Narendrajagtap's Blog

માર્ચ 1, 2010

મતલબી સંસારમાં

Filed under: ગઝલ — narendrajagtap @ 6:06 પી એમ(pm)

ડગતી નથી શીલા કદી સાગરતણાં તોફાનમાં
ચાહે પછી સંસારમાં જીવનતણાં સોપાનમાં

મથતો રહું ધૂપદિપથી ઇશ્વ્રર તને સમજાવવાં
જાણે પ્રભુને રસ નથી ગૂગળ અને લોબાનમાં

વકરી રહ્યો છે રોગ રોજે રોજ મારા દેહમાં
પાગલ બની ઝૂઝી રહ્યો, તારામયી સંધાનમાં

શું આજ છે કાલે નથી, કોને ખબર છે ભાવિની
વાવો તમો તે ઓછું છે,જીવનતણાં રોકાણમાં

કારણ વગર કરતો રહું છું પ્રેમ આખા વિશ્વને
તડજોડવાળી છે રસમ,આ મતલબી સંસારમાં

Advertisements

10 ટિપ્પણીઓ »

  1. કારણ વગર કરતો રહું છું પ્રેમ આખા વિશ્વને
    તડજોડવાળી છે રસમ,આ મતલબી સંસારમાં

    નરેન્દ્રભાઇ ખુબ ગમી આપની ગઝલ..કારણ વગર પ્રેમ જ ..બહુ સરસ કહ્યું…

    ટિપ્પણી by Dilip Gajjar — માર્ચ 1, 2010 @ 11:55 પી એમ(pm) | જવાબ આપો

  2. સરસ સાંસારિક રચના જગતાપજી!

    મથતો રહું ધૂપદિપથી ઇશ્વ્રર તને સમજાવવાં
    જાણે પ્રભુને રસ નથી ગૂગળ અને લોબાનમાં

    અહિં મારી (કુ)ટેવ મુજબ મારી થોડી પંક્તિઓ રજુ કરવાની ગુસ્તાખી કરૂં છું તો સહન કરવા કૃપા કરશો.

    પ્રભુ માની જેને પુજો એ પથ્થર હોય છે.
    પ્રભુ ક્યાં કદી પથ્થરની ભીતર હોય છે?

    જરૂર અહિં ક્યાંક થોડીક તો ગરબડ છે
    તરણા ઓથે ક્યાંક કોઈ ડુંગર હોય છે!

    પંખી ઊડી જાય છે જો ઊડવું હોય તો,
    ભલેને સોનાનુ એનું પિંજર હોય છે।

    મળ્યા કરે સહુ એક બીજાને ભેટીને.
    એમના દિલો વચ્ચે ય અંતર હોય છે।

    કરતા રહો પ્યાર તમે જિંદગીભર જેને
    એને ક્યાં કદી એની કોઈ ખબર હોય છે!

    ટિપ્પણી by નટવર મહેતા — માર્ચ 2, 2010 @ 2:12 એ એમ (am) | જવાબ આપો

  3. વાહ નરેન્દ્રભાઈ, વિચારો કેટલા ઊંચા આ ગઝલમાં નિરુપ્યા છે !

    ટિપ્પણી by manharmody — માર્ચ 2, 2010 @ 3:51 એ એમ (am) | જવાબ આપો

  4. કારણ વગર કરતો રહું છું પ્રેમ આખા વિશ્વને
    તડજોડવાળી છે રસમ,આ મતલબી સંસારમાં

    નરેન્દ્રભાઈ લાજવાબ મક્તા છે.

    ટિપ્પણી by jagadishchristian — માર્ચ 2, 2010 @ 4:02 એ એમ (am) | જવાબ આપો

  5. કારણ વગર કરતો રહું છું પ્રેમ આખા વિશ્વને
    તડજોડવાળી છે રસમ,આ મતલબી સંસારમાં
    I am not perfect person to give comment for your RACHANA but I like abover two line most.

    ટિપ્પણી by Mukesh S.Modh — માર્ચ 2, 2010 @ 6:27 એ એમ (am) | જવાબ આપો

  6. Dear Narendra ji,

    I am speechless! your sorrow behind the last two lines is quite obvious.However, lovers never care for such petty things.You are a Gr8 LOVER..Please keep continue loving..!!

    Best wishes in your journey of LOVE!

    Hemendra.

    ટિપ્પણી by hemendra — માર્ચ 2, 2010 @ 9:27 એ એમ (am) | જવાબ આપો

  7. મારા મિત્રો બસ આપના આવા પ્રતિભાવની જ અપેક્ષા હતી… અને મુ.શ્રીનટવરભાઇ એ તો કમાલ કરી …વાર્તાકારે સુંદર રચનાની ભેટ ધરી દીધી… આપ સૌનો ખુબ ખુબ આભાર…

    ટિપ્પણી by narendrajagtap — માર્ચ 2, 2010 @ 5:05 પી એમ(pm) | જવાબ આપો

  8. બહુ જ સરસ રચના. લય , શબ્દો, ભાવ બધું ગમી ગયું.

    ટિપ્પણી by સુરેશ જાની — માર્ચ 3, 2010 @ 3:12 પી એમ(pm) | જવાબ આપો

  9. Dear Narendrabhai,
    મથતો રહું ધૂપદિપથી ઇશ્વ્રર તને સમજાવવાં
    જાણે પ્રભુને રસ નથી ગૂગળ અને લોબાન
    પરમાત્મા યાન્ત્રિક વિધિઓમાં નથિ તે વાત તમે સુંદર રીતે કહી…

    ટિપ્પણી by Dilip Gajjar — માર્ચ 7, 2010 @ 11:19 પી એમ(pm) | જવાબ આપો

  10. excellent dera uncle….avval se aakhar tak aapne har pahelu ko badi hi kubsurti se nibhaya he…nice…and cngrts

    ટિપ્પણી by ASAL PALANPURI — મે 16, 2010 @ 1:38 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: