શમણાના વાવેતરની ફસલ હવે રંગ લાવી
પ્રતિકૂળ રસમોને સાથે રાખી ખુબ ખુબ મનાવી
દિલના ઉમંગની હવે વાત દઉં જણાવી
ભાવનાના બિંદુઓનું ઝરણું હવે દઉં વહાવી
કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી
અમે તો મૂક ખેડૂ માત્ર આદેશો ચડાયા
નવી મોસમની હવે શું છે ફસલ, દો જણાવી
ઝેરના પારખાં કરી,સ્વાદ કહેવા કોણ રહ્યો
પરાયાની શું આશ,સ્વજન જો તારો ના થયો
પરખવા કઇ રીતે મૃગજળ,જળ માનીને
મૌન ના શબ્દો એને સબંધ શું વાણીને
સિતારાના ચળકાટે અંજાઇ,ફાણસ ના ફગાવાય
વિપરીત દિશાના વાયરે,પતંગ ના ચગાવાય
બાકી ખેલ છે નસીબના,પડે છે કેમ વાંકું
સંજોગોના વાંકે નિર્દોષ માણસ ના વગોવાય.
શ્રીમાન નરેન્દ્રભાઈ,
આપની રચના વાંચી શમણાના વાવેતર ખૂબ સરસ રચના છે.
કિરણ સોની
Comment by Kiran Soni — January 19, 2012 @ 11:33 am |
nice one again, like it.
Comment by himanshupatel555 — January 19, 2012 @ 5:28 pm |
શ્રીમાન નરેન્દ્રભાઈ,
આપની રચના ખુબ જ સુંદર છે.
” આપના સ્વપ્નના વાવેતર ખુબ જ મજબુત છે. ”
સરસ ખુબ જ આગળ વધો સાહેબ
Comment by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — January 19, 2012 @ 5:39 pm |
ઝેરના પારખાં કરી,સ્વાદ કહેવા કોણ રહ્યો
પરાયાની શું આશ,સ્વજન જો તારો ના થયો
પરખવા કઇ રીતે મૃગજળ,જળ માનીને
મૌન ના શબ્દો એને સબંધ શું વાણીને ati sunder geet
Comment by sapana — January 19, 2012 @ 11:55 pm |
કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી
અમે તો મૂક ખેડૂ માત્ર આદેશો ચડાયા
નવી મોસમની હવે શું છે ફસલ, દો જણાવી
Sunder rachana Jagtapbhai..meanibfull chhe..
Comment by Dilip Gajjar — January 20, 2012 @ 9:25 am |
સિતારાના ચળકાટે અંજાઇ,ફાણસ ના ફગાવાય
વિપરીત દિશાના વાયરે,પતંગ ના ચગાવાય.
સુંદર અભિવ્યક્તિ, સરસ ગીત…!!
Comment by અશોક જાની 'આનંદ' — January 20, 2012 @ 10:07 am |
nice, excellent,………….no word for this…………… you are genius
Comment by mukesh — January 21, 2012 @ 2:40 am |
કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી……….આહાહા……આહાહા….આહાહા…..શું વાત છે ગુરુદેવ?અમને આવું બધું સીખવવાનું ફરી ક્યારે સરુ કરો છો?બહુ મસ્ત રચના છે.
Comment by mehul — January 21, 2012 @ 2:12 pm |
નરેન્દ્રભાઈ આપના શમણાના વાવેતર ફૂલે-ફાલે એવી શુભકામના. સુંદર કવિતા અને ભાવનાઓ માટે ખૂબ અભિનંદન.
Comment by jagadishchristian — January 21, 2012 @ 4:29 pm |