Narendrajagtap's Blog

July 23, 2011

મૃગજળ

Filed under: achhandas rachanao — narendrajagtap @ 4:17 pm

કેમ દોડતો રહ્યો મૃગજળને જળ માની
તરસ્યો થયો ત્યારે જાણ્યું કે નથી પાણી
ગુલાબ ને રણમાં જોવાના શમણાં સેવ્યાંતાં
કુદરતનાં કોઇ નિયમોની રીત ન’તી જાણી.

ભરોસો સમયનો કરવો કે પોતાની તકદીરનો
વર્ષાના એંધાણ હતા ને પવન વાઇ ગયો,
મેં તો નિશ્ચિત ડગલે જ પગ માંડેલા
પણ ખેલ નસીબે અલગ જ ખેલેલા.

એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની

જેણે ભૂલ કરી છે મૃગજળને પાણી માનવાની
જેમ શત્રુના જ ઘરમાં તેને લલકારવાની
ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

14 Comments »

  1. અછાન્દસ કરતા અંત્યાનુપ્રાસને કારણે ગઝલ જેવી વધારે સંભળાય છે અને…ગંભીર પણ.
    “સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની…

    Comment by himanshupatel555 — July 23, 2011 @ 4:39 pm | Reply

  2. સરસ અભિવ્યક્તિ….
    -અભિનંદન.

    Comment by ડૉ.મહેશ રાવલ — July 23, 2011 @ 5:02 pm | Reply

  3. કેમ દોડતો રહ્યો મૃગજળને જળ માની
    તરસ્યો થયો ત્યારે જાણ્યું કે નથી પાણી…………….bahu mast.

    Comment by mehul — July 23, 2011 @ 5:21 pm | Reply

  4. સુંદર કલ્પના સાથે ગંભીર ભાવાભિવ્યક્તિ..!!!!

    સ-રસ રચના…

    Comment by અશોક જાની 'આનંદ ' — July 24, 2011 @ 1:12 am | Reply

  5. જેણે ભૂલ કરી છે મૃગજળને પાણી માનવાની
    જેમ શત્રુના જ ઘરમાં તેને લલકારવાની
    ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
    સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

    મને તો ગંમી ગઈ આ રચના..નરેન્દ્રભાઈ મૃગજળ પાછળ દોડી હરણ પ્રાણ ગુમાવે છે એમ દુન્યવી પ્રેમમાં અંધ થઈ લોકો જીવન ગુમાવી દે છે અને જ્યારે જીવનનૉ છે ડો આવે ત્યારે ઠોકર ખાવાનો સમય આવે છે

    Comment by sapana — July 24, 2011 @ 11:59 pm | Reply

  6. એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
    ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
    આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
    હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની …..

    Khub Saras…

    Comment by Anil Limbachiya — July 25, 2011 @ 11:08 am | Reply

  7. શ્રી નરેન્દ્રભાઈ

    ખૂબ સરસ…

    ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
    સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

    - કિરણ સોની

    Comment by Kiran Soni — July 27, 2011 @ 4:37 am | Reply

  8. Saras a6andash.
    Ropi didhi me taras ne
    Ran ma
    lyo
    zanzava pan aave chhe
    have dodata
    jal banine
    -Varsha Barot

    Comment by vikash — July 27, 2011 @ 1:20 pm | Reply

  9. ye a6aanadas ki kya taarif karu, ku6 kahete huye bhi darta hu, kahi bhulse koi samaj baithe ki main dost ko maskaa maartaa hun.

    Comment by MANHAR MODY — July 28, 2011 @ 11:06 am | Reply

  10. Saras Rachna Chhe

    Comment by ભરત ચૌહાણ — July 29, 2011 @ 2:11 pm | Reply

  11. આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
    હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની
    …………………………….
    શ્રી નરેન્દ્રભાઈ એકએક શેરમાં હીર ઝબકે છે. ધારદાર સુંદર અભિવ્યક્તિ.કઈંક કહેવા થનગનતી કૃતિ.
    રમેશ પટેલ (આકાશદીપ)

    Comment by Ramesh Patel — August 8, 2011 @ 4:48 am | Reply

  12. એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
    ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
    આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
    હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની
    Narendrabhai, sunder rachana ane meaningful expression..lakhta rahejo..

    Comment by Dilip Gajjar — August 15, 2011 @ 10:51 am | Reply

  13. આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    ખુબજ સરસ રચના

    સુંદર પંક્તિઓ દિલને અડી ગઈ સાહેબ

    ” ભરોસો સમયનો કરવો કે પોતાની તકદીરનો
    વર્ષાના એંધાણ હતા ને પવન વાઇ ગયો,
    મેં તો નિશ્ચિત ડગલે જ પગ માંડેલા
    પણ ખેલ નસીબે અલગ જ ખેલેલા.”

    કિશોર પટેલ

    Comment by ડૉ. કિશોરભાઈ એમ. પટેલ — August 21, 2011 @ 4:46 pm | Reply

  14. સમયને પારખીને ચાલનારને મૃગજળ કે પાણી એ સમજાય, પણ એમ નથી બનતું. સરસ ભાવવાહી રચના.

    Comment by venunad — September 3, 2011 @ 5:18 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.