Narendrajagtap's Blog

માર્ચ 18, 2011

સબંધો

Filed under: ગઝલ — narendrajagtap @ 2:00 એ એમ (am)

મતાંતર બનેતો વણસતા સબંધો
છતાં પ્રેમ હૂંફે સરકતા સબંધો

તમારા અમારા મળેજો વિચારો
સદાયે રહેશે વિકસતા સબંધો

વિચારી કદમને તમે જો ભરો તો
મુકામે મુકામે હરખતા સબંધો

નગરમાં બધા ઓળખે છે પરંતુ
તમારા ભરોસે મલકતા સબંધો

દશા પાનખરની કહે છે ઘણુંયે
જણાયા મને તો બદલતા સબંધો

ગઝલને નિહાળો હ્રદયની નજરથી
જણાશે જરુરથી ઉભરતા સબંધો

Advertisements

15 ટિપ્પણીઓ »

 1. દશા પાનખરની કહે છે ઘણુંયે
  જણાયા મને તો બદલતા સબંધો

  ગઝલને નિહાળો હ્રદયની નજરથી
  જણાશે જરુરથી ઉભરતા સબંધો
  આલૌકિક સંબંધ અંગે સંતો કહે-“એવા પ્રયોગો દ્વારા શરીર છોડી ગયેલા તદ્દન સામાન્ય કોટિના, દુન્યવી, વિષયલોલુપ આત્માઓ સાથે સંબંધ બાંધવાથી કોઈ ખાસ લાભ કે કલ્યાણ ના થઈ શકે, પરંતુ એ સંબંધ કોઈક અસામાન્ય આધ્યાત્મિક અથવા સંતકોટિના આત્માની સાથેનો હોય તો આત્મવિકાસમાં કલ્યાણકારક બને. આત્મોન્નતિની નવી પ્રેરણા ભરે ને જીવનની જડતાને દૂર કરીને જીવનને વિશુધ્ધ કરવાની સામગ્રી પૂરી પાડીને ચોક્કસ શક્તિસંચાર કરે. તેવા સંબંધ જ કલ્યાણકારક બની શકે છે, ને આશીર્વાદરૂપ ઠરે છે. તેવા સંબંધની પાછળ લગાડેલી શક્તિ સાર્થક ઠરે છે, ને તેને માટેના પ્રયોગોનો સમય પણ સફળ થાય છે. મનુષ્યની રુચી કે રસવૃત્તિ એના જીવનના મૂળભૂત મહાન ધ્યેયનું વિસ્મરણ કરાવે અને એને ભાન ભુલાવે તેવી ના હોવી જોઈએ. અધ્યાત્મમાર્ગના સાધકોએ એ વાત ખાસ યાદ રાખવાની છે.

  ટિપ્પણી by pragnaju — માર્ચ 18, 2011 @ 2:28 એ એમ (am) | જવાબ આપો

 2. સંબંધો વિષે ઘણું કહિ જાય છે ગઝલ…
  દશા પાનખરની કહે છે ઘણુંયે
  જણાયા મને તો બદલતા સબંધો

  આ સંબંધોનો શું વિશ્વાસ પળ પળમાં વિખેરાતા સંબંધો..
  સપના

  ટિપ્પણી by sapana — માર્ચ 18, 2011 @ 2:34 એ એમ (am) | જવાબ આપો

 3. નરેન્દ્રભાઈ

  પરિવર્તિત થાય જ્યાં હોઈ અપેક્ષના સંબંધો
  સ્વાર્થ ના સરવાળા થાય શેષ રાખવા સંબંધો

  મનને ક્યાં શરમ ને સંકોચ તે છે નર્યું નાગુ
  વિચારે હમેશા ક્યારે કામ પતે ને ભાગું

  જોડાય મન અને દિલ જ્યાં હોઈ પ્રેમની સંગત
  પછી મેહફીલ માં ખરા સંબંધોની હોઈ રંગત

  જેના ઉપર આપણું સમગ્ર જીવન નિર્ભર છે તેવા
  સંબંધોની ની સર્નાઈ છેડી ને તમે કમાલ કરી નાખી…

  પણ પોકળતા વચ્ચે જીવવા ની વાત આવે ત્યારે ..

  દશા પાનખરની કહે છે ઘણુંયે
  જણાયા મને તો બદલતા સબંધો

  ખુબ સુન્દેર વાત કરી છે….

  ડો.હેમેન્દ્ર

  ટિપ્પણી by Dr.Hemendra — માર્ચ 18, 2011 @ 3:32 એ એમ (am) | જવાબ આપો

 4. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ,

  જગત આખું જેના તાંતણે બંધાયું છે એ સબંધોને આપે શબ્દે મઢી

  સુંદર ગઝલ રૂપ આપી ઢાળ્યા છે..સરસ.

  ટિપ્પણી by પરાર્થે સમર્પણ — માર્ચ 18, 2011 @ 4:23 એ એમ (am) | જવાબ આપો

 5. સંબંધો બાંધવા અને એને વફાદારીથી નિભાવવા બહુ મોટી વાત છે.સંબંધોમાં વિશ્વાસનું મહત્વ પણ અનેરૂ છે.આપની આ ગઝલ આ બાબત ઉપર સરસ પ્રકાશ પાડે છે.વિશ્વાસઘાતી લોકોને ખુબ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી ગઝલ છે. અભિનંદન.

  ટિપ્પણી by manharmody — માર્ચ 18, 2011 @ 5:42 એ એમ (am) | જવાબ આપો

 6. સંબંધ જેવા સંવેદનશીલ વિષયનું સ-રસ નિરૂપણ થયું છે,અહીં
  મને સંબંધ વિષે મારા બે શેર ટાંકવાનું મન થાય છે,

  નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
  મનુષ્યો હદ વિષે અનહદ વિચારે છે

  બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
  બધા,સંબંધની સરહદ વિચારે છે !

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — માર્ચ 18, 2011 @ 7:59 એ એમ (am) | જવાબ આપો

 7. સંબબ્ધ જેવા નાજુક પરંતુ મજબૂત વિષયનું ખૂબજ માર્મિક વર્ણનનો અનુભવ કરાવ્યો.

  સંબંધ એ હળદરના ગાંઠીયે ગાંધી કહેવડાવાનો વિષય નથી.

  સરસ રચના !

  ટિપ્પણી by અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' — માર્ચ 18, 2011 @ 12:52 પી એમ(pm) | જવાબ આપો

 8. સંબંધના વ્યાપને આપે બંને ધ્રુવો તરફ ગહનતાથી ઝૂલાવ્યા છે. દરેક શેરનો આગવો અંદાજ છે.
  શ્રી નરેન્દ્રભાઈ આવી સરસ અને અસરદાર ગઝલ લખી ,આપે નઝરાણું ધરી દીધું.
  અભિનંદન

  રમેશ પટેલ(આકાશદીપ)

  ટિપ્પણી by Ramesh Patel — માર્ચ 18, 2011 @ 5:37 પી એમ(pm) | જવાબ આપો

 9. શરૂઆત ક્યાંથી કરું કે શું લખું સમજાતું નથી પણ આ શેર પુરતો છે ,……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………….નગરમાં બધા ઓળખે છે પરંતુ
  તમારા ભરોસે મલકતા સબંધો.

  ટિપ્પણી by mehul — માર્ચ 19, 2011 @ 2:26 પી એમ(pm) | જવાબ આપો

 10. દશા પાનખરની કહે છે ઘણુંયે
  જણાયા મને તો બદલતા સબંધો..

  સુંદર …

  ટિપ્પણી by Daxesh Contractor — માર્ચ 21, 2011 @ 10:04 પી એમ(pm) | જવાબ આપો

 11. ખુબ જ સરસ કાકા
  દશા પાનખરની કહે છે ઘણુંયે
  જણાયા મને તો બદલતા સબંધો
  આ બે લાઇન ખુબ સરસ છે.

  ટિપ્પણી by mukesh — માર્ચ 22, 2011 @ 6:50 એ એમ (am) | જવાબ આપો

 12. સંબંધો સંબંધી સુંદર ગઝલ..
  એક નમ્ર સુચન…
  ‘વિચારી કદમને તમે જો ભરો તો’આ પંક્તિ
  ‘તમે જો વિચારી કદમને ભરો તો’કરો તો વધુ સારું લાગશે

  ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — માર્ચ 24, 2011 @ 7:41 એ એમ (am) | જવાબ આપો

 13. vaah ! narendrabhai
  નગરમાં બધા ઓળખે છે પરંતુ
  તમારા ભરોસે મલકતા સબંધો

  ટિપ્પણી by ઇશ્ક પાલનપુરી — એપ્રિલ 8, 2011 @ 5:34 એ એમ (am) | જવાબ આપો

 14. સત્ય વાત કહી છે આપે.
  ‘મતાંતર બનેતો વણસતા સબંધો
  છતાં પ્રેમ હૂંફે સરકતા સબંધો’
  સબંધોનો આધારજ વિચારમેળ છે. પછી મન મેળ અને મિત્રતા કે અન્ય સબંધ બંધાય. વિચારમેળ ન હોય તો વિસંવાદ, અને વિખવાદ પેદા થાય છે, અને છેલ્લે સબંધ વિદાય થાય છે. વિચારમેળ પછી જ મનમેળ અને પ્રેમ થાય.

  ટિપ્પણી by Dr P A Mevada — એપ્રિલ 12, 2011 @ 7:48 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: