ધરું છું તમોને વિચારો ગઝલના
તમારા અમારા સબંધો ગઝલના
હકીકત કહુંતો મને ક્યાં ખબર’તી
તમારા દિલે પણ ખયાલો ગઝલના
બનાસી કવિ તો કદમ બે ભરે છે
બનાવે લખીને મુકામો ગઝલના
બહારો તમે પણ છવાઓ ગઝલમાં
નથી દુર આવો, પ્રસંગો ગઝલના
રહે હાથ માથે સદાયે પ્રભુનો
રચાતા જ રહેશે વિચારો ગઝલના
ગઝલ ઝંખના દાદ માગી લે તેવી છે–
ધરું છું તમોને વિચારો ગઝલના
તમારા અમારા સબંધો ગઝલના
આ બનાસી કવિની કાવ્યબાની પેલી મુંબઈ પાસે પરેલમાં થતી કેરી જેવી સ્વાદિષ્ઠ અને રેસા વિનાની રહી.
Comment by himanshupatel555 — September 18, 2011 @ 3:40 pm |
આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ
પ્રેમમાં પણ ગઝલો હોય છે,
વિરહમાં પણ ગઝલ હોય છે,
વેદનામાં પણ ગઝલો હોય છે…..!
ખુબજ સરસ મજા પડે છે. ભાઈ સાહેબ….!
કિશોરભાઈ પટેલ
Comment by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ — September 18, 2011 @ 4:25 pm |
બનાસી કવિ તો કદમ બે ભરે છે
બનાવે લખીને મુકામો ગઝલના
બહારો તમે પણ છવાઓ ગઝલમાં
નથી દુર આવો, પ્રસંગો ગઝલના
વાહ
યાદ………………………………………………
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
Comment by pragnaju — September 18, 2011 @ 7:30 pm |
વાહ, નરેન્દ્રભાઈ ગઝલના વિચારો ગમ્યાં……
Comment by અશોક જાની 'આનંદ' — September 19, 2011 @ 4:53 am |
સુંદર રચના…
Comment by વિવેક ટેલર — September 19, 2011 @ 7:34 am |
ધરું છું તમોને વિચારો ગઝલના
તમારા અમારા સબંધો ગઝલના
સુંદર રચના…સુંદર રચના…
Comment by Anil Limbachiya — September 19, 2011 @ 11:01 am |
Like the thoughts of,”GAZAL”
Comment by venunad — September 20, 2011 @ 4:13 pm |
રહે હાથ માથે સદાયે પ્રભુનો
રચાતા જ રહેશે વિચારો ગઝલના……………………આ પ્રભુ નો હાથ તો ઠીક છે પણ આવી સુંદર ગજલો રચાય છે એની પાંસળ કોનો હાથ છે………
Comment by mehul — September 20, 2011 @ 4:26 pm |
વિચારોની ગઝલ ને ગઝલના વિચારો ! સરસ..
Comment by devika dhruva — September 20, 2011 @ 10:16 pm |
નરેન્દ્રભાઈ સુંદર વિચારોની ગઝલ.
Comment by jagadishchristian — September 21, 2011 @ 1:31 am |
બહારો તમે પણ છવાઓ ગઝલમાં
નથી દુર આવો, પ્રસંગો ગઝલના
દાદ માગી લે તેવી છે ગઝલ…સુંદર રચના 2.આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ
Ramesh Patel(Aakashdeep)
Comment by nabhakashdeep — September 24, 2011 @ 4:38 am |
પ્રભુનો હાથ સદાય તમારે માથે રહે … અને તમે ગઝલ રચતા રહો ..
Comment by Daxesh Contractor — September 30, 2011 @ 6:05 am |
good gazal.
Comment by MANHAR MODY — November 2, 2011 @ 6:09 am |
હકીકત કહુંતો મને ક્યાં ખબર’તી
તમારા દિલે પણ ખયાલો ગઝલના
ખુબ જ સરસ
મિત્રો,
ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
આપના આગમનની પ્રતિક્ષાએ
– કુમાર મયુર –
Comment by Mayur — November 29, 2011 @ 4:35 am |