Narendrajagtap's Blog

જાન્યુઆરી 15, 2010

આત્મ-રોષ

Filed under: ગઝલ — narendrajagtap @ 5:03 પી એમ(pm)

પ્રિય મિત્રો…ગઇ 18 તારીખે મે મારી જીંદગીની પ્રથમ રચના આપ સૌ સમક્ષ મુકેલી અને આપ સૌએ ખુબ સારો પ્રતિભાવ આપ્યો  અને મને પ્રોત્સાહીત કર્યો… એ કાવ્ય લખ્યા બાદ બે માસ વિત્યા પછી બીજુ કાવ્ય લખાયેલુ ..અને તેનો વિષય  છે તે વખત ના વડાપ્રધાન સ્વ.ઇન્દીરા ગાંધી… કેમ કે તે વખતે તેમનો રોફ જબરજસ્ત પ્રવર્તતો હતો.. અને અમે મીસામાં જેલમાં રહીને અકળાતાં હતાં.. અને તે વખતનો મનમાં જે રોષ હતો તે મારા આ કાવ્યમાં પ્રગટ થાય છે …આ કાવ્યનુ નામ છે….”આત્મ-રોષ”

અરે ! આ વિધીની વિચિત્રતા
હવે તો ઝંખવાઇ પડી છે પવિત્રતા
અને રહી છે ક્યાં હવે સ્વતંત્રતા
ચારે તરફ પ્રસરી ઉઠી છે પરતંત્રતા.

ખબર નથી આસુરી છે કે દૈવીકોપ
વિધી એક દિ આપશે છેલ્લો ઑપ
હાલ તો લોકશાહી નો છૂંદાય છે રોપ
મા-દીકરાનો અજબ વર્તાય છે રોફ.

સાધન સત્તાના મદમાં છુટ્યુ છે જીભનું નાડું
હાલતો તેમનુ વેતરાય છે ,વેતરાશે કોક દિ’આડું
કાલ હતી,આજનથી,કાલ આવશે, અટકશે તેમનુ ગાડું
અમે તો જીવ્યાં કારાવાસમાં,તેમને જીવવું લાગશે ખારુ.

સુખના વિતાયા દિવસો રહી દૂર સ્વજનથી
મનની મુરાદ બર કરવા ડગ ભર્યું છે મનથી ,
એક દિ’ ઉતરશે,સ્વર્ણ-પ્રભાત અંબરેથી
વળતાં થાશે ત્યારે પાણી શાસકના ઉંબરેથી.

પોતાની જાત છુપાવી કરે એ બદનામ અમને
સમય નથી હાલ ,સહ્યી રહ્યાં છીએ કમને
પરચો અખંડ શક્તિનો જોયો નથી હજી તમે,
સમય આવવાદો-ગણી ગણી બતાવશું અમે.

ગમ નથી અમને જેલનો કે સ્વજનનાં પ્રેમનો
ગમ છે માત્ર અમને તો આ બાઇ ના મદમસ્ત ઘેનનો.

7 ટિપ્પણીઓ »

  1. ‘મીસા’ને તો ભલા હવે તમે ખીસ્સામાં રાખો છો.
    જે થઈ ગયું હતું તે મગજના હિસ્સામાં રાખો છો.

    વિસરી જાઓ હવે ભુતકાળની કડવી કડવી યાદો
    સારી વાતોને હવે ક્યાંક સારા કિસ્સામાં રાખો છો.

    વરસો વિતી જાય છે ને યુગો બદલાય જાય છે
    તો ય તમે યાર તમને બહુ જુસ્સામાં રાખો છો.

    વાહ.. જનાબ…૧૯૭૬ની વાત આજે યાદ અપાવી દીધી.

    ટિપ્પણી by નટવર મહેતા — જાન્યુઆરી 15, 2010 @ 11:12 પી એમ(pm) | જવાબ આપો

  2. Dear Narendra,

    Awesome!!

    It was your first write up really needd lot of appreciation it shows you have natural flair for writing-a natural gift to you friend!

    Keep it up!

    Hemendra.

    ટિપ્પણી by hemendra — જાન્યુઆરી 16, 2010 @ 3:12 એ એમ (am) | જવાબ આપો

  3. exclnt work my dear uncle…wese bhi dil ke jajbato ko lafjo ke siva aur koi juba nhi de sakta….keep it up….

    ટિપ્પણી by ASAL PALANPURI — જાન્યુઆરી 16, 2010 @ 6:18 એ એમ (am) | જવાબ આપો

  4. જૂની યાદો,ચાહે સુખદ હો કે દુઃખદ,વાગોળવાનો એક અજબ આનંદ હોય છે.તમે મીસામાં ના ગયા હોત તો આવી કાવ્ય-રચનાથી અમે વંચિત રહ્યા હોત.

    ટિપ્પણી by manharmody — જાન્યુઆરી 16, 2010 @ 8:50 એ એમ (am) | જવાબ આપો

  5. કવિતા ઘણીજ સરસ લખી છે. અને ૩૪ વર્ષ સુધી સંઘરી રાખેલો આક્રોશ આ કવિતા દ્વારા નીકળી ગયો. બીજા વિષયો પર પણ કવિતા લખશો તો આનંદ થશે.

    ટિપ્પણી by jagadishchristian — જાન્યુઆરી 16, 2010 @ 6:16 પી એમ(pm) | જવાબ આપો

  6. good I like

    ટિપ્પણી by Mukesh S.Modh — ફેબ્રુવારી 2, 2010 @ 9:23 એ એમ (am) | જવાબ આપો

  7. Mode-Mode Gusso-Akrosh Thalyo,

    Vachako ne Saras Kavy-Rachna Mali.

    ટિપ્પણી by Patel Popatbhai — ફેબ્રુવારી 5, 2010 @ 11:10 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to jagadishchristian જવાબ રદ કરો

Create a free website or blog at WordPress.com.