Narendrajagtap's Blog

જાન્યુઆરી 17, 2011

સમય બલીહારી ! સમય બલીહારી !

Filed under: achhandas rachanao,ગઝલ — narendrajagtap @ 5:01 પી એમ(pm)

સમયના કેવાં વહેણ
ના આવે કદી કહેણ
ના કોઇ સગુ શેણ
           સમય બલીહારી ! સમય બલીહારી !
સહુ સમયના આભારી
થયું તેનું નિરધારી
અંતે તો ગિરીધારી
            સમય બલીહારી ! સમય બલીહારી !
પ્રિત બધાને પ્યારી
સગાની રીત રહે ન્યારી
કર્મોની ગતિ સ્વીકારી
             સમય બલીહારી ! સમય બલીહારી !
દ્વેષભાવની ભાવના
લાલસા મનોકામના
ના રહી રાષ્ટ્રવંદના
              સમય બલીહારી ! સમય બલીહારી !
સંજોગોને સમર્પીત
માનસ થયા વિચલીત
ખેવના અસ્ખલીત
               સમય બલીહારી ! સમય બલીહારી !
સમયનો કોણ સુકાની
ચાલી કોની આનાકાની
જીંદગી તો જવાની
                સમય બલીહારી ! સમય બલીહારી !

Advertisements

7 ટિપ્પણીઓ »

  1. નરેન્દ્રભાઈ,
    વિચારો સરસ છે. હજી મઠારશો તો વધારે સારી કવિતા થશે.
    લખતા રહેશો.
    સરયૂ પરીખ.

    ટિપ્પણી by SARYU PARIKH — જાન્યુઆરી 17, 2011 @ 5:21 પી એમ(pm) | જવાબ આપો

  2. ફોટાની જેમ જ સમયથી જકડાયેલો મણસ સમય બલીહારી વગર હયાત નથી.

    ટિપ્પણી by himanshu patel — જાન્યુઆરી 17, 2011 @ 6:12 પી એમ(pm) | જવાબ આપો

  3. સમય સમય બલવાનની સુંદર અનુભૂતિ. વિચાર અને સમય ઈતિહાસનાં બે પાસાં છે.
    સરસ કૃતિ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — જાન્યુઆરી 17, 2011 @ 8:02 પી એમ(pm) | જવાબ આપો

  4. સમયનો કોણ સુકાની
    ચાલી કોની આનાકાની
    જીંદગી તો જવાની
    સમય બલીહારી ! સમય બલીહારી !
    સરસ

    સમય ની બલીહારી તો જુઓ………..

    શું કરું ?મારા રુદનની સાબીતીનું શું કરું ?
    એક પળ ખાલી હસી એમાં છબી ખેંચાઈ ગઈ……..

    ટિપ્પણી by pragnaju — જાન્યુઆરી 17, 2011 @ 8:17 પી એમ(pm) | જવાબ આપો

  5. સમયની બલિહારીનું સ-રસ ચિત્રણ.

    સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન
    કાબે અર્જુન લૂટીયો, વહી ધનુષ્ય વહી બાણ.

    ટિપ્પણી by MANHAR MODY — જાન્યુઆરી 18, 2011 @ 5:25 એ એમ (am) | જવાબ આપો

  6. નરેન્દ્રભાઈ,
    અંતે તો સમયની બલિહારી જ બલિહારી છે.
    ખૂબ જ સરસ રચના છે.

    આપનો પ્રિય મિત્ર,
    કિરણ સોની

    ટિપ્પણી by Kiran Soni — જાન્યુઆરી 18, 2011 @ 7:58 એ એમ (am) | જવાબ આપો

  7. પ્રિત બધાને પ્યારી
    સગાની રીત રહે ન્યારી
    કર્મોની ગતિ સ્વીકારી

    very philosophical and poignant to heart!well done narendrabhai once again..jara hatke..theme gamyo!

    Regard,

    Dr.Hemendra.

    ટિપ્પણી by Dr.Hemendra — જાન્યુઆરી 25, 2011 @ 6:13 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: