Narendrajagtap's Blog

ઓક્ટોબર 4, 2009

આભાસ લાગે છે મને

Filed under: ગઝલ,પ્રકાશિત રચનાઓ,મારી રચનાઓ — narendrajagtap @ 9:00 એ એમ (am)

346698184_1ddeb31a7c

સાચું કહું આ પ્રેમ તો આકાશ લાગે છે મને.
જાણે કહું શું ઉડવાની આશ લાગે છે મને.

મનથી જરા જો દેખશો તો છે જ કયાં અંતર હવે,
હરપળ હયાતી આપની તો પાસ લાગે છે મને.

આખો દિવસ યાદો તમારી પ્રેમથી મંમળાવતો,
સામે જ છો ઉભા છતાં આભાસ લાગે છે મને.

હું એકલો અટવાયેલો ફાંફા તિમીરે મારતો,
સ્મરણ તમારું માત્ર બસ અજવાસ લાગે છે મને.

આ પ્રેમ સરવાણી મને શું તારશે કે મારશે,
તારી કૃપાથી સદનશીબ ચોપાસ લાગે છે મને.

Advertisements

8 ટિપ્પણીઓ »

  1. સુસ્વાગતમ. બ્લોગ જગતમાં આપનું અને આપની સ-રસ ગઝલનું હાર્દિક સ્વાગત છે.

    મનથી જરા જો દેખશો તો છે જ કયાં અંતર હવે,
    હરપળ હયાતી આપની તો પાસ લાગે છે મને.

    -‘મન’ પાલનપુરી

    ટિપ્પણી by manhar m.mody ('મન' પાલનપુરી) — ઓક્ટોબર 15, 2009 @ 8:11 પી એમ(pm) | જવાબ આપો

  2. વાહ! વાહ! સરસ રચના છે !
    મને યાદ છે ત્યાં સુધી તમારી આ રચના ગઝલ વિશ્વમાં પ્રગટ થઈ હતી ,કેમ બરાબર ને?
    એમાંય આ શેર તો કાબીલે દાદ થયો છે
    હું એકલો અટવાયેલો ફાંફા તિમીરે મારતો,
    સ્મરણ તમારું માત્ર બસ અજવાસ લાગે છે મને.

    ટિપ્પણી by ઇશ્ક પાલનપુરી — ઓક્ટોબર 16, 2009 @ 5:17 એ એમ (am) | જવાબ આપો

  3. સુંદર ગઝલ…
    મિત્ર, ગઝલ સાથેનું ચિત્ર થોડું નાનું કરી ચિત્રને સેન્ટ્રલ એલાઈમેન્ટમાં રાખી તેની નીચે ગઝલ ટાઈપ કરો તો વાંચવામાં ખલેલ ન પહોંચે, બરાબર..?

    ટિપ્પણી by sunil shah — નવેમ્બર 13, 2009 @ 5:01 પી એમ(pm) | જવાબ આપો

  4. સુનીલ ભાઇ..નમસ્કાર..તમારી સુચનાનો ત્વરીત અમલ કર્યો છે.. હવે ફરી વખત જોઇ ચકાસી લેજો કેમ છે ? આમ તો બ્લોગ મા નવો છુ એટલે જરા ટ્રૈઇન થતાં વાર લાગશે ..પણ જો તમારા જેવા મિત્રોનો સાથ હશે તો ડરના ક્યાં ??

    ટિપ્પણી by narendrajagtap — નવેમ્બર 15, 2009 @ 10:47 એ એમ (am) | જવાબ આપો

  5. બધા કાવ્યો સરસ છે.લખવાનો ઉત્સાહ જળવાઇ રહે તેવી શુભેચ્છા.
    સરયૂ પરીખ.
    http://www.saryu.wordpress.com

    ટિપ્પણી by SARYU PARIKH — ડિસેમ્બર 19, 2009 @ 5:15 પી એમ(pm) | જવાબ આપો

  6. very welldone!!…..papa..im proud of u..go ahead..u n ur creativity is improving day by day.

    ટિપ્પણી by disha — ડિસેમ્બર 23, 2009 @ 5:09 પી એમ(pm) | જવાબ આપો

  7. Sri Narendrabhai

    Saras Rachnao chhe, Vanchvi Game chhe.

    ટિપ્પણી by Patel Popatbhai — જાન્યુઆરી 10, 2010 @ 12:13 એ એમ (am) | જવાબ આપો

  8. Shri Naredra Jagtap saaheb…… aapka bahut shukriya ki aapney mera blog visit kiya. Yeh sab Natvar sir ki maherbaani hai, jinhone mere liye yeh blog creat kiya hai. Aap Gujarati may likhte hai….. aur Meri matrubhasha MARATHI hai…….shaayad aapki bhi yahi matrubhasha hogi… So I am trying to learn guajarati language…. but i am not that fluent…. Thanks.aameen

    ટિપ્પણી by Aameen Khan — માર્ચ 22, 2010 @ 7:19 એ એમ (am) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: