લે
કોઇ પથિકને ઉગારવા…આ ઉનાળો આયો

તપે મધ્યાહન,રાત તપે,તપે જગ સારુ
ડામર પીગળે,બાષ્પ નિકળે…આ ઉનાળો આયો

પંખીના કલરવ સંતાયા,ગગન ભાસે ખાલી
ઠંડો ખુણો શોધતા સૌ…આ ઉનાળો આયો

બપોર બને સુમસામ,સૂજે નહી કોઇ કામ
આળસ કરે ઇશારા…આ ઉનાળો આયો

લૂ લાગેને પાણી માંગે,મનને મૂંઝવણ લાગે
મનડાને અકારો લાગે ધોમધખતો…આ ઉનાળો આયો

વૈશાખી વાયરાને ઉનીઉની ડમરી
ગરમીની ભમરી આવે…આ ઉનાળો આયો

ધરા ગરમ,દેહ ગરમ,ગરમ સૌ ઉપવન
બાષ્પ બનાવી વર્ષાને રીઝવવા…આ ઉનાળો આયો

Advertisements

11 ટિપ્પણીઓ »

  1. નરેન્દ્રભાઈ ખૂબ સરસ ..કવિતા અહીં તો શિયાળો જતો નથી અને આ ઠંડીમા તમે ઉનાળાને રૂબરૂ કરી દીધો…
    સપના

    ટિપ્પણી by sapana — એપ્રિલ 29, 2011 @ 8:10 પી એમ(pm) | જવાબ આપો

  2. સુંદર
    વૈશાખી વાયરાને ઉનીઉની ડમરી
    ગરમીની ભમરી આવે…આ ઉનાળો આયો

    ધરા ગરમ,દેહ ગરમ,ગરમ સૌ ઉપવન
    બાષ્પ બનાવી વર્ષાને રીઝવવા…આ ઉનાળો આયો
    અહીં બે ચાર દિવસ માફકસર ગરમી બાદ તોફાન અને ઠંડો પવના શરુ થયો છે જો ઝડપ વધી તો બેઝમેન્ટમા જવું…જોખમ લે તો એકદમ પહોચી વળાય તેવી સ્થિતી નથી.તમારા વર્ણન જેવી સ્થિતી ક્યારે થશે?

    ટિપ્પણી by pragnaju — એપ્રિલ 29, 2011 @ 9:48 પી એમ(pm) | જવાબ આપો

  3. ન્યાં કણે ડલાસમાં પણ એમ જ છે. જો કે, કો’ક વાર ઓતરાદો વાયરો વાઈ જાય તો ઠૂંઠવી નાંખે.

    ટિપ્પણી by સુરેશ જાની — એપ્રિલ 29, 2011 @ 10:28 પી એમ(pm) | જવાબ આપો

  4. પંખીના કલરવ સંતાયા,ગગન ભાસે ખાલી
    ઠંડો ખુણો શોધતા સૌ…આ ઉનાળો આયો
    આ આજથી ન્યુ ઇંગલેન્ડમાં ગરમી બેઠી પહેલી વાર ૭૦એ પહોચ્યું અને હાડકા -જેને સંધિવા હોય તેના- દુખતાં
    થંભ્યા.ઉનાળાની ઉપલી બે પંક્તિમાં સુંદર અભિવ્યક્તિ થઈ છે.હવે પાણી પીવડાવજો સાહેબ…

    ટિપ્પણી by himanshupatel555 — એપ્રિલ 30, 2011 @ 5:14 એ એમ (am) | જવાબ આપો

  5. સરસ પ્રકૃતિ ને પોંખતી રચના, દરેક ઋતુની લાક્ષણીકતા માની શકીએ તો જ મજા આવે જો કે ગઝલ કરતા ગીત વધારે લાગે છે….
    આ ગમ્યું
    પંખીના કલરવ સંતાયા,ગગન ભાસે ખાલી
    ઠંડો ખુણો શોધતા સૌ…આ ઉનાળો આયો

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — એપ્રિલ 30, 2011 @ 6:56 એ એમ (am) | જવાબ આપો

  6. શ્રીમાન નરેન્દ્રભાઈ,
    ખૂબ જ સરસ.
    ઉનાળા વિશે નિબંધ લખવો હોય તો પણ આ રચના ચાલે.
    કેમ સાચું ને!!!.
    વાહ
    કિરણ સોની.

    ટિપ્પણી by Kiran Soni — એપ્રિલ 30, 2011 @ 10:03 એ એમ (am) | જવાબ આપો

  7. ઉનાળાની દઝાડતી ગરમીમાં તમારી આ ગરમાગરમ રચના ઠંડક આપી ગઈ.

    ટિપ્પણી by MANHAR MODY — મે 2, 2011 @ 10:58 એ એમ (am) | જવાબ આપો

  8. ખૂબ જ સરસ

    ટિપ્પણી by Hitu Joshi — મે 2, 2011 @ 2:54 પી એમ(pm) | જવાબ આપો

  9. શ્રી નરેન્દ્રભાઇ
    એક વિષય વસ્તુને પકડી તેના ભાવને આપે બરાબર ઝૂલાવ્યો અને અંતિમ પંક્તિઓમાં ચરમસીમાએ
    આપ લઈ ગયા. ખૂબ મજા આવી ..રચના માણવાની.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — મે 2, 2011 @ 6:06 પી એમ(pm) | જવાબ આપો

  10. ઉનાળાની લાક્ષણિકતાઓનું રસાળ પદ્ય. કાવ્યનો નૂતન આકાર પણ ગમ્યો.

    ટિપ્પણી by પંચમ શુક્લ — મે 7, 2011 @ 6:50 પી એમ(pm) | જવાબ આપો

  11. શ્રીમાન. નરેન્દ્રભાઈ

    સરસ રચના છે. સુંદર આલેખન કરેલ છે.

    બપોર બને સુમસામ,સૂજે નહી કોઇ કામ
    આળસ કરે ઇશારા…આ ઉનાળો આયો.

    કિશોરભાઈ પટેલ

    ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ — મે 19, 2011 @ 11:46 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: