Narendrajagtap's Blog

જાન્યુઆરી 30, 2010

આભાર

Filed under: ગઝલ — narendrajagtap @ 5:50 પી એમ(pm)

શં લઇને કોણ ગયું
                  શું લઇને જવાના તમે
મું-મારુ-બધા રમે રમત
                 સાથે શું લઇ જવાના તમે ?
યાદ-ક્રોધ-સ્વમાન-અભિમાન
                 કોણ સાથે લઇ ગયું

સંસ્મરણો માત્ર જવાના મૂકી
                 શું વિસરીને જવાના તમે ?
માયા-મૂડી-મમત-મોહ
                આલિંગનમાં શું લઇ જશો ?
નશ્વર દેહ માત્ર મૂકી જશો
                સાથે શ્વાસ લઇ જવાના તમે ?

અંતે કશાનો જ ઉપાડવાનો નથી ભાર
                તો જીવનમાં આ-ભાર શાનો ?
તમારો જ કોઇ ઉપાડ્શે ભાર
                “આભાર” કહેવાના તમે ?

13 ટિપ્પણીઓ »

  1. નરેન્દ્રભાઈ,
    ભાવ-અભિવ્યક્તિ સુંદર છે.
    -અભિનંદન.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — જાન્યુઆરી 30, 2010 @ 6:16 પી એમ(pm) | જવાબ આપો

  2. શ્રી નરેન્દ્રભાઈ,

    ભાવવાહી કૃતિ. કૉઈક જૂની હિંદી ફિલ્મના ગીતની પંક્તિઓ છે :

    क्या लेके आये थे जगमें, क्या लेके तुम जाओगे,
    मूट्ठी बांधके आए थे, और हाथ पसारे जाओगे |

    Your last couplet is excellent. The deceased can’t say ‘Thanks’to those living who carry the dead body to the funeral place.

    અભિનંદન સરસ કૃતિ બદલ, પણ કંઈક નવીનની અપેક્ષાસહ,

    વલીભાઈ મુસા

    ટિપ્પણી by Valibhai Musa — જાન્યુઆરી 30, 2010 @ 6:41 પી એમ(pm) | જવાબ આપો

  3. સરસ ભાવવાહિ કાવ્ય રચના.

    છોડી ગયા જે એઓનો “આભાર” માનવાનો રહી ગયો.
    સાથે રહ્યો જે સખ્શ એને સાકાર કરવાનો રહી ગયો.

    જિંદગી શું છે યારો ને કેમ જીવી રહ્યા આપણે આમ
    તમારા વિશે તો વિચાર કરવાનો કરવાનો રહી ગયો.

    ટિપ્પણી by નટવર મહેતા — જાન્યુઆરી 30, 2010 @ 7:10 પી એમ(pm) | જવાબ આપો

  4. સરસ કૃતિ અને સરસ વિચારો. છેલ્લી પંક્તિઓ વધારે સરસ.
    સરયૂ
    http://www.saryu.wordpress.com

    ટિપ્પણી by SARYU PARIKH — જાન્યુઆરી 30, 2010 @ 11:35 પી એમ(pm) | જવાબ આપો

  5. નરેન્દ્રભાઈ

    આ કાવ્ય દ્વારા તમોએ જીવનની વાહ થી આહની સફર કરાવી છે.જીવનમાં જોવા મળતી અગણિત ઓપચારિકતા ઉપર સુંદર વ્યંગ ચિત્રણ રજુ કરેલું છે.
    માફ કરજો મેં પણ આજ રોજ તમે જન્મ દિવસની શુભેચ્છા મોકલી છે તે બદલ આભાર માન્યો છે !

    હેમેન્દ્ર

    ટિપ્પણી by hemendra — જાન્યુઆરી 31, 2010 @ 2:36 એ એમ (am) | જવાબ આપો

  6. tamara mijaajthi alag mijajni gazal. tamaru navu svarup jova malyu.

    ટિપ્પણી by manhar m.mody ('mann' palanpuri ) — ફેબ્રુવારી 1, 2010 @ 9:57 એ એમ (am) | જવાબ આપો

  7. વાત તો સાવ સાચી , પણ આત્મસાત કરવી કેટલી અઘરી?

    ટિપ્પણી by સુરેશ જાની — ફેબ્રુવારી 3, 2010 @ 8:53 પી એમ(pm) | જવાબ આપો

  8. Chhelli Pankti ma Hakikat Kahi.

    ટિપ્પણી by Patel Popatbhai — ફેબ્રુવારી 5, 2010 @ 11:04 એ એમ (am) | જવાબ આપો

  9. અંતે કશાનો જ ઉપાડવાનો નથી ભાર
    તો જીવનમાં આ-ભાર શાનો ?
    તમારો જ કોઇ ઉપાડ્શે ભાર
    “આભાર” કહેવાના તમે ?
    said many things with meaningful way.
    I liked it.

    Ramesh Patel(Aakashdeep)

    ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત
    જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મ્હેંકતું ગુજરાત
    રમેશ પટેલ(આકાશદીપ)

    રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel — ફેબ્રુવારી 6, 2010 @ 4:15 એ એમ (am) | જવાબ આપો

  10. સરસ રચના!
    તમારો જ કોઇ ઉપાડ્શે ભાર
    “આભાર” કહેવાના તમે ?
    ચોટદાર રજુઆત કરી છે જીવનના કડવા સત્યની !

    ટિપ્પણી by ઈશ્ક પાલનપુરી — ફેબ્રુવારી 11, 2010 @ 11:36 એ એમ (am) | જવાબ આપો

  11. સરસ ભાવ.
    છેલ્લી પંક્તિઓ વિશે…એટલે જ કહેવાયું હશે ને તમે બીજું કંઈ ન કરો તો કંઈ નઈ પણ કોઈને નડો નહીં.

    ટિપ્પણી by પંચમ શુક્લ — ફેબ્રુવારી 19, 2010 @ 6:54 પી એમ(pm) | જવાબ આપો

  12. નરેન્દ્રભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    નરેન્દ્રભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    ટિપ્પણી by Rupen patel — જુલાઇ 4, 2010 @ 4:23 પી એમ(pm) | જવાબ આપો

  13. […] આભાર January 2010 12 comments […]

    પિંગબેક by 2010 in review « Narendrajagtap's Blog — જાન્યુઆરી 2, 2011 @ 1:42 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Create a free website or blog at WordPress.com.