બતાવું તમોને દરદ જો અમારા
રડી ઉઠશે આ નયન પણ તમારા
સરોવર ખિલે છે કમળ ના પ્રતાપે
નયન ને ગમે છે ફુલોના નજારા
કદમ તો અમારા તમારી તરફ છે
તમારા વગર ક્યાં અમારા પનારા
અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા
હવે તો અમારા કદમ ડગમગે છે
પહોચી જવું તો તમે છો કિનારા
બહુ સરસ ગઝલ !! એકલા કાફિયા જોડે પણ સરસ કામ લીધું છે !!
અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા
આ શેર બહુ મસ્ત છે !!
Comment by ઇશ્ક પાલનપુરી — મે 29, 2011 @ 1:21 pm |
———–
અને વાસ્તવમાં….
એ મળી જાય, અને પછી બીજા જ વરસે તલાક થઈ જાય
એમ પણ બને.
બધું પરિવર્તનશીલ છે – દિલના ભાવો પણ.
માટે જ.
જેની દવા ન હો બસ. એવું દરદ મળે.
————
પરિવર્તન.. પરિવર્તન..પરિવર્તન..
કશું શાશ્વત જ નહીં. કિમત બદલાય, વપરાશ બદલાય, રૂચિ બદલાય, ચીજો બદલાય.
અને આપણે પણ ક્યાં એવાં ને એવાં?
http://gadyasoor.wordpress.com/2011/05/29/garage_sale/
Comment by સુરેશ જાની — મે 29, 2011 @ 1:33 pm |
બહુ સરસ ગઝલ
Comment by Hitesh joshi — મે 29, 2011 @ 2:16 pm |
પ્રેમની ઉત્કટતાથી તરબતર ખીલેલી લાગણીથી મહોરતી ગઝલ ગમી.
હવે તો અમારા કદમ ડગમગે છે
પહોચી જવું તો તમે છો કિનારા
Comment by himanshupatel555 — મે 29, 2011 @ 2:24 pm |
પરંપરાના ઢાળમાં ઢળેલી ભાવવાહી અભિવ્યક્તિ.
સરસ.
Comment by ડૉ. મહેશ રાવલ — મે 29, 2011 @ 3:53 pm |
સરોવર ખીલે છે કમળ ના પ્રતાપે … વાહ મજાની ગઝલ
Comment by Daxesh Contractor — મે 29, 2011 @ 4:44 pm |
હરદમ તનેજ યાદ કરું એ દશા મળે,એવું દરદ ના આપ કે જેની દવા મળે…દરદ ની પણ આગવી મજા હોય છે..ને દવા મળી જાય એવા ભાગ્ય હોય તો એની એ મજા ઓર હોય છે……………….અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા.બહુ મસ્ત …………
Comment by mehul — મે 29, 2011 @ 6:04 pm |
Enjoyed your nice Ghazal!
Sudhir Patel.
Comment by Sudhir Patel — મે 29, 2011 @ 7:31 pm |
સરોવર ખિલે છે કમળ ના પ્રતાપે
નયન ને ગમે છે ફુલોના નજારા ખૂબ સરસ ગઝલ…
સપના
Comment by sapana — મે 29, 2011 @ 9:09 pm |
સરસ લગાગાની છદોબદ્ધ ગઝલ..ઇશ્વરનો ઇશારો હોય તો સાચું છે..બાકી ઇન્સાન તો….!!
Comment by devikadhruva — મે 30, 2011 @ 4:07 am |
પરંપરાગત શૈલીની લયબદ્ધ વહેતી ગઝલ. જૂના જમાનાના શાયરો શયદા,કંથારીયા સાહેબ વગેરેની યાદ અપાવી ગઈ તમારી ગઝલ.
Comment by MANHAR MODY — મે 30, 2011 @ 4:22 am |
ખૂબ સરસ ગઝલ…Shri Narendrabhai
અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા
હવે તો અમારા કદમ ડગમગે છે
પહોચી જવું તો તમે છો કિનારા
…………………………………
સરસ લગાગાની લયબદ્ધ વહેતી ગઝલ છદોબદ્ધ ગઝલ.
Ramesh Patel(Aakashdeep)
Comment by Ramesh Patel — મે 30, 2011 @ 5:20 am |
અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા
ખૂબ સરસ ગઝલ…
Comment by Anil Limbachiya — મે 30, 2011 @ 2:39 pm |
Nice gazal.
Comment by પંચમ શુક્લ — મે 30, 2011 @ 5:33 pm |
સરસ ગઝલ
‘મને મારી ભૂલ બતાવશો તો જ હુ ગઝલ પરત્વે મારી પકડ મેળવી શકીશ
આપ સૌનો અંત:કરણ પૂર્વક ખુબ ખુબ આભાર ..
.આજ ગઝલને ફરી મઠારીને મૂકી છે’
આ વાત ખૂબ ગમી
ધન્યવાદ
Comment by pragnaju — મે 30, 2011 @ 7:43 pm |
અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા…………………
Nice Gazal !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog Chandrapukar !
Comment by chandravadan — મે 31, 2011 @ 1:00 am |
GOOD
Comment by mukesh — મે 31, 2011 @ 4:08 am |
ખૂબ સરસ ગઝલ…
અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા
ખૂબ સરસ…
Comment by Anil Limbachiya — June 7, 2011 @ 5:26 am |
ખુબજ સરસ ગઝલ છે, સાહેબ
સાહેબ રવિવારની રજામાં મજા પડી ગઈ
Comment by ડો. કિશોરભાઈ એમ. પટેલ — July 3, 2011 @ 7:01 am |