Narendrajagtap's Blog

June 19, 2011

જીવન એક યાત્રા

Filed under: ગઝલ — narendrajagtap @ 2:41 pm

જીવન એક યાત્રા ને, જીવ છે પ્રવાસી
રહો છો ગણીને, અખંડિત નિવાસી

વરેલુ છે મૃત્યું, જનમની જ સાથે
હલેસા લગાવો, તમે છો ખલાસી

નિહાળી રહ્યાંછો, નૃત્યો જીવનનાં
પનારે પડ્યુ છે, આ મૃત્યું અમાસી

જનમતાની સાથે, પ્રતિપળ ઘટે છે
જવાની ઘટે છે, બનો છો પ્રવાસી

ડરોના વધાવો, વિચારો મરણના
નિવાસી અમે ક્યાં ! જુઓરે ! તપાસી

14 Comments »

  1. very nice. flows very smoothly.
    Saryu

    Comment by SARYU PARIKH — June 19, 2011 @ 3:53 pm | Reply

  2. સુંદર ચિંતનસભર ગઝલ…

    Comment by Daxesh Contractor — June 19, 2011 @ 4:21 pm | Reply

  3. જીવન એક યાત્રા છે એ તો સનાતન સત્ય છે. સરસ રજૂઆત…

    જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….

    આડી અવળી, ઉપર નીચે, ખાડા ટેકરે એ ફરતી ચાલે,
    હરિયાળી ને સૂકા રણ પર, સર્પાકારે એ સરતી જાયે,
    આમ તો મુકામ ક્યાં ને ક્યારે, કોનો આવે કોઇ ના જાણે,
    ઇશ્વર નામે વિશ્વાસ શ્વાસે, સમયની ગાડી ભાગતી ચાલે………

    જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….

    Comment by devikadhruva — June 19, 2011 @ 5:00 pm | Reply

  4. આ જ સંસ્કૃતનો ભુજંગી છંદ

    ય ના ચાર આવર્તનોથી ભુજંગી
    પછી શું? પછી શું? પછી શું? પછી શું?

    તમારો છંદમાં જ લખવાનો આગ્રહ પ્રશંસનીય છે. આ કવિતા અને તેના પિંગળની આલોચના તમને જરૂર ગમશે -

    http://kaavyasoor.wordpress.com/2007/11/13/udaasi_ghani_vijesh/

    જેનો હાથ છંદ પર બરાબર બેસેલો હોય ; તેણે જ અછાંદસ કવિતા લખવી જોઈએ- કાવ્ય માધુર્ય જાળવવું હોય તો.

    નહીં તો અમારા જેવા સામાન્ય જેવા માટેનો રાજમાર્ગ ….
    ગદ્યસૂર ઉર્ફે ગદ્યકાવ્ય.
    આ બાબત મુકત મને ચર્ચા ગમશે.

    Comment by Suresh Jani — June 19, 2011 @ 10:58 pm | Reply

  5. સુંદર ગઝલ…જીવનનો મર્મ અર્ક ધરતા શબ્દો. આપના ઉચ્ચ વિચારોનો પડઘો રમે છે..શ્રી જગતાપજી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by nabhakashdeep — June 19, 2011 @ 11:50 pm | Reply

  6. માનનીય નરેન્દ્રભાઈ,

    જીવન એક યાત્રા ને, જીવ છે પ્રવાસી

    આપની આ રચના ખૂબ જ સરસ છે.

    કિરણ સોની.

    Comment by Kiran Soni — June 20, 2011 @ 5:13 am | Reply

  7. જીવન એક યાત્રા ને, જીવ છે પ્રવાસી
    રહો છો ગણીને, અખંડિત નિવાસી

    વરેલુ છે મ્રુત્યું, જનમની જ સાથે
    હલેસા લગાવો, તમે છો ખલાસી
    નરેન્દ્રભાઈ,
    આ ખૂબ જ સરસ ગઝલ છે…..

    Comment by Anil Limbachiya — June 20, 2011 @ 6:57 am | Reply

  8. મજાની ગઝલ, આ વિશેષ ગમ્યું..

    વરેલુ છે મ્રુત્યું, જનમની જ સાથે
    હલેસા લગાવો, તમે છો ખલાસી

    Comment by અશોક જાની 'આનંદ' — June 20, 2011 @ 5:51 pm | Reply

  9. સરસ માર્મિક ગઝલ ..એક સવાલ? જીવન ગાગા થાય કે લગા?મારા જ્ઞાન માટે કદાચ લગા પણ લેવાતું હોય તો..
    સપના

    Comment by sapana — June 20, 2011 @ 8:07 pm | Reply

    • સપનાબેન…પ્રથમતો આપ દરેક વખતે સરસ પ્રતિભાવ આપો છો તે બદલ ધન્યવાદ..જીવન …ગાગા અને લગા બંન્નેમાં લાગુ પડે… મે લગાગા છંદ લીધો અને હુ ગેયતાને ધ્યાને રાખી લખુ છુ એટ્લે …પેલુ ગીત યાદ કરો…તુહી મેરી મંઝીલ ,તુહી મેરી પુજા ,તુમ્હી દેવતા હો, તુમ્હી દેવતા હો……આ રાગ ઉપર આ ગઝલ ગાઇ જુઓ…અને હા ગાગાલગા નો છંદ હોત તો જીવન ગાગા લેત….ઓ કે….

      Comment by narendrajagtap — June 21, 2011 @ 2:32 pm | Reply

  10. b.s.n.l. ni krupa thi modo padyo chu,mjani che gajal………વરેલુ છે મ્રુત્યું, જનમની જ સાથે
    હલેસા લગાવો, તમે છો ખલાસી

    Comment by mehul — June 22, 2011 @ 10:17 am | Reply

  11. માનનીય નરેન્દ્રભાઈ

    સુંદર રચના

    જીવન બીજાને માટે માનવ જીવે તો જીવન યાત્રા સફળ થયેલ ગણાય.

    આપ સમાજ માટે સુંદર કાર્ય કરી રહેલ છે.

    ભગવાન તમને અમારૂ આયુષ્ય પણ આપી દે, એવી પ્રાર્થના.

    Comment by ડો. કિશોરભાઈ એમ. પટેલ — June 25, 2011 @ 4:25 pm | Reply

  12. Sundar Ghazal!
    Sudhir Patel.

    Comment by Sudhir Patel — June 29, 2011 @ 2:07 am | Reply

  13. આ ગઝલ પણ તમારી અન્ય ગઝલોની માફક સરસ બની છે નરેન્દ્રભાઈ….
    મૃત્યુ અને નૃત્ય- આ રીતે કરી લેશો, અને એ માટે-
    પહેલાં m પછી caps lock પછી r પછી caps lock પછી u ટાઇપ કરશો એટલે મૃ લખાશે,એજ રીતે નૃ પણ ટાઇપ કરી શકશો.

    Comment by ડૉ.મહેશ રાવલ — July 3, 2011 @ 4:56 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.