Narendrajagtap's Blog

ઓગસ્ટ 14, 2010

તો ગમે છે

Filed under: ગઝલ — narendrajagtap @ 5:25 પી એમ(pm)

આમ અણધાર્યા પધારો તો ગમે છે
આમ રોજીંદો સહારો તો ગમે છે

રોજ મળીયે ચાંદની રાતે છતાં પણ
યાદથી ઝૂરતી સવારો તો ગમે છે

ઝુલ્ફની કાલી ઘટામાં કેદ ચહેરો
ને લટકતી લટ સવારો તો ગમે છે

આમ તો મદહોશ છું હરરોજ તુજમાં
હરક્ષણે તારા વિચારો તો ગમે છે

વિશ્વ આખાને મહોબત હું કરું છું
પણ બને તું પ્રાણ મારો તો ગમે છે

Advertisements

11 ટિપ્પણીઓ »

 1. સરસ ગુલાબી અભિવ્યક્તિ…..!
  રદિફ અંગે કહેવાનું મન થાય કે…. તો ગમે છે – ની જગ્યાએ, બહુ ગમે છે- કેવું રહે?

  ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — ઓગસ્ટ 14, 2010 @ 5:47 પી એમ(pm) | જવાબ આપો

 2. આખીય ગઝલમાં શબ્દચિત્ર ઉપસાવતો આ શેર ખરે જ દિલચસ્પ છે.

  ઝુલ્ફની કાલી ઘટામાં કેદ ચહેરો
  ને લટકતી લટ સવારો તો ગમે છે

  બહુત ખૂબ!

  ટિપ્પણી by Valibhai Musa — ઓગસ્ટ 14, 2010 @ 6:31 પી એમ(pm) | જવાબ આપો

 3. પન્નીને પહટાય તો કેટો’ની

  ટિપ્પણી by સુરેશ જાની — ઓગસ્ટ 14, 2010 @ 8:39 પી એમ(pm) | જવાબ આપો

 4. આમ તો મદહોશ છું હરરોજ તુજમાં
  હરક્ષણે તારા વિચારો તો ગમે છે
  સરસ
  દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દઇ જાશે
  અદાઓ કરે છે મદહોશ અમને દિવસે પણ સપના દેખાડી જાશે

  ટિપ્પણી by pragnaju — ઓગસ્ટ 14, 2010 @ 10:44 પી એમ(pm) | જવાબ આપો

 5. સરસ ગઝલ!

  ઝુલ્ફની કાલી ઘટામાં કેદ ચહેરો
  ને લટકતી લટ સવારો તો ગમે છે

  ખૂબ સરસ શે’ર થયો..
  સપના

  ટિપ્પણી by sapana — ઓગસ્ટ 15, 2010 @ 3:34 એ એમ (am) | જવાબ આપો

 6. આપ સૌ ના પ્રતિભાવોથી ખુબ જ પ્રોત્સાહિત થયો છુ..ખુબ ખુબ આભાર્

  ટિપ્પણી by narendrajagtap — ઓગસ્ટ 15, 2010 @ 9:30 એ એમ (am) | જવાબ આપો

 7. વાહ ! વાહ! સરસ ગઝલ !

  ઝુલ્ફની કાલી ઘટામાં કેદ ચહેરો
  ને લટકતી લટ સવારો તો ગમે છે

  its really excellent !

  ટિપ્પણી by ઈશ્ક પાલનપુરી — ઓગસ્ટ 15, 2010 @ 1:26 પી એમ(pm) | જવાબ આપો

 8. રચનાના ભાવ મુલાયમ છે. મહેશભાઈ સાથે સંમત કે રદીફ બદલો તો મજા આવે. ગમે છે – ને બદલે – ગમે છે મને – કરો તો ? થોડા ફેરફાર સાથે પઠન કરી જોજો.

  ટિપ્પણી by Daxesh Contractor — ઓગસ્ટ 15, 2010 @ 5:06 પી એમ(pm) | જવાબ આપો

 9. મા. શ્રી નરેન્દ્રભાઈ

  ” આમ તો મદહોશ છું હરરોજ તુજમાં
  હરક્ષણે તારા વિચારો તો ગમે છે
  વિશ્વ આખાને મહોબત હું કરું છું
  પણ બને તું પ્રાણ મારો તો ગમે છે ”

  મુક્ત પ્રેમ

  ટિપ્પણી by પટેલ પોપટભાઈ — ઓગસ્ટ 17, 2010 @ 8:32 એ એમ (am) | જવાબ આપો

 10. રોજ મળીયે ચાંદની રાતે છતાં પણ
  યાદથી ઝૂરતી સવારો તો ગમે છે! yaad thi zurti savaro ni kharekhar majedar chhe!

  ટિપ્પણી by Shivaji Solanki 'shivam' — ઓગસ્ટ 17, 2010 @ 12:35 પી એમ(pm) | જવાબ આપો

 11. રોજ મળીયે ચાંદની રાતે છતાં પણ
  યાદથી ઝૂરતી સવારો તો ગમે છે! yaad thi zurti savaro ni vaat kharekhar majedar chhe!

  ટિપ્પણી by Shivaji Solanki 'shivam' — ઓગસ્ટ 17, 2010 @ 12:37 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: