Narendrajagtap's Blog

જુલાઇ 16, 2010

જીવતર ખૂટી ગયું

Filed under: ગઝલ — narendrajagtap @ 1:54 એ એમ (am)

આ પાનખરમાં ડાળ પરથી પાન પણ તુટી ગયું
વળગણ તમારું છેવટે એ રીતસર છૂટી ગયું

તસ્વીર તારી દર્પણે હું રોજ કૈ જોતો હતો
મારી હથેલીથી અરે! ચૂકી નજર ફુટી ગયું

જે નામ લખતો સ્વપ્નમાં ને કર પછી પસવારતો
એ નામ કોઇ નિંદમાંથી બેકદર લૂંટી ગયું

સઘળો વખત બસ પ્રેમમાં મશગુલ ના કઇ ભાન પણ
ફેલાવવી’તી પ્રેમ સોડમ જીવતર ખુટી ગયું

છંદ…ગાગાલગા..ગાગાલગા..ગાગાલગા..ગાગાલગા.

Advertisements

15 ટિપ્પણીઓ »

  1. સઘળો વખત બસ પ્રેમમાં મશગુલ ના કઇ ભાન પણ
    ફેલાવવી’તી પ્રેમ સોડમ જીવતર ખુટી ગયું
    સરસ પંકતિઓ!
    સપના

    ટિપ્પણી by sapana — જુલાઇ 16, 2010 @ 2:19 એ એમ (am) | જવાબ આપો

  2. સુંદર !!

    ટિપ્પણી by વિવેક ટેલર — જુલાઇ 16, 2010 @ 5:57 એ એમ (am) | જવાબ આપો

  3. Nice gazal

    ટિપ્પણી by Mukesh — જુલાઇ 16, 2010 @ 6:14 એ એમ (am) | જવાબ આપો

  4. સરળ ભાષામાં અભિવ્ય્ક્ત નિખાલસતા…ગમી.

    ટિપ્પણી by himanshupatel555 — જુલાઇ 16, 2010 @ 10:51 પી એમ(pm) | જવાબ આપો

  5. Dear Jagtapbhai,

    Awesome !

    U have squizzed the reality of life in a wonderful poem..very toucy to the heart!!!

    Regard,

    DR.Hemendra.

    ટિપ્પણી by DR.Hemendra — જુલાઇ 17, 2010 @ 12:03 પી એમ(pm) | જવાબ આપો

  6. જે નામ લખતો સ્વપ્નમાં ને કર પછી પસવારતો
    એ નામ કોઇ નિંદમાંથી બેકદર લૂંટી ગયું
    Sunder Ghazal…sher gamya..

    ટિપ્પણી by dilip — જુલાઇ 17, 2010 @ 1:57 પી એમ(pm) | જવાબ આપો

  7. wah! saras gazal narendrabhai

    ટિપ્પણી by ISHQ PALANPURI — જુલાઇ 18, 2010 @ 10:44 એ એમ (am) | જવાબ આપો

  8. જે નામ લખતો સ્વપ્નમાં ને કર પછી પસવારતો
    એ નામ કોઇ નિંદમાંથી બેકદર લૂંટી ગયું
    vવિરહની એક ઉમદા ગઝલ.
    સરસ નિરુપણ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by nabhakashdeep — જુલાઇ 18, 2010 @ 6:55 પી એમ(pm) | જવાબ આપો

  9. નરેન્દ્રભાઈ,
    આપની બધી જ ગઝલ બહુ જ સારી હોય છે.
    તેમાંય આપની આ જીવતર ખૂટી ગયુ બહુ બહુ સરસ રચના છે.

    ટિપ્પણી by Kiran Soni — જુલાઇ 19, 2010 @ 1:23 પી એમ(pm) | જવાબ આપો

  10. આ પાનખરમાં ડાળ પરથી પાન પણ તુટી ગયું
    વળગણ તમારું છેવટે એ રીતસર છૂટી ગયું

    BAHOT KHUB….MATLAA NO SHER MANE BAHU J GAMYO BHAV NE SATHE SACHOT SARKHAMNI NO KOI JAVAB NATHI…
    BAHU J NAJUK MIJAJI SHER CHHE…CNGTRS DR UNCLE.
    -YRS ASAL PALANPURI

    ટિપ્પણી by ASAL PALANPURI — જુલાઇ 20, 2010 @ 8:30 એ એમ (am) | જવાબ આપો

  11. સુંદર ગઝલ થઈ છે, નરેન્દ્રભાઈ,
    ગાગાલગાના ચાર આવર્તનો અને ફક્ત ચાર શેરના બંધનમાં
    કમાલ કરી છે.
    ફેલાવવી’તી પ્રેમ સોડમ જીવતર ખુટી ગયું…..
    અભિનંદન !

    ટિપ્પણી by P Shah — જુલાઇ 20, 2010 @ 5:15 પી એમ(pm) | જવાબ આપો

  12. સુંદર રચનાઓ મઢ્યો સુંદર બ્લોગ !
    ખૂબ ખૂબ અભિનંદન !
    Keep it up !

    ટિપ્પણી by Varsha Shah — જુલાઇ 20, 2010 @ 5:19 પી એમ(pm) | જવાબ આપો

  13. સરસ રચના થઈ છે…નરેન્દ્રભાઈ,
    અભિનંદન.
    મત્લા આ મુજબ પણ વિચારી શકાય ?
    વળગણ તમારૂં છેવટે એ રીતથી છુટી ગયું
    કે,પાનખરમાં ડાળ પરથી પાંદડું તુટી ગયું !

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — જુલાઇ 21, 2010 @ 9:05 પી એમ(pm) | જવાબ આપો

  14. મા. શ્રી નરેન્દ્રભાઈ

    “ફેલાવવી’તી પ્રેમ સોડમ જીવતર ખુટી ગયું
    પાનખરમાં ડાળ પરથી પાન પણ તુટી ગયું”

    સરળ ભાષામાં સુંદર રચના થઈ છે.

    ટિપ્પણી by પટેલ પોપટભાઈ — જુલાઇ 25, 2010 @ 11:22 પી એમ(pm) | જવાબ આપો

  15. maja padi

    ટિપ્પણી by vijaychaladari — નવેમ્બર 29, 2010 @ 10:52 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: