Narendrajagtap's Blog

September 4, 2011

કેમ કરી ભીંજાવું

Filed under: ગઝલ — narendrajagtap @ 11:46 am
Tags:

શ્રાવણ બેઠો,…વરસાદ છેટો…
કેમ કરી ભીજાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
ભાળ રાખીને બેઠી હું તો
ઝરમર આવે વ્હેલા
ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું
બોલરે સખી મારે કરી ભીંજાવું

વ્હેલો આવીશ કહીને, પ્રિતમ ગ્યાં પરદેશ
ઉભી ઉભી ઝુરી મરું હું
ક્યારે આવશે એ દેશ
ઉંડા શ્વાસે દુર દેશે હું,અંગ ફોરમ રેલાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

19 Comments »

  1. સરસ ગીત થયું …આ વિરહીનીનું ગીત મે પણ બનાવ્યુ છે મૂકિશ …તમારૂં ખૂબ લયબધ્ધ થયું છે…
    કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
    ભાળ રાખીને બેઠી હું તો
    ઝરમર આવે વ્હેલા
    ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું
    સપના

    Comment by sapana — September 4, 2011 @ 1:07 pm | Reply

  2. ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું .. સુંદર ભાવો ..

    Comment by Daxesh Contractor — September 4, 2011 @ 3:51 pm | Reply

  3. હળવો હળવો બિંજાયો હું ગમ્યું….

    Comment by himanshupatel555 — September 5, 2011 @ 12:34 am | Reply

    • ભિજાયો નહિં કે બિંજાયો…..આભાર

      Comment by himanshupatel555 — September 5, 2011 @ 12:35 am | Reply

  4. લય અને પ્રાસબધ્ધ ભાવવાહી રચના.ખૂબ જ સુંદર.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by Ramesh Patel — September 5, 2011 @ 4:51 am | Reply

  5. સુંદર, વિરહણના ભાવને પ્રયોજતું ગીત, ગમ્યું…
    જોકે લયનું જુદાપણું જરાક ખટક્યું..

    Comment by અશોક જાની 'આનંદ' — September 5, 2011 @ 5:06 am | Reply

  6. very nice,good……………

    Comment by mukesh — September 5, 2011 @ 10:03 am | Reply

  7. એકદમ લયબધ્ધ અને સુંદર ગીત બન્યું છે નરેન્દ્રભાઈ. તરન્નુમમાં રજુઆત થાય તો મજા આવી જાય. આવું જ એક સુંદર આષાઢી ગીત તમારા પડોશ કલોલના શ્રી. વિરાજ અવકાશનું છે જેને શ્રી. નયનેશ જાનીએ સ્વરબધ્ધ કરીને ગાયું છે. બે દિવસથી વિચારતો હતો કે બ્લોગ પર મૂકું તો બધા મિત્રો માણી શકે. હવે તો મૂકવું જ પડશે.

    Comment by Jagadish Christian — September 5, 2011 @ 12:46 pm | Reply

  8. क्या बात हे ,ग़ज़ल को भी पीछे छोड़ दिया इश कविताने तो………आप कविता ही लिखो………मजा आ गया……….

    Comment by mehul — September 5, 2011 @ 4:15 pm | Reply

  9. Enjoy your nice Geet with wonderful expression!
    Sudhir Patel.

    Comment by sudhir patel — September 5, 2011 @ 5:22 pm | Reply

  10. [...] એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ [...]

    Pingback by હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દ — September 6, 2011 @ 5:50 am | Reply

  11. ભીજાવાની રાહ જોતી અભિસારિકાની લાગણીઓનું સુંદર આલેખન .
    નરેન્દ્રભાઈ, ભગવાને તમારી આ અભિસારિકાની લાગણીઓ ધ્યાનમાં લઈને ભરપુર વરસાદ મોકલી આપ્યો, નાહવું હોય એટલું નાહી લો.

    Comment by MANHAR MODY — September 6, 2011 @ 8:43 am | Reply

  12. saras geet. tamaru geet vanchi mane maru geet yad aavi gayu.
    bolne sakhi man ne mara kem kari samjavu,
    aavti eni yadne sakhi kem kari atkavu ?
    zarmar thaine aankh thi varse
    eni yadnu re chomasu,
    sajan vina kem kari
    sakhi gaashu pritnu gaanu.
    virahni aa vyatha sakhi kone re sambhlavu
    bolne sakhi man ne mara kem kari samjavu ?
    aambadale bethibethi
    koyladi geet gaati,
    umbare ubhi jota vtyu
    aankhaldi bhinjati.
    sahyba vina bolne sakhi sidne re harkhvu,
    bolne sakhi man ne mara kem kari samjavu ?
    khetare bolya mor ne
    ena kalaje tahuka vagya,
    varsadi maholna sakhi
    divaso vasma lagya,
    vahalbhari ae bath vina to kem kari bhinjavu,
    bolne sakhi man ne mara kem kari samjavu ?
    -Varsha Barot

    Comment by vikash — September 6, 2011 @ 10:13 am | Reply

  13. પ્રોષિતભર્તૃકાનો ઝુરાપો વ્યક્ત કરતું સુંદર ગીત.

    Comment by devika dhruva — September 6, 2011 @ 3:29 pm | Reply

  14. Excellent. Portrayal of nice emotions in a few lines in anticipation of rain and loved one.

    Comment by venunad — September 6, 2011 @ 3:45 pm | Reply

  15. ખૂબ જ સુંદર ,ભાવવાહી રચના.ખૂબ જ ગમ્યું…!

    Comment by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) — September 7, 2011 @ 8:30 am | Reply

  16. કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
    ભાળ રાખીને બેઠી હું તો
    Sunder geet Narendrabhai..
    lakhta trahejo..

    Comment by Dilip Gajjar — September 7, 2011 @ 9:51 am | Reply

  17. मस्त………….

    Comment by મેહુલ જોષી — September 9, 2011 @ 4:55 pm | Reply

  18. શ્રીમાન. નરેન્દ્રભાઈ

    ખુબ જ સરસ રચના વાહ સાહેબ વાહ…..!

    સુંદર પંક્તિઓ

    ” બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું.”

    કિશોરભાઈ પટેલ

    Comment by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ — September 14, 2011 @ 5:36 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.