Narendrajagtap's Blog

ફેબ્રુવારી 12, 2011

પાલનપુર

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:41 પી એમ(pm)

મારુ મૂળ સમજો કે મારુ ઉર
                 મારુ વતન છે પાલનપુર
વિચરુ ભલે આખા જગતમાં
                 ઉમટે જો યાદોનું ઘોડાપુર
સો સાજ છોડીને પછી વાગે એક સૂર
                 હવે જાવું છે પાલંનપુર

રોજી રોટી કાજે ગયો છું ઘણે દુર
                નસીબ અજમાવી ફ્ળ પામ્યો સુમધુર
પણ દીલનો અજંપો કળી ગયો મારી ધૂન
                 વળીને પાછો આવી ગયો પાલનપુર

મારુ બચપન, ભણતર, જવાની ને સન્માન
                 કરી પ્રવ્રુતિ પામ્યો ,થયુ નવ નિર્માણ
મસ્તકમાં ,ને છે મારા રક્તમાં અણુ અણુ
                 ગૌરવ મારા પાલનપુર તણું

નવાબી રાજ ને સિધ્ધરાજની ભૂમિ
                  મીઠીવાવ ને કીર્તીસ્થંભ ગગનચૂમિ
પાલનપુરીની મહેંક પ્રસરી છે દૂર દૂર
                  મારી અત્તરની નગરી પાલનપુર,પાલનપુર

Advertisements

19 ટિપ્પણીઓ »

 1. વતન એટલે જીવનનું ઘડતર અને બાળપણની મસ્ત મધુરી યાદો.
  આ માયુડી માટીના વ્હાલ મને સાંભરે…
  આપે હૃદય સ્પર્શી રીતે આજે પાલનપૂરને હૈયે ઝુલાવ્યું છે. આ નાતો
  આપને સ્વર્ગનો આનંદ આપતો રહે એવી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  ટિપ્પણી by Ramesh Patel — ફેબ્રુવારી 12, 2011 @ 7:56 પી એમ(pm) | જવાબ આપો

 2. મારી અત્તરની નગરી પાલનપુર,પાલનપુર….
  તમારા ઘર ઝુરાપાની તીવ્રતા અને માટીની સૉડમ શબ્દમાં ભારોભાર અવતરે છે તમરું નવાબી રાજ આનંદદાયક
  રહો એ જ અભર્થના.

  ટિપ્પણી by himanshupatel555 — ફેબ્રુવારી 12, 2011 @ 8:11 પી એમ(pm) | જવાબ આપો

 3. આદરણીય શ્રી નરેન્દ્રજગતાપજી ,

  નવાબી રાજ ને સિધ્ધરાજની ભૂમિ
  મીઠીવાવ ને કીર્તીસ્થંભ ગગનચૂમિ
  પાલનપુરીની મહેંક પ્રસરી છે દૂર દૂર
  મારી અત્તરની નગરી પાલનપુર,પાલનપુર

  વતન એટલે વતન એક સોનેરી યાદ બચપણ અને યુવાની હંમેશા

  વતનની મીઠ્ઠી યાદ સાથે આજીવન જળવાઈ રહી માનસપટ પર સ્થિર

  થઈ જાય છે. પાલનપુરની અજાયબી જેવી અનમોલ સ્થાન રૂપી યાદો

  કાવ્યનુંપ્રાસમાં આબાદ ઝીલી છે જે એક સાચા વતન પ્રેમીનું દિલ છે.

  ટિપ્પણી by પરાર્થે સમર્પણ — ફેબ્રુવારી 12, 2011 @ 9:00 પી એમ(pm) | જવાબ આપો

 4. ભાવ ગીતની મીઠાશ છે પછી એમાં બીજી ચકાસણી કરવાની ન હોય. તમારા જન્મસ્થાનની છબીનુ આલેખન વાંચતા આનંદ
  સરયૂ
  .www.saryu.wordpress.com

  ટિપ્પણી by SARYU PARIKH — ફેબ્રુવારી 12, 2011 @ 10:11 પી એમ(pm) | જવાબ આપો

 5. નરેન્દ્ર ભાઈ

  આ જ રૂડું ને રંગીલું પાલનપુર

  જ્યાં નરેન્દ્રનો પ્રેમ મળ્યો ભરપુર

  મળું ના એક બે દિવસ તો

  તમ હૃદય બને મળવાને આતુર

  પ્રેમભરી એ આંખોની કરવી શું વાત

  સજીવ હોઈ કે નિર્જીવ (ઔટોમોબીલે)

  તેને ના કોઈ ભેદ જાત પાત

  હૃદય માં વસી જાય તેવી રચના

  નરેન્દ્ર ભાઈ મને તેનો પ્રતિભાવ

  કાવ્ય માં આપવાનું વધુ ઉચિત લાગ્યું.

  ડો હેમેન્દ્ર

  ટિપ્પણી by Dr.Hemendra — ફેબ્રુવારી 13, 2011 @ 3:06 એ એમ (am) | જવાબ આપો

 6. khubaj saras bhavabhivyakti.
  man ne sparshi gai.
  abhinandan narendrabhai.

  ટિપ્પણી by urvashi parekh — ફેબ્રુવારી 13, 2011 @ 3:20 એ એમ (am) | જવાબ આપો

 7. વાહ નરેન્દ્રભાઈ,તમે તો સવાઈ પાલનપુરી છો. વતનપ્રેમની સુંદર કવિતા.

  ટિપ્પણી by MANHAR MODY — ફેબ્રુવારી 13, 2011 @ 4:20 એ એમ (am) | જવાબ આપો

 8. સરસ ,
  માદરે વતની યાદ ,ક્યોએ ને ક્યારેય ભૂલાસે નહી

  ટિપ્પણી by praheladprajapati — ફેબ્રુવારી 13, 2011 @ 2:22 પી એમ(pm) | જવાબ આપો

 9. જન્મભૂમિને સરસ અર્ધ્ય આપ્યો છે. અભિનંદન!
  “જનનિચ જન્મભુમિચ સ્વર્ગાદપિ ગરિયસી”
  “સાજ” મેવાડા

  ટિપ્પણી by Dr P A Mevada — ફેબ્રુવારી 13, 2011 @ 2:56 પી એમ(pm) | જવાબ આપો

 10. નવાબી રાજ ને સિધ્ધરાજની ભૂમિ
  મીઠીવાવ ને કીર્તીસ્થંભ ગગનચૂમિ
  પાલનપુરીની મહેંક પ્રસરી છે દૂર દૂર
  મારી અત્તરની નગરી પાલનપુર,પાલનપુર
  વતન નું પોતાનું શ્હેર પાલનપુર માટે સુંદર કાવ્ય થયું ..અને લાગણી વ્યક્ત થઇ ..
  મેં પણ મારા શહેર માટે એક કાવ્યમાં ..ભાવના વ્યક્ત કરી ..આપે કદાચ જોઈ હશે ..
  યુકેનું લેસ્ટર
  એજ મારું શહેર
  લીલુંછમ શ્હેર મુજ
  વૃક્ષથી છે સભર
  defadil આવિયા
  અલવિદા પાનખર ……
  https://leicestergurjari.wordpress.com/wp-admin/post.php?post=15&action=edit

  ટિપ્પણી by Dilip Gajjar — ફેબ્રુવારી 13, 2011 @ 3:23 પી એમ(pm) | જવાબ આપો

 11. મને પણ ખુશી છે કે એતો છે આપણું પાલનપુર…
  વાહ મજા આવી ગઈ.

  ટિપ્પણી by Kiran Soni — ફેબ્રુવારી 13, 2011 @ 5:11 પી એમ(pm) | જવાબ આપો

 12. નરેન્દ્રભાઈ,

  સૌ પ્રથમ વખત હરતા ફરતા તમારા બ્લોગની મુલાકાતે આજે ચડી ગયેલ, અને પોતાના વતન પ્રેમની સુંદર રચના વાંચી તો આનંદ થયો.
  દરેકને પોતાના વતનની યાદ કોઈ ને કોઈ સ્વરૂપે હોય જ છે.
  વતન પ્રેમની સુંદર ભાવના કવિતા દ્વારા વ્યક્ત કરેલ છે.

  અભિનંદન !

  ટિપ્પણી by અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' — ફેબ્રુવારી 13, 2011 @ 9:07 પી એમ(pm) | જવાબ આપો

 13. Kya bat hai uncle. excellent

  ટિપ્પણી by mukesh — ફેબ્રુવારી 14, 2011 @ 6:58 એ એમ (am) | જવાબ આપો

 14. બહુ સરસ નગર કાવ્ય !! આમ પણ પાલનપુર તો પાલનપુર !!!

  ટિપ્પણી by 'ઈશ્ક'પાલનપુરી — ફેબ્રુવારી 15, 2011 @ 4:24 એ એમ (am) | જવાબ આપો

 15. સુંદર રચના!.ભવ્ય અંજલી માતૃભૂમિને.

  ટિપ્પણી by ભરત — ફેબ્રુવારી 16, 2011 @ 6:17 એ એમ (am) | જવાબ આપો

 16. ગુરુજી કેમ છો મજામાં ને.હું આપને સાથ આપવા આવી ગયો છું.હકીકત માં તો આપનો સાથ લેવા આવ્યો છું .જેટલા મજાના છો એટલું મજાનું લખો છો.

  ટિપ્પણી by mehul — ફેબ્રુવારી 20, 2011 @ 4:38 પી એમ(pm) | જવાબ આપો

 17. આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

  આપનો વતનપ્રેમ જોઈને ખુબ જ આનંદિત થઈ ગયો, સલામ સાહેબ…….!

  ” જનની, જન્મની ભાષા અને જન્મભૂમિથી મહાન કોઈ નથી.”

  એ આપે સાર્થક કરેલ છે, આપનો બ્લોગ ખુબજ સુંદર છે,

  અવરનવાર મુલાકાત લેતો રહીશ, શબ્દો દ્વારા મળતો રહીશ.

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  મારા બ્લોગ પર આપના પાવન પગલાં જોવા આતુર છું.

  http://shikshansarovar.wordpress.com

  ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ — ફેબ્રુવારી 21, 2011 @ 11:29 પી એમ(pm) | જવાબ આપો

 18. મા નાં ખોળા જેવી કવિતા અને માથે હાથ પસરાવતી મા ની અનુભૂતિ કરાવતી લાગણીને જાણે વાચા ફૂટી હોય એવી સંવેદનાઓનાં અખૂટ ભાવ સમેટીને આવેલી આપની રચના ખૂબજ સરસ નરેન્દ્રભાઇ…..
  જય હો….!

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — ફેબ્રુવારી 24, 2011 @ 5:41 એ એમ (am) | જવાબ આપો

 19. Congratulation Nandubhai,

  ટિપ્પણી by Shaileshkumar Mehta — માર્ચ 23, 2012 @ 7:24 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: