Narendrajagtap's Blog

જુલાઇ 20, 2010

શા માટે

Filed under: achhandas rachanao — narendrajagtap @ 4:26 પી એમ(pm)

હ્રદયનું દ્વાર રોજેરોજ ખખડાવો છો શા માટે
અને એકેક ધબકારાથી ટકરાવો છો શા માટે

ખૂશામત કે પ્રશંસા આપની મેં તો કરી છે ક્યાં
હરખને આમ આંખે તોય ઉભરાવો છો શા માટે

કહો છો પ્રેમ જેવુ કઇ નથી આ તો અમસ્થું છે
બતાવો, તો પછી મળતાં જ શરમાવો છો શા માટે

જમાનાએ જરા કતરાઇને જોયું અમસ્તું જ્યાં
કદમ પાછા હટાવી આમ ગભરાવો છો શા માટે

નથી હોતી કદી સાચી જમાનાની બધી વાતો
નકામી વાત કાને લઇને ભરમાવો છો શા માટે

બધા કરતાં અલગ છું પણ, નથી સહેજે ઉતરતો હું
બધા સાથે ‘નરેન’ને ખાલી સરખાવો છો શા માટે

Advertisements

18 ટિપ્પણીઓ »

  1. નરેનભાઈ,
    સરસ રચના.દ્વાર ખખડાવી..સરયૂ
    (અત્યારે જ મેં પ્રેમ/મોહ પર કવિતા પુરી કરી, ને તમારી રચના જોઈ!)

    ટિપ્પણી by saryu parikh — જુલાઇ 20, 2010 @ 5:00 પી એમ(pm) | જવાબ આપો

  2. ખુબ જ સુંદર પ્રણયરંગી ગઝલ… શેર સાથે મક્તો પણ ખુબ ગમ્યો..

    ટિપ્પણી by Dilip Gajjar — જુલાઇ 20, 2010 @ 6:08 પી એમ(pm) | જવાબ આપો

  3. રસિકજન છો તમે ગઝલમાં
    કહો છો પ્રેમ જેવુ કઇ નથી આ તો અમસ્થું છે
    બતાવો, તો પછી મળતાં જ શરમાવો છો શા માટે
    ગમ્યું..

    ટિપ્પણી by himanshupatel555 — જુલાઇ 20, 2010 @ 10:07 પી એમ(pm) | જવાબ આપો

  4. ગુજરાતી ડાયાસ્પોરાના માનવીઓની હૃદયવેદના, બાહ્યાચારની કૃત્રિમતા અને મનોવ્યથાને આ કાવ્ય વાચા આપે છે.
    કહો છો પ્રેમ જેવુ કઇ નથી આ તો અમસ્થું છે
    બતાવો, તો પછી મળતાં જ શરમાવો છો શા માટે

    જમાનાએ જરા કતરાઇને જોયું અમસ્તું જ્યાં
    કદમ પાછા હટાવી આમ ગભરાવો છો શા માટે
    સરસ
    યાદ આવી
    જીવનભર જેને ન જાણી શક્યાં,
    એનાં અશ્રુ રૂદન હવે શા માટે?

    વસ્ત્રો સાદા જેણે પહેર્યાં સદા,
    એને કિમતી કફન શા માટે?

    જેને ચરણ કદી ના ફુલ ધર્યાં,
    ફુલ હાર ગળામાં શા માટે ?

    જેને જોવા કદી ના દિલ તડપ્યું,
    એના રંગીન ફોટા શા માટે?

    એક પ્રેમ સરિતા સુકાઇ ગઇ,
    હવે કિનારે જાવું શા માટે?

    જેના ચરણોમાં કદી ના નમ્યો,
    એની છબીને વંદન શા માટે?

    ટિપ્પણી by pragnaju — જુલાઇ 20, 2010 @ 10:10 પી એમ(pm) | જવાબ આપો

  5. બે ચાહ ભર્યા દિલની વાત એક નોંખા અંદાજથી
    આપે ઝૂલાવી છે. મજાની કૃતિ.
    અભિનંદન,શ્રી નરેન્દ્રભાઈ
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — જુલાઇ 20, 2010 @ 10:39 પી એમ(pm) | જવાબ આપો

  6. સરસ! ગઝલ!
    કહો છો પ્રેમ જેવુ કઇ નથી આ તો અમસ્થું છે
    બતાવો, તો પછી મળતાં જ શરમાવો છો શા માટે
    ખૂબ સરસ ભાવ!
    સપના

    ટિપ્પણી by sapana — જુલાઇ 20, 2010 @ 11:09 પી એમ(pm) | જવાબ આપો

  7. બધા કરતાં અલગ છું પણ, નથી સહેજે ઉતરતો હું
    બધા સાથે ‘નરેન’ને ખાલી સરખાવો છો શા માટે
    વાહ નરેન્દ્રભાઈ બહોત ખૂબ.

    ટિપ્પણી by Jagadish Christian — જુલાઇ 21, 2010 @ 12:22 એ એમ (am) | જવાબ આપો

  8. બધા કરતાં અલગ છું પણ, નથી સહેજે ઉતરતો હું
    બધા સાથે ‘નરેન’ને ખાલી સરખાવો છો શા માટે
    ———————————–

    બહોત ખૂબ. મૌલિક મિજાજ. પોતાની રીતે જીવે રાખો.

    ટિપ્પણી by સુરેશ જાની — જુલાઇ 21, 2010 @ 12:45 એ એમ (am) | જવાબ આપો

  9. khakhadaveto kabuma rho ne etale.
    Nice one. visit
    http://www.pravinash.wordpress.com

    ટિપ્પણી by pravina — જુલાઇ 21, 2010 @ 2:37 એ એમ (am) | જવાબ આપો

  10. કહો છો પ્રેમ જેવુ કઇ નથી આ તો અમસ્થું છે
    બતાવો, તો પછી મળતાં જ શરમાવો છો શા માટે

    જમાનાએ જરા કતરાઇને જોયું અમસ્તું જ્યાં
    કદમ પાછા હટાવી આમ ગભરાવો છો શા માટે

    Awesome!!!!

    ટિપ્પણી by હિરેન બારભાયા — જુલાઇ 21, 2010 @ 1:27 પી એમ(pm) | જવાબ આપો

  11. જમાનાએ જરા કતરાઇને જોયું અમસ્તું જ્યાં
    કદમ પાછા હટાવી આમ ગભરાવો છો શા માટે

    vah narendrabhai…khub subder rachna..jeevan ni nari vastavikta ne ane kehvata prem ne sunder rite abhivyakt karyo chhe.Prem ma khumari ane nidarta hova ni vat ghani j sahjik rite aa pankti ma kahel chhe..prem ma samarpan na bhav hova jaruri chhe..come wat may..jagat nu je thavu hoi te thai..jamano thai te karile
    aevi adagta na hoi tya sudhi prem thato nathi.. tamara vipul anubhav nu bhathu ahi kam aavyu hoi evu lage chhe bhai..premi o mate anusaran karva jevu kavya kriti…abhinandan!!

    DR.Hemendra.

    ટિપ્પણી by DR.Hemendra — જુલાઇ 22, 2010 @ 8:13 એ એમ (am) | જવાબ આપો

  12. મા. શ્રી નરેન્દ્રભાઈ

    “કહો છો પ્રેમ જેવુ કઇ નથી આ તો અમસ્થું છે
    હ્રદયનું દ્વાર રોજેરોજ ખખડાવો છો શા માટે ”

    ખૂબ સરસ સુંદર પ્રણય કાવ્ય.

    ટિપ્પણી by પટેલ પોપટભાઈ — જુલાઇ 25, 2010 @ 11:35 પી એમ(pm) | જવાબ આપો

  13. Adbhut rachana khub maja padi

    ટિપ્પણી by chavdamahesh — જુલાઇ 29, 2010 @ 1:03 પી એમ(pm) | જવાબ આપો

  14. સુંદર રચના. ભાવોને સુંદર રીતે અભિવ્યક્તિ મળી છે.
    (સૂચન – અમસ્થું ને બદલે અમસ્તું જોઈએ.)

    ટિપ્પણી by Daxesh Contractor — જુલાઇ 30, 2010 @ 4:38 પી એમ(pm) | જવાબ આપો

  15. જમાનાએ જરા કતરાઇને જોયું અમસ્તું જ્યાં
    કદમ પાછા હટાવી આમ ગભરાવો છો શા માટે.
    સુંદર પ્રણય કાવ્ય.

    Vah ! Guru..

    ટિપ્પણી by Anil Limbachiya — ઓગસ્ટ 2, 2010 @ 5:45 એ એમ (am) | જવાબ આપો

  16. […] શા માટે July 2010 15 comments 4 […]

    પિંગબેક by 2010 in review « Narendrajagtap's Blog — જાન્યુઆરી 2, 2011 @ 1:42 પી એમ(pm) | જવાબ આપો

  17. Good. Enjoyed.
    Saryu

    ટિપ્પણી by SARYU PARIKH — માર્ચ 1, 2012 @ 3:40 એ એમ (am) | જવાબ આપો

  18. paheli pankti thi prem ma padyo . tene gami . safalta malse? tame to love gooru lago chho?

    ટિપ્પણી by lalit — ડિસેમ્બર 7, 2012 @ 2:45 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: