Narendrajagtap's Blog

મે 8, 2011

સાગરસમાં સંસારમાં

Filed under: ગઝલ — narendrajagtap @ 8:56 am

સાગરસમાં સંસારમાં કઇ કેટલા છે સ્વાર્થી
ના ઓળખો તેને જગતમાં સૌ કહે છે અજનબી

આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ
જો થાય પૂજા આરતી ઢોંગીજનો છે તરકટી

ડર આજ ક્યાં છે માનવીને પાપના બોજાતણો
ભગવાન કેરા ન્યાયની તલવાર ત્યાં છે ઝૂલતી

ધરતી હજી જોતી રહી આકાશ કેરા ઢંગને
જનજન થકી મનવેધતી સંવેદના છે દેખતી

ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
આતંક કેરા બોમ્બથી ધરતી ધુણે છે ધગધગી

17 Comments »

  1. ડર આજ ક્યાં છે માનવીને પાપના બોજાતણો
    ભગવાન કેરા ન્યાયની તલવાર ત્યાં છે લટકતી

    બસ જો આ દર માનવીમાં પેસી જાય તો કદાચ તે ઈશ્વરનાં માર્ગને પસંદ તૂરત કરી લેશે… પરંતુ તે ક્યા છે?
    સુંદર રચના !

    ધન્યવાદ !

    Comment by અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' — મે 8, 2011 @ 10:20 am | Reply

  2. વાસ્તવિકતાનું લયસભર નિરૂપણ. શબ્દલાલિત્ય પણ સુંદર ગોઠવાયું છે.
    માટે જ અંતરની યાત્રા જરૂરી.

    Comment by સુરેશ જાની — મે 8, 2011 @ 12:59 pm | Reply

  3. સુંદર રચના
    ધરતી હજી જોતી રહી આકાશ કેરા ઢંગને
    જનજન થકી મનવેધતી સંવેદના છે કણસતી

    ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
    આતંક કેરા બોમ્બથી ધરતી ધણે છે ધડકતી
    સુંદર

    Comment by pragnaju — મે 8, 2011 @ 1:19 pm | Reply

  4. ધરતી હજી જોતી રહી આકાશ કેરા ઢંગને
    જનજન થકી મનવેધતી સંવેદના છે કણસતી

    ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
    આતંક કેરા બોમ્બથી ધરતી ધણે છે ધડકતી
    ખૂબ જ સુંદર અને વેધક રીતે કહેવામાં આ રચના આગવી છાપ છોડે છે….શ્રી નરેન્દ્રભાઈ ..ખૂબ જ સરસ લાગી આ કૃતિ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by Ramesh Patel — મે 8, 2011 @ 4:36 pm | Reply

  5. સરસ રચના

    Comment by MANHAR MODY — મે 8, 2011 @ 4:38 pm | Reply

  6. સરસ રચના અને સુંદર પંક્તિઓ

    અભિનંદન સાહેબ

    આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ
    ઢોંગી જનોની થાય પૂજા આરતી છે ઉતરતી

    કિશોરભાઈ પટેલ

    Comment by ડો. કિશોરભાઈ એમ. પટેલ — મે 8, 2011 @ 5:32 pm | Reply

  7. શ્રી નરેન્દ્રભાઈ,
    પ્રસ્તુત ગઝલમાં ભાવનિરૂપણ સુંદર થયું છે -સરસ.
    પણ એક વાત ધ્યાને પડી, મિત્રભાવે જણાવવી જરૂરી લાગી કે,
    પ્રથમ શેરમાં (તમે ઈ-મેઇલમાં જણાવેલ ગાગાલગા ના ૪ આવર્તન મુજબ)મતલબી અને અજનબી શબ્દો, બરોબર ઉચ્ચારથી મત લ બી, અજ ન બી બંધબેસી શક્યું પણ પછી,
    એ મુજબ
    ઉતરતી,લટકતી,કણસતી વિ શબ્દોનો ઉચ્ચાર ગરબડ ઊભી કરી રહ્યાં છે…. ઉત ર તી, કણ સ તી વિ.
    જરા જોઇ લેશો પ્લીઝ…

    Comment by ડૉ.મહેશ રાવલ — મે 8, 2011 @ 5:41 pm | Reply

  8. sanatan saty , really nice

    ડર આજ ક્યાં છે માનવીને પાપના બોજાતણો
    ભગવાન કેરા ન્યાયની તલવાર ત્યાં છે લટકતી

    Comment by praheladprajapati — મે 9, 2011 @ 12:33 am | Reply

  9. good uncle

    Comment by mukesh — મે 9, 2011 @ 3:01 am | Reply

  10. સરસ . વાસ્તવિકતા રચના

    Comment by Hitesh joshi — મે 9, 2011 @ 2:07 pm | Reply

  11. સાંપ્રત જમાનાની તાશીર પર સારી ગઝલ,
    ડો. મહેશભાઈ ની વાત સાથે હું સહમત છું, બલકે ગઈકાલે આ વાત તમને લખવી કે નહિ તેની અવઢવમાં હતો, પણ આજે તેમનો પ્રતિભાવ વાંચી એ ઉમેરવાનું મન થયું કે ગઝલમાં છંદ મહદઅંશે ઉચ્ચારણ પર નિર્ભર છે અને લટકતી , ઉતરતી વિ. કાફિયાનું વજન લલલગા થશે મતલબી કે અજનબી ની જેમ ગાલગા નહીં. તેથી અહી વજન તૂટે છે.

    Comment by અશોક જાની 'આનંદ' — મે 10, 2011 @ 6:14 am | Reply

  12. સરસ વ્યંગાત્મક રચના! હું પણ મહેશભાઈ સાથે સહમત છું.ઉ.તર તી બોલાય લ ટ્ક તી બોલાય તો એ એ લગાગા થાય અને અજ ન બી ગાલગા થશે ઉતરતી લલલગા પણ થાય પન ગાલગા નહી થાય,,,મિત્રભાવે કહ્યુ…
    સપના

    Comment by sapana — મે 10, 2011 @ 12:02 pm | Reply

  13. wah…….dr uncle vicharo saras chhe pan……aavrtan mujab bandharan ma kaiyk xti malum thay chhe…
    mate ahi ilme-uruz pramane i meant pinghal mujab, baher ma, wajan ma, tatha qafiya nu selection pan ek sarkhu nathi….

    આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ…..aa baher chhe aapni……

    qafiya ma joiye to……..ajnabi matlbi…….utarti ane latkti nu bandharan alag alag chhe

    dr mahesh sir ni vaat sachi chhe.pls dnt mind pan jan karvi jaruri chhe….baki aaj khayalo ne baher ma lavsho to ghazal nu uthav kahrekhar khub j saras aavshe……….pls dnt mind.m sry sir……..

    Comment by Asal palanpuri — મે 24, 2011 @ 2:10 pm | Reply

  14. સરસ ગઝલ
    ‘મને મારી ભૂલ બતાવશો તો જ હુ ગઝલ પરત્વે મારી પકડ મેળવી શકીશ
    આપ સૌનો અંત:કરણ પૂર્વક ખુબ ખુબ આભાર ..
    .આજ ગઝલને ફરી મઠારીને મૂકી છે’
    આ વાત ખૂબ ગમી
    ધન્યવાદ

    Comment by pragnaju — મે 30, 2011 @ 7:45 pm | Reply

  15. નરેન્દભાઈ..કાફિયા પ્રમાણે બરાબર ગોઠવાઈ છે..અભિનંદન!!
    સપના

    Comment by sapana — મે 30, 2011 @ 7:48 pm | Reply

  16. હમ રદીફ કાફિયા હવે બરાબર જમ્યા, જરા પણ વજન દોષ વિના.
    જો કે એ માટે તમારે ગઝલના શે’રમાં કેટલાંક ફેરફાર કરવા
    પડ્યા પણ છતાં તમારો ભાવ સમગ્રતયા જળવાઈ રહ્યો છે.
    આ શે’ર વધુ ઉલ્લેખનીય લાગ્યા,
    આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ
    જો થાય પૂજા આરતી ઢોંગીજનો છે તરકટી
    ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
    આતંક કેરા બોમ્બથી ધરતી ધુણે છે ધગધગી

    Comment by અશોક જાની 'આનંદ' — મે 31, 2011 @ 11:34 pm | Reply

  17. ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
    આતંક કેરા બોમ્બથી ધરતી ધુણે છે ધગધગી
    Sunder gazal narendrabhai..Matlo ane makto jordaar chhe..

    Comment by Dilip Gajjar — June 1, 2011 @ 8:37 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.