Narendrajagtap's Blog

સપ્ટેમ્બર 9, 2010

ખમાખમા

Filed under: achhandas rachanao — narendrajagtap @ 5:54 પી એમ(pm)

એક ઘંણી જ જુની 1998 ની એક રચના રજુ કરુ છું તે વખતે ભારતના વડાપ્રધાન પદે શ્રી અટલબિહારી બાજપાઇ હતાં… ભારત માટેની મારી મનોવ્યથા મે આમા વ્યક્ત કરી છે…. આપને સૌને ગમશે….
ચિંતાના બિંદુઓથી ઘેરાયો છે
સમસ્યાની રેખાઓથી ગભરાયો છે
કોમ-વાડાના ષટકોણો રચાયા છે
ભારત ઘણા વર્તુળોમાં વહેચાયો છે

શું છે વ્યાધિ,તેનો કોઇ ના જાણે અક્ષર
મટશે દવાથી કે પછી ખપશે નસ્તર
વર્ષોથી ચાલે છે આની બાયોપ્સી
સર્જન અટલ પણ આજે અટવાયો છે

દેશનો જણ જણ કેમ રઘવાયો છે
આશ્ચ્રર્ય જ છે દેશ શેનાથી સચવાયો છે
અમારા તો પ્રાણથી લાડકવાયો છે
પરંવૈભવેથી ગર્તામાં પટકાયો છે

સુકાની ઘણા આવી ગયાં આ મનવારના
ગજ-ઘર ભર્યા કર્યુ કાંઇ સિવાયના
દેશ-ભક્તિની વાતો કામે કેમ લાગીના
નહી તો મારો અટલ કદી અટવાય ના

સસ્તી શહીદીની વાતો હવે ઘણીખમા
વચન-લ્હાણીની જયાફત હવે ઘણીખમા
સસ્તુ શું ? પ્રજાના સંયમને ઘણીખમા
રોજીરોટી ને સલામતી મળેતો ખમાખમા

Advertisements

13 ટિપ્પણીઓ »

 1. સાચુ કહ્યુ!
  સપના

  ટિપ્પણી by sapana — સપ્ટેમ્બર 9, 2010 @ 7:55 પી એમ(pm) | જવાબ આપો

 2. સસ્તુ શું ? પ્રજાના સંયમને ઘણીખમા
  રોજીરોટી ને સલામતી મળેતો ખમાખમા
  ………………very nice
  શ્રી જગતાપભાઈ
  આ evergreen જેવી વ્યથાની કથા હજુ આપણી ધરતીના દરેક વ્યક્તિના
  મનમાં ડોહાળાયા કરે છે,આપે સરસ શબ્દો વડે મનો ભાવને ઝીલ્યો છે.
  આ ક્ષેત્રના આપ નિષ્ણાત છો એટલે સહજ રીતે આપ આ રચનામાં ખીલ્યા છો.
  રમેશ પટેલ(આકાશદીપ)

  ટિપ્પણી by Ramesh Patel — સપ્ટેમ્બર 9, 2010 @ 11:58 પી એમ(pm) | જવાબ આપો

 3. શું છે વ્યાધિ,તેનો કોઇ ના જાણે અક્ષર
  મટશે દવાથી કે પછી ખપશે નસ્તર
  વર્ષોથી ચાલે છે આની બાયોપ્સી
  સર્જન અટલ પણ આજે અટવાયો છે
  સરસ
  યાદ આવી

  વૈદવા અનારી ,નારી ઘર ભરમાવે રે
  જા ઇ કહો વૈદવા સોં,કછુ દિન પઢિ આવે
  રોગ પહિચાને બિનુ ,ઔષધિ વતાવે રે.
  ઝૂઠી-મૂઠી બૂટી દૈ કે,ઘૂંટી સો પિલાવે મોહી,
  અનુ દિન છીન છીન દરદ બઢાવે રે,
  ઐરી સખી! કૈસી કરું કહાં ચલી જાવૂં હાય!
  જિઉં કૈસે? મરું કૈસે?બિરહ સતાવે રે
  જાન્યો રી કૃપાલુ તેરો રોગ હૈ વિયોગકો રી,
  વૈદવા હૈ ગોકુલામેં,કાન્હ જો કહાવે રે.

  ટિપ્પણી by pragnaju — સપ્ટેમ્બર 10, 2010 @ 12:32 એ એમ (am) | જવાબ આપો

 4. dear Narendrabhai,

  શું છે વ્યાધિ,તેનો કોઇ ના જાણે અક્ષર
  મટશે દવાથી કે પછી ખપશે નસ્તર
  વર્ષોથી ચાલે છે આની બાયોપ્સી
  સર્જન અટલ પણ આજે અટવાયો છે

  masha Allah ! this is wonderful piece which dipics the present turmoil of the country.Congrates for such a fantastic poetry!

  Dr.Hemendra.

  ટિપ્પણી by Dr.Hemendra — સપ્ટેમ્બર 10, 2010 @ 2:31 એ એમ (am) | જવાબ આપો

 5. આશ્ચ્રર્ય જ છે દેશ શેનાથી સચવાયો છે?aaj 12 varsh pachhi pan paristhiti kai j badlai nathi!

  ટિપ્પણી by shivaji solanki "shivam" — સપ્ટેમ્બર 10, 2010 @ 9:40 એ એમ (am) | જવાબ આપો

 6. સરસ દેશદાઝવાળી રચના !

  ટિપ્પણી by ઈશ્ક પાલનપુરી — સપ્ટેમ્બર 11, 2010 @ 11:31 એ એમ (am) | જવાબ આપો

 7. મા.શ્રી જગતાપભાઈ

  ” સમસ્યાની રેખાઓથી ઉભરાયો છે
  કોમ-વાડાના ષટકોણો રચાયા છે
  ભારત ઘણા વર્તુળોમાં વહેચાયો છે

  શું છે વ્યાધિ,તેનો કોઇ ના જાણે અક્ષર
  મટશે દવાથી કે પછી ખપશે નસ્તર ”

  તકાત છે કોઈની કે નસ્તર ફેરવે ??? જે કરવાનું છે-હશે, પોતે જ કરી શકે છે.

  સરસ રચના.

  હજી ઘણા નર-રત્નો- માતૃભૂમિને ચાહનારા ભારતમાં છે અને જેઓ ભારતની બહાર છે તેઓનો આત્મા ભારતમાં જ છે. એ સૌના આત્મબળ ઉપર ભારત અડીખ્મ્મ ઉભું છે અને રહેશે.તમે આટલી મનોવ્ય્થા કાવ્ય રચના દ્વારા દાખવો છો એતો ફક્ત એક પુરાવો છે. જેઓ નથી દખવી શકતા એ સૌનિ મનોવ્યથા-મનોબળ અદ્રશ્ય છે.

  ટિપ્પણી by પટેલ પોપટભાઈ — સપ્ટેમ્બર 13, 2010 @ 3:20 એ એમ (am) | જવાબ આપો

  • પોપટ્ભાઇ… આપના પ્રતિભાવ સરસ મળે મળે છે… અને આપ મારી રચનાઓ રસ પૂર્વક નિહાળો છો તે બદલ ધન્યવાદ

   ટિપ્પણી by narendrajagtap — સપ્ટેમ્બર 13, 2010 @ 5:04 પી એમ(pm) | જવાબ આપો

 8. appropriate for current politics

  ટિપ્પણી by Mukesh — સપ્ટેમ્બર 13, 2010 @ 9:22 એ એમ (am) | જવાબ આપો

 9. નરેન્દ્રભાઈ ખમા ખમા!

  ટિપ્પણી by Jagadish Christian — સપ્ટેમ્બર 17, 2010 @ 2:06 એ એમ (am) | જવાબ આપો

 10. સર્જન અટલ પણ આજે અટવાયો છે

  દેશનો જણ જણ કેમ રઘવાયો છે
  આશ્ચ્રર્ય જ છે દેશ શેનાથી સચવાયો છે

  જગતાપભાઈ, આપની દેશ દાઝની ભાવના વ્યક્ત કરતી રચના ખુબ જ સ્પર્શી ગઈ ..આપે દેશના પ્રત્યેક નાગરિક ની વ્હાથા અને આશા ને વાચા આપી છે ..
  જરીરી જ છે તેની પુરતી અને પ્રગતિ ..

  ટિપ્પણી by Dilip Gajjar — સપ્ટેમ્બર 20, 2010 @ 7:25 પી એમ(pm) | જવાબ આપો

 11. સરસ રચનાનરેન્દ્રભાઈ , ઘણીખમા!!

  ટિપ્પણી by ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ — ઓક્ટોબર 19, 2010 @ 5:43 એ એમ (am) | જવાબ આપો

 12. ચિંતાના બિંદુઓથી ઘેરાયો છે
  સમસ્યાની રેખાઓથી ગભરાયો છે
  કોમ-વાડાના ષટકોણો રચાયા છે
  ભારત ઘણા વર્તુળોમાં વહેચાયો છે

  સુંદર રચના જેવું માણસનુ છે તેવું જ દેશનુ છે તેમ લાગ્યું..લખતા રહેજો.

  ટિપ્પણી by Dilip Gajjar — નવેમ્બર 12, 2010 @ 10:44 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: