આ વાત મારી માન તું કે માનના તું છે ગઝલ
સ્વપ્નો બધાં મારા હરેક અરમાનના તું છે ગઝલ
મારી ગઝલ ત્યારે બને જો શેરમાં બસ તું રમે
પ્રત્યેક મતલામાં મને ઉલઝાવનાં તું છે ગઝલ
થઇ સૈફની ને થઇ અમર ઘાયલ અને આદિલની
સૌ સાધકોની સાધના-આરાધના તું છે ગઝલ
મત્લાથી લઇ મક્તા સુધીની હારમાળા શબ્દની
ગમતી ગઝલ સરજાવ તું અકળાવના તું છે ગઝલ
તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત
હદથી વધારે બસ હવે તડપાવના તું છે ગઝલ
વાહ નરેન્દ્રભાઈ….
સરસ ગઝલ બની છે,આ પંક્તિ બહુ ગમી…..
સૌ સાધકોની સાધના-આરાધના તું છે ગઝલ
અંતિમ શેરમાં ચારે પ્રહર ની જગ્યાએ આઠે’પ્રહર કરીએ તો?
Comment by ડૉ.મહેશ રાવલ — December 29, 2011 @ 6:13 pm |
સરસ રહી ગઝલ.
થઇ સૈફની ને થઇ અમર ઘાયલ અને આદિલની
સૌ સાધકોની સાધના-આરાધના તું છે ગઝલ……ક્યા કહી હૈ જનાબ.
Comment by himanshupatel555 — December 29, 2011 @ 6:17 pm |
તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત
હદથી વધારે બસ હવે તડપાવના તું છે ગઝલ
સ રસ
યાદ્
ક્યારીઓ સીંચી પુષ્પની, ઉપવનમાં પ્રેમથી
યાદોની લઈ સુવાસ રહું છું, તું જાણે છે
બસ તારો છું, તું મારી છે, કેવળ મગન હું એમ,
બે દિ’ના બારેમાસ રહું છું, તું જાણે છે
Comment by pragnaju — December 29, 2011 @ 6:57 pm |
તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત
હદથી વધારે બસ હવે તડપાવ ના, તું છે ગઝલ.
સરસ ગઝલ …
લખાણમાં થોડા સુધારાની જરૂર છે. જેમ કે મત્લામાં
આ વાત મારી માન તું કે માનના તું છે ગઝલ
ને બદલે
આ વાત મારી માન તું કે માન ના, તું છે ગઝલ
એમ કરતાં તમે જે કહેવા માંગો છો તે સ્પષ્ટ થશે. (અકળાવ ના, ઉલઝાવ ના એ જ રીતે સુધારવાની જરૂર છે) ગુજરાતીમાં અલ્પવિરામ કે બે શબ્દ જોડવા, છૂટા પાડવા વિગેરે પર ધ્યાન ન આપીએ તો અર્થનો અનર્થ થાય એથી જાગૃતિ માટે લખ્યું છે. ખોટું ન લગાડશો.
Comment by Daxesh Contractor — December 29, 2011 @ 7:28 pm |
દક્ષેશભાઈની વાત સો ટકા સાચી છે.
માનના
અરમાનના
ઉલઝાવનાં
અકળાવના
તડપાવના
- આ બધાની જગ્યાએ -
માન ના
અરમાન ના
ઉલઝાવ ના
અકળાવ ના
તડપાવ ના
- આ રીતે જ લખી શકાય…
Comment by વિવેક ટેલર — December 30, 2011 @ 6:14 am |
ખુબ સુંદર,’ગઝલ’ વિષેની ગઝલ…ગઝલ વિષે મજાની અભિવ્યક્તિ.
દક્ષેશભાઈ એ કહ્યું એ પ્રમાણે વિરામ ચિન્હો યોગ્ય સ્થળે મુકવા ખુબ જરૂરી હોય છે સાથે
બે શબ્દો વચ્ચે જગ્યા છોડવી પણ, મારા હિસાબે તડાપાવ, ઉલઝાવ વિ. કાફિયા છે, અને
‘ના તું છે ગઝલ’ રદીફ. અહીં આરાધના સિવાય દરેક કાફિયામાં ‘ના’ ને છૂટો પડવો જરૂરી
લાગે છે. ‘ ના’ તમે નકારાર્થે વાપર્યો છે.
Comment by અશોક જાની 'આનંદ' — December 30, 2011 @ 6:29 am |
VERY NICE UNCLE YOU ARE GREAT
Comment by mukesh — December 30, 2011 @ 9:03 am |
શ્રીમાન આદરણીય નરેન્દ્રભાઈ,
ખૂબ સરસ ગઝલ છે.
આ વાત મારી માન તું કે માનના તું છે ગઝલ
Comment by Kiran Soni — December 30, 2011 @ 9:16 am |
સરસ.
Comment by પંચમ શુક્લ — December 30, 2011 @ 10:59 am |
નરેન્દ્રભાઈ સરસ ગઝલ બની ..પન દ્ક્ષેશભાઈ સાથે સહમત છું ..ભાવ ખૂબ સરસછે …..
સપના
Comment by sapana — December 30, 2011 @ 5:11 pm |
क्या बात हे……….सोचा इश ग़ज़ल को तो हिंदी के लब्जो से ही नवाजू………મારી ગઝલ ત્યારે બને જો શેરમાં બસ તું રમે
પ્રત્યેક મતલામાં મને ઉલઝાવનાં તું છે ગઝલ.
Comment by mehul — December 31, 2011 @ 5:16 pm |
મારી ગઝલ ત્યારે બને જો શેરમાં બસ તું રમે
પ્રત્યેક મતલામાં મને ઉલઝાવનાં તું છે ગઝલ
ગઝલના ઝબકારને આપે સુંદર સજાવી દીધો. નૂતન વર્ષષે આવી
ગઝલ સાથે વિતે એવી મંગલ કામના.
રમેશ પટેલ(આકાશદીપ)
Comment by nabhakashdeep — January 1, 2012 @ 8:08 pm |