Narendrajagtap's Blog

ડિસેમ્બર 12, 2010

મારે શું

Filed under: ગઝલ — narendrajagtap @ 2:54 પી એમ(pm)

અંબરમાંથી ભર ચોમાસે સાચુ સોનું ઢોળાયે…તો મારે શું
આંબે કેરી ના આવે ને લીંબોળી ઝોલા ખાયે …તો મારે શું

કાળી રાતે વીજ ચમકારે વાદળ ગરજી વાત કરે મારી સાથે
ઓલી વન વગડાની કાળી કોયલડી રૂસણે જાયે… તો મારે શું

હું સોચું કે ઊડું સાગર છોળે ને હિંચું વાદળ ના હિંડોળે
તું ઊડે ફુલોની ફોરમે ને લોચનિયે હરખાયે…તો મારે શું

આષાઢી સાંજે અંબર ગાજે પોકારે પેલો મતવાલો મોર
મીઠા મધમધતાં ટહુંકાથી તારું હૈયું કોરાયે…તો મારે શું

તારામાં મસગૂલ રહ્યો હું ને આ ભવ ગ્યો હારી ઓ પિયતમ મારી
આપી હાર તેં ચાહતમાં ને મોં ફેરવ્યું જગ આખાયે… તો મારે શું

Advertisements

15 ટિપ્પણીઓ »

  1. wachi ne anand thayo

    tamara thought bahoo unda che

    ટિપ્પણી by niharpujara — ડિસેમ્બર 12, 2010 @ 4:15 પી એમ(pm) | જવાબ આપો

  2. સરસ

    આષાઢી સાંજે અંબર ગાજે પોકારે પેલો મતવાલો મોર
    મીઠા મધમધતાં ટહુંકાથી તારું હૈયું કોરાયે…તો મારે શું
    તારામાં મસગૂલ રહ્યો હું ને આ ભવ ગ્યો હારી ઓ પિયતમ મારી
    આપી હાર તેં ચાહતમાં ને મોં ફેરવ્યું જગ આખાયે… તો મારે શું
    યાદ
    કારણ શું હતુ કે મને આપેલ વચન તોડ્યા
    નાજુક દિલમાં ખૂંપી કટાર, એ આ જ જગા છે

    સ્વપ્નમાંય કદી ચાહ્યું નહોતુ એવું બની ગયુ
    થઇ તારા જ દુઃખની કતાર, એ આ જ જગા છે

    હું તો ચાહતો હતો તને જીવનભર સુખી જોવા
    આખરે મારી જ થઇ હાર, એ આ જ જગા છે

    ટિપ્પણી by pragnaju — ડિસેમ્બર 12, 2010 @ 8:38 પી એમ(pm) | જવાબ આપો

  3. નંદુ
    તારી કવિતા માં મઝા આવી ગયી યાર
    મહેશ

    ટિપ્પણી by kailshgauri@gmail.com — ડિસેમ્બર 13, 2010 @ 5:19 પી એમ(pm) | જવાબ આપો

  4. સરસ ગઝલ!!! આ માએ શું જેવો ભાવ જીંદગી પ્રત્યે પણ રાખી શકાતો હોત તો?શ્વાસ આવે કે ન આવે મારેશું?
    સપના

    ટિપ્પણી by sapana — ડિસેમ્બર 13, 2010 @ 10:28 પી એમ(pm) | જવાબ આપો

  5. કુદરતથી છલોછલ કવિ અને પ્રેમીનો મીજાજ સરસ પક્ડાયો છે–
    હું સોચું કે ઊડું સાગર છોળે ને હિંચું વાદળ ના હિંડોળે
    તું ઊડે ફુલોની ફોરમે ને લોચનિયે હરખાયે…તો મારે શું

    ટિપ્પણી by himanshu patel — ડિસેમ્બર 13, 2010 @ 11:14 પી એમ(pm) | જવાબ આપો

  6. તારામાં મસગૂલ રહ્યો હું ને આ ભવ ગ્યો હારી ઓ પિયતમ મારી
    આપી હાર તેં ચાહતમાં ને મોં ફેરવ્યું જગ આખાયે… તો મારે શું

    વાહ નરેન્દ્રભાઈ મઝા આવી ગઈ.

    ટિપ્પણી by Jagadish Christian — ડિસેમ્બર 13, 2010 @ 11:47 પી એમ(pm) | જવાબ આપો

  7. પ્રિય નરેન્દ્ર ભાઈ

    આ નવોદિત કવિતા માંથી વરાળ નીકળતી હોઈ તેવું
    લાગ્યું.પ્રીતમ નું હૈયું કોરતું હોઈ ત્યારે કયો પ્રીતમ કેહવાની
    હિંમત કરે..મારે શું ??!! અંતર ના ઊંડાણમાં થી નીકળેલો
    પ્રેમ નો આક્રોશ –જોગીના પૂર્ણ ત્યાગની પરિકલ્પના તમારા
    સુન્દેર મજાના અદભૂત કાવ્ય માંથી સહેજે પ્રગટ થઇ છે.
    અન્ય કાવ્યની તુલના માં અહી સંવેદના બહુત ઠાંસી ઠાંસી
    ને ભરી છે જેને ઉકેલવાનું કવિ હૃદય માટે સરળ છે!!
    બીજું તો ઠીક પણ વરાળ થી થોડું દજાયું.આવું કરો ત્યારે
    મેઘ મલ્હાર અભિવ્યક્ત કરતુ કાવ્ય જરૂર સામેલ કરવું જેથી
    દાજ્યાની પીડા ઓછી કરી શકાય!!!!!!

    मै अल्फाज़ ढूढने चला !!बहुत खूब !!

    હેમેન્દ્ર

    ટિપ્પણી by Dr.Hemendra — ડિસેમ્બર 15, 2010 @ 3:25 એ એમ (am) | જવાબ આપો

  8. મારે શું? પણ કહેવા માગે ..મારે બધું જ તમારા લીધે.
    એક નોખો અંદાજ ..મજાની રીતે ગાઈ ગઝલ.સરસ વિચારોની ગુંથણી.
    શ્રી નરેન્દ્રભાઈ..અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — ડિસેમ્બર 15, 2010 @ 4:48 એ એમ (am) | જવાબ આપો

  9. તારામાં મસગૂલ રહ્યો હું ને આ ભવ ગ્યો હારી ઓ પિયતમ મારી
    આપી હાર તેં ચાહતમાં ને મોં ફેરવ્યું જગ આખાયે… તો મારે શું
    Jagtapbhai,…
    khub j sundar rite praadeshik boli and lahekaama rachana thai khub j gami gai…uper ni pankti ..adbhut chhe

    ટિપ્પણી by Dilip Gajjar — ડિસેમ્બર 15, 2010 @ 10:03 એ એમ (am) | જવાબ આપો

  10. શ્રી નરેન્દ્રભાઈ
    જય જિનેન્દ્ર
    આપની રચના ‘મારે શું’ ખૂબ જ સરસ છે.
    અભિનંદન…
    આપનો સહૃદયી,

    કિરણ સોની

    ટિપ્પણી by Kiran Soni — ડિસેમ્બર 16, 2010 @ 9:03 એ એમ (am) | જવાબ આપો

  11. aaje j mulakat thai aapni site ni,
    saras rachna, mare shun?

    ટિપ્પણી by urvashi parekh — ડિસેમ્બર 18, 2010 @ 3:07 પી એમ(pm) | જવાબ આપો

  12. ‘મારે શું ‘ એ અમારા શબ્દ સાધના પરિવારના સભ્યોમાં ખુબ જ લોકપ્રિય થયેલી નરેન્દ્રભાઈની ગઝલ છે.
    એમના મિજાજ ને ખુબ સારી રીતે પ્રતિબિંબીત કરે છે.

    ટિપ્પણી by manharmody — ડિસેમ્બર 20, 2010 @ 7:26 એ એમ (am) | જવાબ આપો

  13. સરસ રચના ! મારે શું ? એમ કહીને દરેક વાતે છટકી જવાની રીત તો કાબિલે દાદ !

    ટિપ્પણી by 'ઈશ્ક'પાલનપુરી — ડિસેમ્બર 24, 2010 @ 4:32 એ એમ (am) | જવાબ આપો

  14. અંબરમાંથી ભર ચોમાસે સાચુ સોનું ઢોળાયે…તો મારે શું
    આંબે કેરી ના આવે ને લીંબોળી ઝોલા ખાયે …તો મારે શું
    Khub sunder rachana maja aavi gai..fari fari maanvani..

    ટિપ્પણી by Dilip Gajjar — ડિસેમ્બર 24, 2010 @ 3:07 પી એમ(pm) | જવાબ આપો

  15. સંવેદનની તીવ્રતાથી તરબતર…

    ટિપ્પણી by પંચમ શુક્લ — જાન્યુઆરી 2, 2011 @ 8:07 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: