Narendrajagtap's Blog

ફેબ્રુવારી 14, 2010

શ્રધ્ધા

Filed under: ગઝલ — narendrajagtap @ 9:49 એ એમ (am)

બે આંખ મળે સ્પંદન જાગે
            શું પ્રણય તેને કહે છે !
યાદ આવે ને આસું વહે જો
            વિરહ તેને કહે છે !

પરિભાષા, તમે પ્રેમની જાણો
ના સંબોધન તમે વચ્ચે આણો
હ્રુદયાની વાત તમે આંખોથી જાણો
             પ્રેમાલાપ તેને કહે છે

જાતીવાડા કે દીવારથી
મૂક્ત છે પ્રેમ તણી સરવાણી
કોઇ તો રોકીને જાણો
            સરિતા જેમ વહે છે

મીરાં,ક્રુષ્ણ ,સબરી જાણે સ્નેહને
મજનું-લૈલાએ કેવો માણ્યો પ્રેમને
પ્રેમ જલનીધીને માણો તો જાણો
             શ્રધ્ધા કેવી ફળે છે.

Advertisements

6 ટિપ્પણીઓ »

  1. પ્રેમ જલનીધીને માણો તો જાણો

    ખુબ સુંદર..પ્રેમ વિષે એક એક પંક્તિ ગમી સાચુ છે..હકીકતમાં કોઇને કોઇથી પ્યાર થાય તો લોકો કઈ નજર થી જુવે છે..અરે કહેવાતા સાધુ સંતો પણ જીરવી નહિ શકે બીજી તરફ પોતે જ પ્રેમના તરસ્યા હોય છે..લખતા રહેજો..
    આજે હુય પ્રેમના અદ્ભૂત ભાવોમાં પસાર થયો…

    ટિપ્પણી by Dilip Gajjar — ફેબ્રુવારી 14, 2010 @ 6:03 પી એમ(pm) | જવાબ આપો

  2. મીરાં,ક્રુષ્ણ ,સબરી જાણે સ્નેહને
    મજનું-લૈલાએ કેવો માણ્યો પ્રેમને
    પ્રેમ જલનીધીને માણો તો જાણો
    શ્રધ્ધા કેવી ફળે છે.

    નરેન્દ્રભાઈ સુંદર અભિવ્યક્તિ. જે ને જાણે એ જ માણે.

    ટિપ્પણી by jagadishchristian — ફેબ્રુવારી 15, 2010 @ 6:29 એ એમ (am) | જવાબ આપો

  3. પ્રિય નરેન્દ્રભાઈ

    આજ ના વેલેન્ટીન દિવસ ના સન્દર્ભમાં
    આપની કવિતા સુંદર સંદેશ આપે છે.શ્રદ્ધા
    વિષે સુન્દેર લખ્યું છે .

    ડો હેમેન્દ્ર

    ટિપ્પણી by hemendra — ફેબ્રુવારી 15, 2010 @ 9:33 એ એમ (am) | જવાબ આપો

  4. પરિભાષા, તમે પ્રેમની જાણો
    ના સંબોધન તમે વચ્ચે આણો
    હ્રુદયાની વાત તમે આંખોથી જાણો

    સરસ પ્રાસ બેસાડ્યો છે.

    ટિપ્પણી by સુરેશ જાની — ફેબ્રુવારી 15, 2010 @ 1:34 પી એમ(pm) | જવાબ આપો

  5. Good Valentian day special…….

    ટિપ્પણી by Mukesh S.Modh — ફેબ્રુવારી 16, 2010 @ 5:56 એ એમ (am) | જવાબ આપો

  6. સરસ અને વિધાયક રચના. પ્રેમ ને શ્રદ્ધા વિશે બહુ લખાયું છે છતાં આપણી અમર આશાને આવું વાંચવું અને વિચારવું ગમે છે. આવા વિચારોથી સમાજ સ્વસ્થ રહેતો હશે ને.

    ટિપ્પણી by પંચમ શુક્લ — ફેબ્રુવારી 19, 2010 @ 6:58 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: