Narendrajagtap's Blog

માર્ચ 21, 2010

એમની મગરૂરતાં

Filed under: ગઝલ — narendrajagtap @ 10:13 એ એમ (am)

પાયો ઘણો ઊંડો હતો સંબંધનો
લાગી છતાં ના વાર એને વણસતાં

કરતાં હતાં જે મેઘ કાળી ગર્જનો
અટકી ગયા કોના ઇશારે વરસતાં

અઘરો બન્યો’તો પંથ પણ જીવનતણો
બક્ષી તમારા પ્રેમને અગ્રીમતાં

ઊભો છું ઝાલી હાથ હું મંઝીલનો
ક્યાં વાર લાગી જીંદગીને સરકતાં

કેવો ફરી ગ્યો માર્ગ વ્હેતાં પવનનો
સમજાઇ ગઇ છે એમની મગરૂરતાં

Advertisements

13 ટિપ્પણીઓ »

  1. ઊભો છું ઝાલી હાથ હું મંઝીલનો
    ક્યાં વાર લાગી જીંદગીને સરકતાં

    વાહ ઉસ્તાદ… ખુબ સરસ ભાવવાહી ગઝલ…મારી (કુ)ટેવ મુજબ મારી એક બે પંક્તિઓ આપની સેવામાં…

    જીન્દગીના વિતેલ વરસોનો મેળવો જો તાળો
    ક્યાં મળે ઠાલી સમજણ કે પછી ઘડપણ મળે

    માણી લો ‘નટવર’ હર પળ ખુશી ખુશી જે મળી
    ન જાણે કઈ પળે તમને શોધતું મરણ મળે

    માફ કરશો. છંદ નથી એમાં…શીખી રહ્યો છું..પણ પાકે કાંઠે ઘડા ચઢાવતા વાર લાગશે….

    ટિપ્પણી by aameenkhan — માર્ચ 21, 2010 @ 5:04 પી એમ(pm) | જવાબ આપો

  2. મારી આગલી કોમેન્ટ મારા મિત્રના બ્લોગ પર લોગઈન હતો ને લખી છે તો એ ડીલીટ કરજો અથવા તો મારા ઈમેઈલથી એડીટ કરી પ્રકાશિત કરશો. તસ્દી બદલ ક્ષમા પ્રાર્થું છુ!!

    ટિપ્પણી by નટવર મહેતા — માર્ચ 21, 2010 @ 5:07 પી એમ(pm) | જવાબ આપો

  3. very nice I think you are a msater blaster of Gazal

    ટિપ્પણી by Mukesh S.Modh — માર્ચ 22, 2010 @ 8:58 એ એમ (am) | જવાબ આપો

  4. કરતાં હતાં જે મેઘ કાળી ગર્જનો
    અટકી ગયા કોના ઇશારે વરસતાં

    આ શેર વધુ ગમ્યો.

    ટિપ્પણી by jagadishchristian — માર્ચ 25, 2010 @ 2:02 એ એમ (am) | જવાબ આપો

  5. ગઝલનો ભાવ સરસ છે.

    તમને એડ્યુકેશનલ કમેન્ટમાં રસ છે એટલે….
    – ગાગાલગા ના ત્રણ આવર્તનો
    – વણસતા અને સરકતાં ને મોટાભાગના ગઝલકારો લગાગા માપમાં જોશે (જો કે જરૂર મુજબ હું ગાલગા માપમાં પણ લઉં છું). એજ રીતે પવન – લગા.
    – મેઘ કાળી ગર્જના અથવા મેઘ કાળાં ગર્જનો

    ટિપ્પણી by Pancham Shukla — માર્ચ 27, 2010 @ 4:52 પી એમ(pm) | જવાબ આપો

  6. Dear Narendra ji,

    ઊભો છું ઝાલી હાથ હું મંઝીલનો
    ક્યાં વાર લાગી જીંદગીને સરકતાં

    A climax in this two lines!!

    Awesome !!!!!

    Dr.Hemendra.

    ટિપ્પણી by hemendra — માર્ચ 29, 2010 @ 6:19 પી એમ(pm) | જવાબ આપો

  7. કરતાં હતાં જે મેઘ કાળી ગર્જનો
    અટકી ગયા કોના ઇશારે વરસતાં
    bahot khub… really its a exlnt…bada najuk sher he iski masumiyat dil ko chhu gayi..cngrts dr uncle

    ટિપ્પણી by ASAL PALANPURI — એપ્રિલ 2, 2010 @ 3:29 એ એમ (am) | જવાબ આપો

  8. Enjoyed your nice Gazal! Also agree with Pancham Shukla’s comment.
    Sudhir Patel.

    ટિપ્પણી by sudhir patel — એપ્રિલ 4, 2010 @ 3:21 એ એમ (am) | જવાબ આપો

  9. કેવો ફરી ગ્યો માર્ગ વ્હેતાં પવનનો….
    સુંદર ગઝલ !
    વણસતા, વરસતા, સરકતા ને ગાલગા માં કઈ રીતે લઈ શકાય તે ના સમજાયું.

    ટિપ્પણી by P Shah — એપ્રિલ 16, 2010 @ 10:37 એ એમ (am) | જવાબ આપો

  10. કવિશ્રી રાજેન્દ્ર શુક્લ -સરકતા-ને કઈ રીતે ગાલગા માપમાં લે છે તે જોવા માટે…

    કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,
    સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી !

    http://www.theonlineopinion.com/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%96-%E0%AA%A6%E0%AA%88-%E0%AA%A6%E0%AB%80%E0%AA%A7%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87

    ટિપ્પણી by Pancham Shukla — એપ્રિલ 30, 2010 @ 1:13 પી એમ(pm) | જવાબ આપો

  11. પાયો ઘણો ઊંડો હતો સંબંધનો
    લાગી છતાં ના વાર એને વણસતાં
    એક ભાવ જગતને હૂબહુ મઢ્યું.સરસ ગઝલ

    રમેશ પટેલ(આકાશદીપ)

    ટિપ્પણી by Ramesh Patel — જૂન 7, 2010 @ 12:48 એ એમ (am) | જવાબ આપો

  12. નરેન્દ્રભાઈ,
    તમારો બ્લોગ જોયો, રચનાઓ સરસ છે.
    મારી કૃતિઓ માટે તમારો પ્રતિભાવ સારુ પ્રોત્સાહાન આપે છે.
    આભાર. સરયૂ પરીખ
    http://www.saryu.wordpress.com

    ટિપ્પણી by SARYU PARIKH — જુલાઇ 3, 2010 @ 1:18 એ એમ (am) | જવાબ આપો

  13. […] એમની મગરૂરતાં March 2010 12 comments 3 […]

    પિંગબેક by 2010 in review « Narendrajagtap's Blog — જાન્યુઆરી 2, 2011 @ 1:42 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: