Narendrajagtap's Blog

ફેબ્રુવારી 24, 2011

તું સમજી જા

Filed under: ગઝલ — narendrajagtap @ 5:23 પી એમ(pm)

મારો સમય કમજોર છે તું સમજી જા
ખોટા વખતનો દોર છે તું સમજી જા

અંટસ તને શાની પડી મારા થકી
‘અરમાન’ કાંઇ ઔર છે તું સમજી જા

તારી મને આદત ખરે અકળાવતી
જાલીમ અદા શિરજોર છે તું સમજી જા

આ દામિની ચમકાવતી તારું વદન
આકાશ જો ઘનઘોર છે તું સમજી જા

મારી વલે તેં શી કરી છે એ સમજ
તું તો સનમ ચિત્તચોર છે તું સમજી જા

Advertisements

12 ટિપ્પણીઓ »

  1. આદરણીય શ્રી નરેન્દ્રજગતાપભાઈ

    મારી વલે તેં શી કરી છે એ સમજ
    તું તો સનમ ચિત્તચોર છે તું સમજી જા

    સુંદર ગઝલ રચના છે. મનના ભાવોનું સુંદર વર્ણન.

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ — ફેબ્રુવારી 24, 2011 @ 5:58 પી એમ(pm) | જવાબ આપો

  2. સરસ ગઝલ થઈ છે.

    અંટસ તને શાની પડી મારા થકી
    ‘અરમાન’ કાંઇ ઔર છે તું સમજી જા

    ટિપ્પણી by MANHAR MODY — ફેબ્રુવારી 25, 2011 @ 4:33 એ એમ (am) | જવાબ આપો

  3. શ્રી નરેન્દ્રભાઈ,
    માણસ જાતે સમજી જતો હોય તો આપણું ઘણું કામ ઓછું થઈ જાય ! પણ માણસ માણસ થાય તો ઘણું.
    શું કહો છો નરેન્દ્રભાઈ.
    આપનો મિત્ર કિરણ સોની

    ટિપ્પણી by Kiran Soni — ફેબ્રુવારી 25, 2011 @ 6:23 એ એમ (am) | જવાબ આપો

  4. ગઝલ દ્વારા આપે સમજની ગહેરી સમજણનું સુંદર ભાવ નીરુપણ કર્યું છે.
    સરસ ગઝલ માટે શ્રી જગતાપજી અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — ફેબ્રુવારી 25, 2011 @ 7:14 એ એમ (am) | જવાબ આપો

  5. શ્રી નરેન્દ્રભાઈ,

    ગઝલના દરેક શેર દ્વારા ખૂબજ વેધક વાતની સમજણનો ભાવ નીર્ય્પણ કર્યો છે.

    સરસ ગઝલ !

    અભિનંદન !

    ટિપ્પણી by અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' — ફેબ્રુવારી 25, 2011 @ 1:09 પી એમ(pm) | જવાબ આપો

  6. Very good Uncle

    ટિપ્પણી by mukesh — ફેબ્રુવારી 26, 2011 @ 3:29 એ એમ (am) | જવાબ આપો

  7. નરેન્દ્રભાઈ,

    કાવ્ય લોકો શબ્દો ગોઠવી ને સામાન્ય રીતે લખતા
    હોઈ છે. પરંતુ અહી તમારા કાવ્ય માં નરી મૌલિકતા
    ભાસે છે જાણેકે આ શબ્દો હૃદયના ઊંડાણમાંથી
    આવતા હોઈ તેવી ભાવના અભિવ્યક્ત થઇ છે.ચાહને
    અત્યંત નમ્રતાથી મજબુરીઓ દિલ માં ધરોબીને
    આલેખાતી તમારી રચના અત્યંત પ્રભાવિત કરે છે.

    ડો.હેમેન્દ્ર

    ટિપ્પણી by Dr.Hemendra — ફેબ્રુવારી 28, 2011 @ 1:33 એ એમ (am) | જવાબ આપો

  8. સરસ ઈશ્કે મિજાજી ગઝલ !
    મત્લા વિશેષ ગમ્યો !!

    ટિપ્પણી by 'ઈશ્ક'પાલનપુરી — માર્ચ 8, 2011 @ 4:57 એ એમ (am) | જવાબ આપો

  9. Nice Gazal. Enjoyed.

    ટિપ્પણી by Pancham Shukla — માર્ચ 10, 2011 @ 6:22 પી એમ(pm) | જવાબ આપો

  10. બહુ મસ્ત ,મારો સમય કમજોર છે તું સમજી જા
    ખોટા વખતનો દોર છે તું સમજી જા

    ટિપ્પણી by mehul — માર્ચ 14, 2011 @ 4:44 પી એમ(pm) | જવાબ આપો

  11. મજાના મત્લા સહિતની સુંદર ગઝલ …!!!

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — માર્ચ 17, 2011 @ 4:35 એ એમ (am) | જવાબ આપો

  12. શ્રીમાન. નરેન્દ્રભાઈ

    ખુબજ સરસ રચના અને સરસ પંક્તિ

    ” આ દામિની ચમકાવતી તારું વદન
    આકાશ જો ઘનઘોર છે તું સમજી જા.”

    આપ મળવા લાયક અને માણવા લાયક માણસ છો.

    ડૉ.કિશોરભાઈ પટેલ

    ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ — માર્ચ 17, 2011 @ 11:14 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: