Narendrajagtap's Blog

નવેમ્બર 14, 2010

દિવાળી આવી.. દિવાળી આવી..

Filed under: achhandas rachanao — narendrajagtap @ 2:55 પી એમ(pm)

મોઘવારીના જમાનામાં જ્યારે બધુ જ મોઘું હોય અને છતાં દિવાળી ઉજવવાની હોય…લોકલાજે પણ તણાવવું પડતું હોય ત્યારે સ્થિતિ કફોડી બને છે…મોઘવારીને ભાંડતી આ રચના કટાક્ષરૂપે રજુ કરુ છું

દિવાળી આવી,દિવાળી આવી
દી-વાળીદે તેવી દિવાળી આવી
મોઘવારીની તો નવી સોગાદો લાવી
લો આ સદીની નવી દિવાળી આવી

દિવાળી કહે ભઇ હવે જનતા ફાવી
હુ તો નવીનવી ભેટ્સોગાદો લાવી
ડીઝલ મોઘુ-ટ્રક હડતાલો લાવી..
સપ્તાહનું ડીઝલ બચાવી દિવાળી આવી

સોનિયા-મનમોહન કુટે છે ભાલ
મોઘવારીના છૂટાદોરનો સૌ દેખે છે તાલ
વીતે છે લોકોના દિવસો,માની સુધરશે કાલ
મોઘવારીને ભૂલી મને ઉજવો,હું દિવાળી આવી

ભાવતાલની માઝાએ ઠર્યા છે ગાત્ર
ચિંતા નહી,માનવીની કીંમત ઘટી માત્ર
કેવા ભાઇ ભત્રીજા ભાણા સબંધ નામના
કામ આવોતો કામના,બાકી સબંધ શા કામના
રાવણ રોળી દિવાળી ઉજવી’તી રામે
સૂર-અસૂર સંહારી રાસ રમ્યોતો શ્યામે
ભુખ-ભયને ભ્રષ્ટાચારની શાને
મને ઉજવો હું દિવાળી આવી
હું દિવાળી આવી….

Advertisements

11 ટિપ્પણીઓ »

  1. મોંઘવારીની અને પરંપરાગત બાહ્ય ઉજવણીના જુના રુઢિરિવાજો પરની સારી કટાક્ષપૂર્ણ અભિવ્યક્તિ.

    ટિપ્પણી by devikadhruva — નવેમ્બર 14, 2010 @ 3:31 પી એમ(pm) | જવાબ આપો

  2. રામરાજ્ય અને દિવાળી એ દિવાસ્વપ્ન સમાન થઈ ગયું છે. સુંદર કટાક્ષમય કાવ્ય. નાનાને નાની યાદ આવી જાય એવો આજનો માહોલ છે. સુંદર. નવું ઘર અને નવો નાનેરો પૌત્રનો પામ્યાનો આનંદ દિવાળીની ખુશી બેવડાઈ ગઈ હશે.

    ટિપ્પણી by Jagadish Christian — નવેમ્બર 14, 2010 @ 3:44 પી એમ(pm) | જવાબ આપો

  3. દિવાળીની સુંદર વાત વણી છે નરેન્દ્રભાઇ…..
    એ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું-રાજકોટથી….!

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — નવેમ્બર 14, 2010 @ 4:07 પી એમ(pm) | જવાબ આપો

  4. Now gone! And ever gone if….
    Reduce needs and false sense of prestige.

    ટિપ્પણી by Suresh Jani — નવેમ્બર 14, 2010 @ 6:16 પી એમ(pm) | જવાબ આપો

  5. ભાવતાલની માઝાએ ઠર્યા છે ગાત્ર
    ચિંતા નહી,માનવીની કીંમત ઘટી માત્ર
    કેવા ભાઇ ભત્રીજા ભાણા સબંધ નામના
    કામ આવોતો કામના,બાકી સબંધ શા કામના
    Jagtaapbhaai aapna kaavyani raah j jota hata,…
    હળવી શરૂઆત પછી આગળ તો કટુ સત્ય સરસ રીતે કહી દીધું ..માણસની કિંમત ઘટી ..આ વાત બહુ મર્માળી છે ..
    અહી( યુ.કે.) હજી માનવ નું ઘણું સન્માન છે શિસ્ત તોછડાઈ કે જડતા ને જોહુકમી, મેનરલેસ ન વર્તાય ..ન માનવ કે પોલીસ માં ..
    સરસ કટાક્ષ કાવ્ય ..લખતા રહેશો ..
    દિવાળી આવી ગઈ
    કમર તો ભાગી ગઈ
    દિવસ ક્યાં વાળી ગઈ
    માનવી કિંમત ઘટાડી ગઈ !!

    ટિપ્પણી by Dilip Gajjar — નવેમ્બર 14, 2010 @ 7:06 પી એમ(pm) | જવાબ આપો

  6. saras kavy.
    ghani vasvik vaat kahevani chhe kavya ma.
    manvi ni kimat kharekhar ghati gai chhe.

    ટિપ્પણી by urvashi parekh — નવેમ્બર 15, 2010 @ 2:13 એ એમ (am) | જવાબ આપો

  7. આપણી દિવાળી અને અમેરિકન નાતાલ એક જ સ્થિતિ છે-મોંઘવારી, આપણે ક્યાંથી શિખ્યા ?

    ટિપ્પણી by himanshu patel — નવેમ્બર 15, 2010 @ 2:59 એ એમ (am) | જવાબ આપો

  8. સરસ રચના છે. દિવાળી……….

    ટિપ્પણી by Mukesh — નવેમ્બર 15, 2010 @ 3:19 એ એમ (am) | જવાબ આપો

  9. શ્રી જગતાપભાઈ
    હૃદય વલોવી નાખે એવા કટાક્ષ સાથે સાચો ચીતાર આપતું આ કાવ્ય આજની
    વિષમ પરિસ્થિતિને બરાબર ઉજાગર કરે છે. સરસ રચના.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — નવેમ્બર 15, 2010 @ 6:49 એ એમ (am) | જવાબ આપો

  10. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી પર ચોટદાર કટાક્ષ વેરતું કાવ્ય-ગીત!
    સુધીર પટેલ.

    ટિપ્પણી by sudhir patel — નવેમ્બર 28, 2010 @ 3:36 એ એમ (am) | જવાબ આપો

  11. સરસ રચના….

    ટિપ્પણી by Anil Limbachiya — એપ્રિલ 17, 2011 @ 12:33 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: